મેટ ગાલા ઇવેન્ટ: ફેરીટેલ કેરેક્ટર્સના અંદાજમાં પહોંચી પ્રિયંકા અને દીપિકા, પિંક કાર્પેટ પર દેખાઈ ઇશા અંબાણી પણ
ન્યુયોર્કના મેટ્રોપોલિટન મ્યુઝિક ઑફ આર્ટમાં મેટ ગાલા 2019 દરમિયાન પ્રિયંકા ચોપડા પતિ નિક જોનાસ સાથે પહોંચી. રેડ કાર્પેટ પર પ્રિયંકા લક્ઝરી બ્રાંડ ડાયોરનો ફેધર ડ્રેસ પહેરેલી જોવા મળી. મેટ ગાલામાં દીપિકા પાદુકોણ-ઇશા અંબાણીએ પણ હાજરી આપી. દીપિકા ફેરીટેલ પ્રિન્સેસ તરીકે જોવા મળી. ઇશા ડિઝાઈનર પ્રબલ ગુરુંગના લવેન્ડર ગાઉનમાં જોવા મળી.
પ્રિયંકાનો લુક અને મેકઅપ ડ્રામેટિક હતો. તેણે હેડ ક્રાઉન પણ લગાવ્યો. નિક પણ ડાયોર બ્રાન્ડના વ્હાઈટ સુટમાં જોવા મળ્યો. પ્રિયંકા 3 વર્ષથી આ ઇવેન્ટમાં ભાગ લઈ રહી છે. પતિ નિક જોનાસ સાથે તેની પહેલી મુલાકાત ત્રણ વર્ષ પહેલા થઈ હતી. બીજા વર્ષે આ ઇવેન્ટમાં પહોંચેલી દીપિકાએ જેક પોજન બ્રાન્ડનો મેટાલિક પિંક ગાઉન પહેર્યો. તેણે હાઇ પણવાળી હેરસ્ટાઇલ પસંદ કરી હતી. જ્યારે ઇશાએ ડાયમંડ એરિંગ્સ પહેર્યા હતા અને મેકઅપ લાઇટ રાખ્યો.
શું છે મેટ ગાલા?
મેટ ગાલા એક ચેરિટી ગાલા છે, જે ન્યુયોર્કમાં મેના પહેલા અઠવાડિયામાં થાય છે. તેના ફાઉન્ડર સ્ટિફન એ. શ્વાર્ઝમેન અને તેમના પત્ની બ્લેકસ્ટોન છે. તેઓ 1997થી આ ઇવેન્ટને સ્પોન્સર કરી રહ્યા છે. તેનો ઉદ્દેશ મેટ્રોપોલિટન મ્યુઝિયમ ઑફ આર્ટ્સ કોસ્ચ્યુમ ઇન્સ્ટિટ્યૂટ માટે ફંડ ભેગું કરવાનો છે. ઇવેન્ટને ધ પાર્ટી ઑફ ધ યર, ધ ઓસ્કાર ઑફ ધ ઇસ્ટ કોસ્ટના નામથી પણ ઓળખવામાં આવે છે. તેના દ્વારા ભેગી થનારી રકમ કોસ્ચ્યુમ ઇન્સ્ટિટ્યૂટ માટે મદદરૂપ થાય છે.
દર વર્ષે અલગ-અલગ થીમ પર મેટ ગાલાની કોસ્ચ્યુમ પાર્ટી રાખવામાં આવે છે. આ વખતની થીમ ‘કેમ્પ્સ: નોટ્સ ઑફ ફેશન’ છે. કોન્ડે નાસ્ટની આર્ટિસ્ટિક ડાયરેક્ટર અને અમેરિકન વોગ (મેગેઝીન)ની એડિટર મિસ વિનટૂર તેની અધ્યક્ષ છે. 1995માં વિનટૂરના આવ્યા પછી આ ઇવેન્ટ દુનિયાના સૌથી પ્રતિષ્ઠિત આયોજનોમાં સામેલ થઈ ગઈ.
મેટગાલામાં આ વખતે રાજનીતિ, મનોરંજન, સિનેમા, ફેશન, બિઝનેસ જગતના આશરે 550 સેલેબ્સે હિસ્સો લીધો. કેટલાક સેલેબ્સને બ્રાંડ્સવાળા સામેથી બોલાવે છે જેથી પોતાના ડિઝાઇન કરેલા કપડાને તેઓ આ ઇવેન્ટમાં શોકેસ કરી શકે. મેટ ગાલાની એક ટિકિટ 30,000 ડોલરની હોય છે. 2004માં ડોનાલ્ડ ટ્રમ્પે આ ઇવેન્ટમાં મેલાનિયાને લગ્ન માટે પ્રપોઝ કરી હતી. તેમણે મેલાનિયાને 1.5 મિલિયન ડોલરની વીંટી આપી હતી. 2005માં બંનેએ લગ્ન કરી લીધા હતા. અમેરિકન રાષ્ટ્રપતિ બનતા પહેલા ટ્રમ્પ ઘણીવાર મેટગાલામાં આવી ચૂક્યા છે.