જ્યારે-જ્યારે પ.બંગાળના ભાજપના સાંસદોએ શપથ લીધી, ત્યારે-યારે લાગ્યો જય શ્રીરામનો નારો
લોકસભામાં પ્રોટેમ સ્પીકર વિરેન્દ્રકુમાર ખટિક નવનિર્વાચિત સાંસદોને શપથ અપાવી રહ્યા છે. ખાસ વાત એ રહી કે જ્યારે જ્યારે પશ્ચિમ બંગાળના ભાજપના સાસંદોએ શપથ લીધા ત્યારે લોકસભામાં જય શ્રીરામના સૂત્રો ગુંજી ઉઠ્યા હતા.
સૌથી પહેલા મોદી કેબિનેટમાં સામેલ બાબુલ સુપ્રિયોએ શપથ લીધા હતા. ત્યારે તેઓ શપથ લેવા ઉભા થયા ત્યારે ભાજપના સાંસદોએ જય શ્રીરામના સૂત્રો પોકાર્યા હતા. બાદમાં કેન્દ્રીય રાજ્ય પ્રધાન દેબાશ્રી ચૌધરીએ શપથ લીધા ત્યારે પણ જય શ્રીરામના સૂત્રો પોકારવામાં આવ્યા હતા. બાબુલ સુપ્રિયો આસાનસોલથી અને દેબાશ્રી ચૌધરી રાયગંજ બેઠક પરથી લોકસભાની ચૂંટણી જીત્યા છે.
વડાપ્રધાન મોદીની સાથે 17મી લોકસબાના અન્ય સદસ્યોએ સોમવારે શપથ લીધા હતા. આ લોકસભા સત્રમાં કેન્દ્રીય બજેટ પારીત થશે અને ટ્રિપલ તલાક સહીતના મહત્ના બિલ સરકારના મુક્ય એજન્ડામાં છે. કાર્યવાહક અધ્યક્ષ વિરેન્દ્ર કુમારે મોદી અને અન્ય સાંસદોને શપથ અપાવ્યા છે.
વડાપ્રધાન મોદીએ સૌથી પહેલા સાંસદ તરીકે શપથ લીધા હતા. બાદમાં સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ, ગૃહ પ્રધાન અમિત શાહ અને સડક-પરિવહન તથા રાજમાર્ગ પ્રધાન નીતિન ગડકરી જેવા કેટલાક વરિષ્ઠ સાંસદોએ શપથ લીધા હતા.
કેન્દ્રીય આરોગ્ય પ્ધાન ડૉ. હર્ષવર્ધને સોમવારે સાંસદ પદની શપથ લીધી હતી. દિલ્હીના ચાંદની ચોકથી સાંસદ ડૉ. હર્ષ વર્ધને સંસ્કૃત, કેન્દ્રીય રસાયણ અને ખાતર પ્રધાન સદાનંદ ગૌડાએ કન્નડ, કેન્દ્રીય પ્રધાન હરસિમરત કૌર બાદલે ગુરમુખી અને કેન્દ્રીય પ્રધાન અરવિંદ સાવંતે મરાઠીમાં શપથ લીધા હતા.