LIVE: રાજ્યસભામાં અમિત શાહે કલમ-370ને હટાવવા અને જમ્મુ-કાશ્મીરની પુનર્રચનાનો સંકલ્પ કર્યો રજૂ
રાજ્યસભામાં કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે કલમ-370 હટાવવાની ભલામણ કરી છે. તેની સાથે તેમણે જમ્મુ-કાશ્મીરની પુનર્રચનાનો સંકલ્પ રજૂ કર્યો છે. જમ્મુ-કાશ્મીરમાં વધારાના સુરક્ષાદળોની તેનાતીની સાથે જ હલચલ તેજ થઈ ગઈ છે. કાશ્મીરમાં ફોન બંધ કરી દેવામાં આવ્યા છે, મોબાઈલ ઈન્ટરનેટ સેવાઓને બંધ કરવામાં આવી છે. ઘણાં રાજનેતાઓને નજરકેદ કરવામાં આવ્યા છે. જમ્મુમાં પણ કંઈક આવી જ સ્થિતિ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન પર સોમવારે સવારે કેબિનેટની બેઠક યોજાઈ હતી. બીજી તરફ સંસદમાં પણ આ વિષયને લઈને હંગામાના આસાર હતા. વિપક્ષના ઘણાં નેતાઓએ આજે સ્થગન પ્રસ્તાવ આપ્યો હતો. અમિત શાહના નિવેદન બાદ રાજ્યસભામાં જોરદાર હંગામા બાદ ગૃહની કાર્યવાહીની સ્થગિત કરવી પડી હતી. લડાખ હવે એક અલગ કેન્દ્રશાસિત પ્રદેશ હશે. જમ્મુ-કાશ્મીર પણ કેન્દ્રશાસિત પ્રદેશ બનશે.
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે અનુચ્છેદ-370(1) સિવાય અનુચ્છેદ-370ના તમામ ખંડને હટાવવાનો સંકલ્પ રજૂ કર્યો છે. અમિત શાહે કહ્યુ છે કે અમે જે ચારેય સંકલ્પ અને બિલ લઈને આવ્યા છીએ, તે કાશ્મીર મુદ્દા પર જ છે. સંકલ્પ રજૂ કરું છું. અનુચ્છેદ 370(1)ના સિવાય તમામ ખંડ રાષ્ટ્રપતિના અનુમોદન સિવાય સમાપ્ત થશે. અમિત શાહે કહ્યુ છે કે રાષ્ટ્રપતિના અનુમોદન બાદ અનુચ્છેદ-370ના તમામ ખંડ લાગુ થશે નહીં. એટલે કે સરકારે જમ્મુ-કાશ્મીરથી અનુચ્છેદ – 370ને હટાવવાની ભલામણ કરી છે.
જમ્મુ-કાશ્મીરમાં ગૃહ પ્રધાન દ્વારા અનુચ્છેદ – 370 હટાવવાના પ્રસ્તાવ બાદ રાજ્યસભામાં વિપક્ષના જોરદાર હંગામા વચ્ચે ગૃહની કાર્યવાહીને થોડોક સમય માટે રોકવી પડી હતી. અમિત શાહે કહ્યુ છે કે જે દિવસથી રાષ્ટ્રપતિ દ્વારા આ ગેજેટ નોટિફિકેશનનો સ્વીકાર કરવામાં આવશે, તે દિવશતી બંધારણના અનુચ્છેદ-370(1) સિવાય અન્ય કોઈપણ ખંડ લાગુ કરવામાં આવશે નહીં. બંધારણ (જમ્મુ-કાશ્મીરમાં લાગુ) આદેશ 2019ના રાષ્ટ્રપતિ દ્વારા લાગુ કરવામાં આવ્યો. રાજ્યસભામાં જમ્મુ-કાશ્મીર પર સરકારના સંકલ્પ પર લોકસભામાં પણ હંગામો થયો છે. જમ્મુ-કાશ્મીરથી લડાખને અલગ કરવામાં આવ્યું છે. લડાખ હવે એક અલગ કેન્દ્રશાસિત પ્રદેશ હશે.
રાજ્યસભામાં અમિત શાહના નિવેદન પહેલા હંગામો થયો હતો. રાજ્યસભામાં અમિત શાહના નિવેદન પહેલા કોંગ્રેસના નેતા અને રાજ્યસભામાં વિપક્ષના નેતા ગુલામ નબી આઝાદે કાશ્મીરની સ્થિતિનો મુદ્દો ઉઠાવ્યો હતો. તેમણે કહ્યુ હતુ કે જમ્મુ-કાશ્મીરમાં બે ભૂતપૂર્વ મુખ્યપ્રધાનોને હાઉસ એરેસ્ટ કરવામાં આવ્યા છે. તેવામાં ગૃહ પ્રધાને કાશ્મીરની સ્થિતિ પર નિવેદન આપવું જોઈએ.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી, સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહ પણ સંસદ પહોંચી ગયા છે. બીજી તરફ સેનાધ્યક્ષ જનરલ બિપિન રાવતની જેસલમેર મુલાકાત પણ રદ્દ થઈ ચુકી છે.
જમ્મુ-કાશ્મીરના મામલા પર અમિત શાહે નિવેદન પહેલા સોલિસિટર જનરલ તુષાર મેહતા બેઠક માટે સંસદ પહોંચ્યા છે. બીજી તરફ જણાવવામાં આવે છે કે અટોર્ની જનરલ કે. કે. વેણુગોપાલ પણ સંસદમાં છે અને બેઠકમાં ભાગ લઈ રહ્યા છે. તેમને સુપ્રીમ કોર્ટમાં જવાનું છે, પરંતુ બેઠકના કારણે તેઓ પણ વિલંબિત થયા છે.
એક તરફ જમ્મુ-કાશ્મીરમાં કલમ-144 લગાવવામાં આવી છે, તો બીજી તરફ લડાખમાં પરિસ્થિતિ સામાન્ય છે. લોકો આસાનીથી બજારમાં જઈ રહ્યા છે અને જરૂરતનો સામાન લઈ રહ્યા છે.