કાઉન્ટિંગ પહેલા વીવીપેટની ચબરખીઓની ગણતરી નહીં કરે ચૂંટણી પંચ: યેચુરીએ વ્યક્ત કરી કાયદો વ્યવસ્થા અસરગ્રસ્ત થવાની ભીતિ
સીપીએમના મહાસચિવ સીતારામ યેચુરીએ ઈવીએમના મતોની ગણતરી પહેલા વીવીપેટની ચબરખીઓની ગણતરીની વિપક્ષી દળોની માગણીને ચૂંટણી પંચ દ્વારા નામંજૂર કરવાના નિર્ણયને સુપ્રીમ કોર્ટના આદેશની ભાવનાઓની વિરુદ્ધ ગણાવ્યો છે.
યેચુરીએ બુધવારે કહ્યુ છે કે ચૂંટણી પંચનો નિર્ણય વીવીપેટના સંદર્ભે મતદાન શરૂ થતા પહેલા આપવામાં આવેલા સુપ્રીમ કોર્ટના નિર્ણયની ભાવનાની વિરુદ્ધ છે. ચૂંટણી પ્રક્રિયાની અખંડતા માટે જો મતગણતરીની પ્રક્રિયા થોડીક લાંબી થાય છે, તો પણ ચૂંટણી પંચ સેમ્પલનું પરીક્ષણ પહેલા કરવાના સિદ્ધાંતનું પાલન કેમ કરી રહ્યું નથી?
યેચુરીએ ટ્વિટ કરીને કહ્ય છે કે સેમ્પલ તરીકે એકઠી કરવામાં આવેલી વીવીપેટની ચબરખીઓની ગણતરી પહેલા કરવાથી ઈવીએમના પરિણામ મજબૂત બનશે. ચૂંટણીના વલણો સામે આવ્યા બાદ વીવીપેટની ચબરખીઓની ગણતરી કરવાથી તેનો ઉદેશ્ય જ નિષ્ફળ થઈ જશે. તેના કારણે પ્રભાવિત થનારા ઉમેદવાર ધરણા-પ્રદર્શન માટે મજબૂર થશે અને આ કાયદો-વ્યવસ્થા માટે મુશ્કેલી ઉભી કરશે.
મહત્વપૂર્ણ છે કે ચૂંટણી પંચે 22 વિપક્ષી દળોના વીવીપેટની મેળવણી સાથે જોડાયેલી માગણીને ઠુકરાવી દીધી છે. મંગળવારે વિપક્ષી નેતાઓએ ચૂંટણી પંચને આવેદનપત્ર સોંપતા અપીલ કરી હતી કે પાંચ પોલિંગ બૂથના વીવીપેટની ચબરખીઓની મેળવણી વોટોની ગણતરી આખરી રાઉન્ડની ગણતરી પછી કરવાના સ્થાને પહેલા કરવામાં આવે.
તેમા એમ પણ કહેવામાં આવ્યું છે કે વીવીપેટ મિલાન ખોટું નીકળે છે, તો તે વિધાનસભા મતવિસ્તારની તમામ વીવીપેટની ચબરખીઓનું મિલાન કરવું જોઈએ. પરંતુ ચૂંટણી પંચે સ્પષ્ટ કર્યું છે કે તેમની આવી અપીલ પર હવે વિચારણા સંભવ નથી. પ્રક્રિયામાં કોઈ પરિવર્તન કરાઈ રહ્યું નથી. વીવીપેટ અને ઈવીએમી મેળવણી આખરમાં જ કરવામાં આવશે.