1. Home
  2. revoinews
  3. કાશ્મીરમાં આજથી સ્કુલ રાબેતા મુજબ શરુઃ નજરબંધીમાંથી મૂક્ત થયેલા નેતાઓએ બેઠક યોજી

કાશ્મીરમાં આજથી સ્કુલ રાબેતા મુજબ શરુઃ નજરબંધીમાંથી મૂક્ત થયેલા નેતાઓએ બેઠક યોજી

0
Social Share
  • કાશ્મીર ખીણ વિસ્તારોમાં આજથી સ્કુલ શરુ
  • 5 ઓગસ્ટ પછી રાબેદા મુજબ સ્કુલ ચાલુ થઈ
  • નજરબંધીમાંથી મૂક્ત થયેલા નેતાઓએ બેઠક યોજી
  • સુરક્ષામાં વધારો  કરવામાં આવ્યો

5 ઓગસ્ટ પછી રાજ્યમાં કર્ફ્યૂની સ્થિતિ સર્જાય હતી,પરંતુ હવે ઘણી જગ્યાઓ પરથી પ્રતિબંઘ  હટાવવામાં આવ્યા છે,3 ઓક્ટોબરથી કાશ્મીરની દરેક સ્કુલો ખુલવા લાગી હતી,આવી પરિસ્થિતિ વચ્ચે સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો છે.

ગાંઘી જયંતીના પ્રસંગે જમ્મુમાં કસ્ટડીમાં લેવામાં આવેલા કેટલાક નેતાઓને મૂક્ત કરવામાં આવ્યા હતા, કેટલાક નેતાઓ કસ્ટડીમાં હતા તો કેટલાક નેતાઓને નજરબંઘીમાં રાખવામાં આવ્યા હતા,ત્યાર પછી નેશનલ કોન્ફોરન્સના નેતાઓે એક  બેઠક યોજી હતી,આ બેઠકમાં આવનારા બ્લોક ડેવલપમેન્ટ કાઉન્સિલર ચૂંટણી અંગે ચર્ચા કરી હતી.

પ્રશાસન તરફથી નેશનલ કોન્ફોરન્સ, કોંગ્રેસ અને જમ્મુ કાશ્મીર નેશનલ પેન્થર્સ પાર્ટી જેવી રાજનીતિક દળોના નેતાઓને જમ્મુ-કાશ્મીરમાં મૂક્ત કરવામાં આવ્યા હતા, જેમાં એનસી ના દેવેન્દ્ર રાણા અને એસએસ સલાથિયા,કોંગ્રેસના રમન ભલ્લા અને પેન્થર્સ પાર્ટીના નેતા હર્ષદેવ સિંહની નજરબંધી સમાપ્ત કરવમાં આવી છે,

વહીવટતંત્ર તરફથી જમ્મુના નેતાઓને મુક્તિ આપવામાં આવી છે. પરંતુ ખીણના નેતાઓ હાલ પણ નજરબંધી હેઠળ છે.જેમાં જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લા, મહેબૂબા મુફ્તી, ફારૂક અબ્દુલ્લા, સજ્જાદ લોન જેવા મોટા નામો શામેલ છે. આ તમામ નેતાઓ 5 ઓગસ્ટથી નજરબંધી હેઠળ છે, જેથી કરીને  તેઓ ખીણમાં કોઈ રાજકીય કાર્યક્રમને અંજામ ન આપી શકે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code