સુશાંતસિહં રાજપૂત કેસ: લંડનમાં ઉઠી સુશાંતને ન્યાયની અપાવવાની માંગ
- સુશાંતની બહેને સોશિયલ મીડિયા પર શેર કર્યા ફોટો
- લંડનના વાહનો પર લાગી સુશાંતની તસ્વીરો
- #Justiceforsushant લખીને કરાઈ ન્યાયની માંગ
સુશાંત સિંહ રાજપૂતને ન્યાય મળે તે માટે દેશમાં જ નહીં પરંતુ વિદેશમાં પણ માંગ ઉઠી રહી છે. એકટરની બહેન શ્વેતા સિંહ કીર્તિએ સોશિયલ મીડિયા પર ઘણા ફોટા અને વીડિયો શેર કર્યા છે. તેમણે કહ્યું કે લંડનના વાહનો પર સુશાંતની તસવીરો લાગેલી છે અને તેમના પર #Justiceforsushant લખીને ન્યાયની માંગ કરવામાં આવી છે.
શ્વેતા સિંહ કીર્તિએ વીડિયો શેર કરતી વખતે #JusticeForSSR લખ્યું છે. સુશાંતની બહેને તેના ભાઈની યાદમાં વૈશ્વિક પ્રાર્થના સભાનું આયોજન કર્યું હતું અને કહ્યું હતું કે તે ન્યાયમાં વિશ્વાસ કરે છે કારણ કે તે ભગવાનમાં વિશ્વાસ કરે છે. 14 જૂને સુશાંતના અકાળ નિધન પછી તેના ભાઈને ન્યાય અપાવવાની લડતમાં દોરી રહેલી શ્વેતાએ ઇન્સ્ટાગ્રામ પર લખ્યું છે કે, “હું ફક્ત એક જ વસ્તુ જાણું છું, તે છે કે પ્રાર્થના કરવી, મારી એકમાત્ર તાકાત મારા ભગવાન છે, શક્તિ કે જે બધી બાબતોને યોગ્ય બનાવે છે, હું તેનો વિશ્વાસ કરું છું. હું ન્યાયમાં વિશ્વાસ કરું છું, કારણ કે હું મારા ભગવાન પર વિશ્વાસ કરું છું. ! કૃપા કરીને, દરેકને કહો કે તમે છો, કૃપા કરીને સત્યને આગળ લાવો!
તેણે પોતાની પોસ્ટમાં #Globalprayersforssr અને #Justiceforsushantsinghrajput ને પણ ટેગ કર્યાં છે. શ્વેતાએ આ પહેલા શેર કર્યું હતું કે તે રવિવારે પ્રાર્થના સભાનું આયોજન કરવા જઈ રહી છે.
તેમણે પોસ્ટ કર્યું હતું, ચાલો આપણે બધા મળીને ફરીથી દેવી પાસે પ્રાર્થના કરીએ. બુરાઈને નષ્ટ કરવા અને રામ રાજને સ્થાપિત કરવા માટે દેવી શક્તિને પ્રાર્થના કરો. જ્યાં સચ્ચાઈ સૌથી ઉપર છે. અમને શક્તિ આપો.
_Devanshi