દેવામાં ડૂબેલી જેટ એરવેઝના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર વિનય દુબે અને ચીફ ફાઇનાન્શિયલ ઓફિસર અમિત અગ્રવાલે સોમવારે રાજીનામું આપી દીધું. એરલાઇન્સે નિવેદનમાં જણાવ્યું કે બંનેએ પર્સનલ કારણોસર રાજીનામું આપ્યું છે. અગ્રવાલ ગ્રાઉન્ડેડ એરલાઇનના ડેપ્યુટી ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર પણ હતા. તેમણે 2015માં એરલાઇન જોઇન કરી હતી. ઉલ્લેખનીય છે કે ગત એક મહિનામાં જેટના મોટાભાગના બોર્ડ મેમ્બર્સ પણ રાજીનામું આપી ચૂક્યા છે.

BSE પર શેર મંગળવારે 12.44% ઘટીને 122.10 રૂપિયા પર આવી ગયો. NSE પર શેર 13% ઘટીનેને 121 રૂપિયા સુધી ગગડ્યો. જોકે, નીચલા સ્તરોથી કેટલીક રિકવરી થઈ ગઈ.
આર્થિક સંકટમાં ફસાયેલી જેટ એરવેઝે 17 એપ્રિલથી અસ્થાયી રીતે સંચાલન બંધ કરી દીધું હતું. એરલાઈનની 75% હિસ્સેદારી વેચવા માટે તેના લેણદારોએ બેંકો પાસેથી બોલી માંગી હતી. છેલ્લી બોલી ફક્ત એતિહાદે જમા કરી, પરંતુ તે પણ મોટી હિસ્સેદારી લેવા નથી માંગતું. તેની પાસે જેટના 24% શેર્સ પહેલેથી જ છે.