કેજરીવાલનું નિવેદનઃ-દિલ્હીની સરકારી હોસ્પિટલ્સમાંથી VIP સુવિધા રદ,હવે નહી મળે પ્રાઈવેટ રુમ
- સરકારી હોસ્પિટલોમાંથી VIP સુવિધા ખતમ
- કેજરીવાલ સરકારની સમાન ઈલાજ નીતિ
- દર્દીને નહી મળે હવે પ્રાઈવેટ રુમ
- દરેક નાગરિકને મળશે સમાન અધિકાર
- હવે સામાન્ય રુમમાં પણ હશે એસી
- દરેક દર્દીઓને મળશે એસી વાળા રુમ
દિલ્હીના મુખ્ય મંત્રી અરવિંદ કેજરીવાલે સરકારી હોસ્પિટલોમાંથી વીઆઈપી કલ્ચરને નાબૂદ કરવાના આદેશો આપ્યા છે,કેજરીવાલે આ વિષય પર જણાવ્યું કે ,મે સ્વાસ્થ્ય વિભાગોમાંથી સરકારી હોસ્પિટલોમાંથી વીઆઈપી સૂવિધાઓને નાબૂદ કરવાના આદેશો આપ્યા છે,વીઆઈપી માટે હવે પ્રાઈવેટ રુમ આપવામાં નહી આવે,દરેક નાગરિકોનો સમાન ઈલાજ કરવામાં આવશે પરંતુ તે સૌથી સારી ગુણવત્તા વાળો હશે.
અરવિંદ કેજરીવાલે કહ્યું કે,હિલ્હી સરકારે હોસ્પિટલોમાં 13,899 બેડ વધારવાનો નિર્ણય લીધો છે, હાલમાં દિલ્હીમાં સરકારી હોસ્પિટલોની સરખામણીમાં 120 ટકાથી પમ વધુ છે હાલ દિલ્હીમાં 11,353 બેડ છે.આ સાથે જ દિલ્હી સરકારે દરેક સરકારી હોસ્પિટલોને એસી વાળી બનાવવામાં આવશે ,સરકારે દરેક હોસ્પિટલને એસી વાળી બનાવવનો નિર્ણય લીધો છે અને તે માટે કામ કરવામાં આવી રહ્યું છે.
આ અગાઉ મંગળવારે આરોગ્ય પ્રધાન સત્યેન્દ્ર જૈને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને દિલ્હી સરકાર દ્વારા સંચાલિત સરકારી હોસ્પિટલોની સુવિધાઓ અંગેનો એક રિપોર્ટ આપ્યો હતો રિપોર્ટમાં જણાવ્યું હતુ કે છ દિલ્હી સરકારની 38 હોસ્પિટલોમાં બેડની હાલની ક્ષમતા 11,353 છે. આ ઉપરાંત, 13,899 બેડની ક્ષમતા ઉમેરવામાં આવી રહી છે.
આ પરાંત સ્વાસ્થ્ય મંત્રી સત્યેન્દ્ર જેને પોતાના રિપોર્ટમાં જણાવ્યું કે,આવનારા છ મહિના સુધી 2800 બેડ્સની ક્ષમતા વાળી ત્રણ હાસ્પિટલ શરુ કરવામાં આવશે,અત્યંત આધુનિક સુવિધઆઓથી ભરપુર દ્રારકાની ઈન્દીરા ગાંધી હોસ્પિટલ,જેની ક્ષમતા 1241 બેડ્સની છે જે પશ્નિમ દિલ્હીની સૌથી મોટી હોસ્પિટલ બનશે.
આ રિપોર્ટમાં 772 અને 600 બેડ્સની ક્ષમતા ધરાવતી બે હોસ્પિટલ બુરાડી અને આંબેડકર નગરમાં થોડા સમયમાં શરુ થવાની વાત પણ કરવામાં આવી છે, રિપોર્ટમાં દિલ્હીમાં લગ લગ જગ્યાઓ પર નવી હોસ્પ્ટલનું નિર્માણ કરવાની વાત પણ રજુ કરવામાં આવી છે,મંત્રી સત્યેન્દ્ર જેનના રિપોર્ટ મુજબ ખિચડીપુરની લાલ બહાદુર શાસ્ત્રી હોસ્પિટલમાં નવું મધર એન્ડ ચાઇલ્ડ બ્લોક બનાવવામાં આવશે, જેમાં 460 બેડ્સ હશે. આ માટે કેબિનેટ દ્વારા મંજૂરી આપવામાં આવી છે અને ટેન્ડર પ્રક્રિયા પણ પૂર્ણ થઈ ચૂકી છે.