1. Home
  2. revoinews
  3. કલમ-370 હટવા પર અડવાણીએ મોદી-શાહને આપ્યા અભિનંદન, કહ્યુ- જનસંઘનો સંકલ્પ થયો પૂર્ણ
કલમ-370 હટવા પર અડવાણીએ મોદી-શાહને આપ્યા અભિનંદન, કહ્યુ- જનસંઘનો સંકલ્પ થયો પૂર્ણ

કલમ-370 હટવા પર અડવાણીએ મોદી-શાહને આપ્યા અભિનંદન, કહ્યુ- જનસંઘનો સંકલ્પ થયો પૂર્ણ

0
Social Share

કેન્દ્રની મોદી સરકારે જમ્મુ-કાશ્મીરને કલમ-370 હેઠળ મળનારા વિશેષાધિકારને પાછા ખેંચી લીધા છે. મોદી સરકારના આ પગલાને ઐતિહાસિક માનવામાં આવે છે. કોંગ્રેસને બાદ કરતા વિપક્ષની ઘણી પાર્ટીઓ આ નિર્ણયના ટેકામાં છે. તો ભાજપ આને પોતાના સંકલ્પનો નિર્ણય ગણાવી રહ્યું છે. ભૂતપૂર્વ નાયબ વડાપ્રધાન અને ભાજપના લૌહપુરુષ ગણાતા લાલકૃષ્ણ અડવાણીએ પણ મોદી સરકારના આ નિર્ણયને આવકારીને અભિનંદન આપ્યા છે.

અડવાણીએ સોમવારે નિવેદન જાહેર કરીને કહ્યુ છે કે અનુચ્છેદ-370ને હટાવવાના કેન્દ્ર સરકારના નિર્ણયનું તેઓ સ્વાગત કરે છે, દેશની એકતાને મજબૂત કરવા તરફ આ ઐતિહાસિક નિર્ણય છે.

અડવાણીએ લખ્યુ છે કે અનુચ્છેદ-370ને હટાવવાનો ભાજપનો સંકલ્પ રહ્યો છે. જનસંઘના જમાનાથી આ અમારા સંકલ્પમાં છે. તેમણે લખ્યું છે કે હું વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહ પ્રધાન અમિત શાહને આ ઐતિહાસિક નિર્ણય માટે અભિનંદન આપું છું. તેમણે લખ્યું છે કે તેઓ જમ્મુ-કાશ્મીર અને લડાખમાં શાંતિ અને વિકાસની પ્રાર્થના કરે છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code