1. Home
  2. revoinews
  3. લોકસભા ચૂંટણીનું પરિણામ LIVE UPDATE: અબ કી બાર ફીર મોદી સરકારના આસાર
લોકસભા ચૂંટણીનું પરિણામ LIVE UPDATE: અબ કી બાર ફીર મોદી સરકારના આસાર

લોકસભા ચૂંટણીનું પરિણામ LIVE UPDATE: અબ કી બાર ફીર મોદી સરકારના આસાર

0
Social Share

સાત તબક્કામાં મતદાન બાદ 52 બેઠકો પર આઠ હજારથી વધારે ઉમેદવારોના કિસ્મતનો જનતાના ચુકાદામાં નિર્ણય થઈ રહ્યો છે. લોકસભા ચૂંટણી 11 એપ્રિલથી 19 મે સુધી સાત તબક્કામાં થયેલી ચૂંટણીમાં 90.99 કરોડ મતદાતાઓમાંથી લગભગ 67.11 ટકા લોકોએ પોતાના મતાધિકારનો પ્રયોગ કર્યો હતો. ભારતની લોકસભા ચૂંટણીમાં આ અત્યાર સુધીનું સૌથી વધુ મતદાન છે.

મહત્વપૂર્ણ છે કે સુપ્રીમ કોર્ટના આદેશ પ્રમાણે દરેક લોકસભા બેઠકમાં કોઈપણ એક વિધાનસભા મતવિસ્તારના કોઈ પાંચ મતદાન કેન્દ્રોની વીવીપેટ મશીનોની ચબરખીની મેળવણી ઈવીએમના મતો સાથે કરવામાં આવશે. આ બાધ્યતાને ટાંકતા ચૂંટણી પંચના એક અધિકારીએ કહ્યુ છે કે મોડી સાંજ સુધી પરિણામ આવવાની સંભાવના છે.

લોકસભા ચૂંટણી ટ્રેન્ડ/પરિણામ

ભાજપ+ 327 કોંગ્રેસ+ 116
SP+BSP 25 અન્ય 74

ગુજરાતમાં ભાજપ 25 બેઠકો પર આગળ

અમિત શાહ 80 હજાર વોટથી ગાંધીનગર બેઠક પર આગળ

રામપુરથી ભાજપના જયાપ્રદા આગળ

રવિકિશન ગોરખપુરથી 15 હજાર વોટથી આગળ

લખનૌથી રાજનાથસિંહ દશ હજાર વોટથી આગળ

વારાણસીથી પીએમ મોદી 12 હજાર વોટથી આગળ

દિલ્હીની સાતેય લોકસભા બેઠકો પર ભાજપ પ્રારંભિક વલણોમાં આગળ

બેગૂસરાયથી ભાજપના ઉમેદવાર ગિરિરાજસિંહ આગળ ચાલી રહ્યા છે. તેમનો મુકાબલો આરજેડીના તનવીર હસન અને લેફ્ટના કન્હૈયા કુમાર ચૂંટણી લડી રહ્યા છે.

ગુરુદાસપુર બેઠક પરથી સની દેઓલ આગળ

સોનીપતથી ભૂપેન્દ્રસિંહ હુડ્ડા પાછળ

સીધીથી કોંગ્રેસના અજય સિંહ પાછળ

શ્રીનગરથી ફારુક અબ્દુલ્લા આગળ

સ્મૃતિ ઈરાની અમેઠીમાં રાહુલ ગાંધી સામે 2000 વોટથી આગળ

ગોરખપુરથી રવિકિશન આગળ

ગ્વાલિયર બેઠક પરથી ભાજપ આગળ

રામપુરથી આઝમખાન આગળ

કન્નૌજથી ડિમ્પલ યાદવ પાછળ

મૈનપુરીથી મુલાયમસિંહ યાદવ આગળ

શરૂઆતના વલણોમાં ભોપાલથી સાધ્વી પ્રજ્ઞા, વાયનાડથી રાહુલ ગાંધી, ગાંધીનગરથી અમિત શાહ, અમેઠીથી સ્મૃતિ ઈરાની, વારાણસીથી મોદી આગળ

એમપી, ગુજરાત, હિમાચલ, રાજસ્થાનમાં મોદી લહેર

ભૂતપૂર્વ વડાપ્રધાન એચ.ડી. દેવેગૌડા તુમકુરથી પાછળ

રાયગઢથી શિવસેનાના અનંત ગીતે પાછળ

બેલ્લારીથી ભાજપ આગળ

પટિયાલાથી અમરિન્દરસિંહના પત્ની પરણિત કૌર આગળ

જોધપુરથી અશોક ગહલોતના પુત્ર પાછળ

કાનપુરથી શ્રીપ્રકાશ જયસ્વાલ પાછળ

નાગપુરથી નીતિન ગડકરી આગળ

આઝમગઢથી અખિલેશ યાદવ આગળ

ગુનાથી જ્યોતિરાદિત્ય સિંધિયા પાછળ

મુંબઈ ઉત્તરથી ઉર્મિલા મતોંડકર પાછળ

પ. બંગાળમાં ભાજપ 16 પર અને ટીએમસી આઠ બેઠકો પર આગળ હોવાનું પ્રારંભિક ટ્રેન્ડમાં જોવા મળ્યું છે.

રાહુલ ગાંધી બનશે પીએમ: અજય માકન

નવી દિલ્હી લોકસભા બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર અજય માકને સવારે મંદિરમાં પૂજા કર્યા બાદ કહ્યુ છે કે કોંગ્રેસ જીતશે અને સરકાર બનાવશે. તેમણે કહ્યુ છે કે રાહુલ ગાંધી પીએમ બનશે. માકને કહ્યુ છે કે દિલ્હીની તમામ બેઠકો પર ભાજપ અને કોંગ્રેસની વચ્ચે ટક્કર છે.

કોલકત્તામાં મતગણતરી કેન્દ્રની બહાર ઘણી કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. અહીં સવારે આઠ વાગ્યાથી મતગણતરી શરૂ થઈ રહી છે. પશ્ચિમ બંગાળમાં લોકસભાની 42 બેઠકો છે.

પંજાબમાં લોકસભાની 13 બેઠકો છે, જાલંધરમાં મતગણતરી કેન્દ્ર બહાર સુરક્ષાના ચુસ્તદુરસ્ત બંદોબસ્ત કરવામાં આવ્યા છે. સુરક્ષાના કડક બંદોબસ્ત વચ્ચે આઠ વાગ્યાથી અહીં મતગણતરી શરૂ થઈ છે.

ગોરખપુર લોકસભા બેઠક પરથી ભાજપના ઉમેદવાર રવિકિશને પરિણામો પહેલા પોતાના ઘરે પૂજા-અર્ચના કરી છે.

મોદી ફરીથી પીએમ બનશે :  ભાજપના ઉમેદવાર

કર્ણાટકના કલબુર્ગીથી ભાજપના ઉમેદવાર ઉમેશ જાધવે કહ્યુ છે કે નરેન્દ્ર મોદી વડાપ્રધાન બનશે. મને આશા છે કે હું મારી બેઠક જીતીશ, પરિણામના એકાદ બે દિવસોની અંદર કર્ણાટકની સરકાર પોતાની મેળે પડી જશે અને ભાજપ કર્ણાટકમાં સરકાર બનાવશે. મહત્વપૂર્ણ છે કે ઉમેશ જાધવનો મુકાબલો કોંગ્રેસના મલ્લિકાર્જૂન ખડગે સાથે છે.

આંધ્રપ્રદેશમાં લોકસભાની સાથે વિધાનસભા માટે પણ વોટિંગ થયું છે. હૈદરાબાદમાં મતગણતરી કેન્દ્ર બહાર ખૂબ ચુસ્ત દુરસ્ત સુરક્ષા વ્યવસ્થા કરાઈ છે.

કર્ણાટકની રાજધાની બેંગાલુરુ સાઉથ બેઠક પરથી ભાજપના ઉમેદવાર તેજસ્વી સૂર્યાએ મંદિરમાં પૂજા કર્યા બાદ મીડિયા સાથેની વાતચીતમાં કહ્યુ છે કે મને વિશ્વાસ છે કે હું આ દેશમાં કાયદો અને નીતિનિર્માણમાં યોગદાન કરીશ.

કેરળની તિરુવનંતપુરમ લોકસભા બેઠક પરથી ભાજપના ઉમેદવાર કુમ્મનમ રાજશેખરને પૂજા અર્ચના કરી છે. રાજશેખરનની સામે કોંગ્રેસના દિગ્ગજ નેતા શશી થરુર ચૂંટણી લડી રહ્યા છે.

કુમન્નમ રાજશેખરને કહ્યુ છે કે વિકાસ માટે મને લાગે છે કે કેરળના લોકો એનડીએની સરકાર સાથે જશે. કેરળ હવે મુખ્યપ્રવાહમાં આવી રહ્યું છે, હું મારી જીત માટે આશ્વસ્ત છું.

કર્ણાટકમાં જેડીએસના ઉમેદવાર નિખિલ કુમારસ્વામીએ પરિણામો પહેલા મૈસૂર ખાતે ચામુંડેશ્વરી મંદિરમાં પૂજા અર્ચના કરી હતી.

એલજેપી પ્રમુખ રામવિલાસ પાસવાને કહ્યુ છે કે ક્યો પિતા ઈચ્છતો નથી કે તેનો પુત્ર પ્રધાન બને, હું પણ ચાહું છું કે મારો પુત્ર પ્રધાન બને.

કર્ણાટકના બેંગાલુરુમાં મતગણતરી કેન્દ્રની બહાર કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે.

ભાજપના કાર્યાલય બહાર પૂજાપાઠ થઈ રહ્યા છે. ભાજપના કાર્યકર્તાઓ વહેલી સવારથી ભાજપના કાર્યાલય ખાતે પહોંચીને પાર્ટીની જીત માટે પૂજા કરી રહ્યા છે.

દિલ્હીમાં કોંગ્રેસ કાર્યાલયની બહાર વિજયી હવન ચાલી રહ્યો છે. કોંગ્રેસના નેતા જગદીશ શર્મા કોંગ્રેસ કાર્યાલયની બહાર પોતાના ટેકાદારો સાથે ગાયત્રી હવન કરી ર્હયા છે. તેમણે કહ્યુ છે કે જો રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી હારી જશે, તો આ દેશ હારી જશે.

મતગણતરી પહેલી કર્ણાટકના સીએમ એચ. ડી. કુમારસ્વામીએ બેંગાલુરુ ખાતેના મંદિરમાં પૂજાપાઠ કર્યા છે. કર્ણાટકમાં રાજકીય માહોલ ઘણો ગરમ છે અને કુમારસ્વામીની ખુરશી પણ સંકટમાં આવવાની શક્યતાઓ દર્શાવાય રહી છે.

યુપીની રામપુર લોકસભા બેઠક પરથી ભાજપના ઉમેદવાર જયાપ્રદાએ કહ્યું છે કે આ ગરીબોના અવાજની લડાઈ છે. મહિલા સમ્માનની લડાઈમાં તેમણે જીતની આશા વ્યક્ત કરી છે. સાથે જ એ પણ કહ્યું છે કે જો ભગવાન ઈચ્છશે, તો આઝમખાનનો ઘમંડ તૂટશે. તેમણે કહ્યું છે કે આ એક માસ એક વર્ષની જેમ વિત્યો છે.

ભોપાલથી ભાજપના ઉમેદવાર સાધ્વી પ્રજ્ઞાસિંહ ઠાકુરે મતગણતરીના દિવસે સૂર્યનમસ્કારથી પોતાના દિવસની શરૂઆત કરી છે. સાધ્વી પ્રજ્ઞાએ ગોડસેને લઈને નિવેદન આપ્યું હતું. તેના પર પીએમ નરેન્દ્ર મોદીએ પણ ટીકા કરી હતી. બાદમાં સાધ્વી પ્રજ્ઞા ઠાકુરે મૌનવ્રત ધારણ કર્યું છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code