1. Home
  2. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે વોટિંગની સાથે બનાવ્યો રેકોર્ડ, આ યાદીમાં થયા સામેલ

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે વોટિંગની સાથે બનાવ્યો રેકોર્ડ, આ યાદીમાં થયા સામેલ

0

નવી દિલ્હી: રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ દેશના એવા ચુનિંદા રાષ્ટ્રપ્રમુખોની યાદીમાં સામેલ થયા છે, જેમણે લોકશાહીના સૌથી મોટા મહાપર્વમાં વોટિંગ કર્યું છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની સાથે તેમના પત્નીની સાથે મતદાન કર્યું છે. રામનાથ કોવિંદ પહેલા રાષ્ટ્રપતિ રહેલા પ્રણવ મુખર્જીએ મતદાનમાં ભાગ લીધો ન હતો.

દિલ્હીના પોલિંગ બૂથો પર મતદાન કરવા માટે સામાન્ય લોકોથી લઈને વીવીઆઈપી મતદાતાઓ કતારોમાં લાગ્યા હતા. તેની વચ્ચે દેશના પ્રથમ નાગરીક એટલે કે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે પણ આજે પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો છે.

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે આજે સવારે રાષ્ટ્રપતિ ભવન પરિસરમાં ડૉ. રાજેન્દ્રપ્રસાદ સર્વોદય વિદ્યાલયમાં આવેલા મતદાન કેન્દ્ર પર મતદાન કર્યું, તે વખતે તેમની સાથે તેમના ધર્મપત્ની સવિતા કોવિંદ પણ હાજર હતા.

લોકશાહીના સૌથી મોટા પર્વની ખૂબી એ છે કે આમ આદમી અને દેશના પ્રથમ નાગરિકનો મતાધિકાર એક સમાન છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ સવારે રાષ્ટ્રપતિ ભવનમાં આવેલી સ્કૂલમાં પહોંચ્યા અને કતારમાં ઉભા રહીને તેમણે વોટિંગ કર્યું હતું.

મહત્વપૂર્ણ છે કે રામનાથ કોવિંદ આમ તો કાનપુરના વતની છે. પરંતુ તેઓ રાષ્ટ્રપતિ છે, તેથી તેમનું મતદાન હવે રાષ્ટ્રપતિ ભવન ખાતે જ થાય છે.

મહત્વપૂર્ણ છે કે 1998ની લોકસભાની ચૂંટણીમાં કે. આર. નારાયણન દેશના પહેલા રાષ્ટ્રપતિ હતા કે જેમણે પદ પર રહેતા મતદાન કર્યું હતું. રાષ્ટ્રપતિ નારાયણે આમ આદમીની જેમ મતદાન કેન્દ્રની બહાર કતારમાં ઉભા રહીને વોટિંગ કર્યું હતું.

રાષ્ટ્રપતિ નારાયણન બાદ ડૉ. એપીજે અબ્દુલ કલામ અને પ્રતિભા પાટિલે પણ પોતાના કાર્યકાળ દરમિયાન મતદાન કર્યું હતું.

પ્રણવ મુખર્જી 2012માં દેશના રાષ્ટ્રપતિ બન્યા હતા અને તેમણે કહ્યુ હતુ કે દેશના રાષ્ટ્રપતિ દ્વારા મતદાન નહીં કરવાની જે પરંપરા રહી છે, તેઓ તે પરંપરાને ફરીથી શરૂ કરવા ચાહે છે. તેમણે બાદમાં મતદાન કર્યું ન હતું.

મહત્વપૂર્ણ છે કે રાષ્ટ્રપતિ ડૉ. એપીજે અબ્દુલ કલામ અને રાષ્ટ્રપતિ પ્રતિભા પાટિલ માટે રાષ્ટ્રપતિ ભવન ખાતે જ વિશેષ પોલિંગ બૂથ બનાવવામાં આવ્યું હતું.

LEAVE YOUR COMMENT

Your email address will not be published.