1. Home
  2. revoinews
  3. સેનામાં 78,291 પદ ખાલી, 3 વર્ષમાં 2100 અધિકારીઓએ છોડી નોકરી
સેનામાં 78,291 પદ ખાલી, 3 વર્ષમાં 2100 અધિકારીઓએ છોડી નોકરી

સેનામાં 78,291 પદ ખાલી, 3 વર્ષમાં 2100 અધિકારીઓએ છોડી નોકરી

0
Social Share

નવી દિલ્હી,   સેનાની ત્રણેય પાંખમાં અધિકારીઓની તંગી છે, તો બીજી તરફ સેનામાંથી સેવામુક્ત થવાનો સિલસિલો પણ યથાવત છે. ગત ત્રણ વર્ષમાં ત્રણેય સૈન્ય પાંખમાંથી 2100 અધિકારીઓએ સ્વેચ્છાએ નોકરી છોડી છે. રાજ્યસભામાં એક સવલા જવાબમાં સંરક્ષણ રાજ્ય પ્રધાન શ્રીપદ નાઈકે કહ્યુ છે કે આ સાચું છે કે 2016થી 2018 વચ્ચે ભારતની ત્રણેય સૈન્ય પાંખમાંથી કુલ 2100 અધિકારીઓએ સ્વેચ્છાએ નોકરી છોડી છે. તો સેનાની ત્રણેય પાંખમાં કુલ 78291 પદો ખાલી છે. તેમાથી 9427 પદ અધિકારીઓના છે.

સંરક્ષણ રાજ્યપ્રધાન શ્રીપદ નાઈકે કહ્યુ છે કે ત્રણેય સૈન્ય પાંખમાં ભરતી પ્રક્રિયા સામાન્ય અને સુચારુપણ ચાલી રહી છે. કેન્દ્ર સરકાર તરફથી સેનામાં અધિકારોની અછતને સમાપ્ત કરવા માટે તમામ પ્રયાસો થઈ રહ્યા છે. આના માટે અમે યુવાનોને જાગરૂક કરી રહ્યા છીએ. અમે સંરક્ષણ પ્રદર્શની લગાવીએ છીએ, પબ્લિસિટી કેમ્પેન ચલાવીએ છીએ, તેની સાથે અન્ય મીડિયા માધ્યમોથી પ્રચાર-પ્રસાર પણ કરીએ છીએ. સંરક્ષણ રાજ્ય પ્રધાન શ્રીપદ નાઈકે ક્હયુ છે કે હાલ ત્રણેય સૈન્ય પાંખની પદોન્નતિની પ્રક્રિયાને પણ સુધારવામાં આવી રહી છે. તેનાથી ત્રણેય સૈન્ય પાંખોમાં રોજગારના અવસરો પણ ખુલશે.

ક્યાં વર્ષમાં સેનાના કેટલા અધિકારીઓએ નોકરી છોડી?

વર્ષ      આર્મી    નેવી     એરફોર્સ

2016     353       138         186

2017    383        137          205

2018    412         102          184

સંરક્ષણ રાજ્યપ્રધાન શ્રીપદ નાઈકે બીજા સવાલના જવાબમાં કહ્યુ હતુ કે ભારતની ત્રણેય સૈન્ય પાંખમાં હાલ 78291 પદો ખાલી છે. ભૂમિસેનામાં અધિકારીઓના 50312 પદોમાંથી હાલ 42913 પદો પર જ અધિકારી કાર્યરત છે. એટલે કે ભૂમિસેનામાં અધિકારીઓના 7399 પદો ખાલી છે. નૌસેનાના 11557 અધિકારીના પદોમાંથી 10012 પદો પર અધિકારી કાર્યરત છે અને હાલ નૌસેનામાં 1545 અધિકારીઓના પદ ખાલી છે. ભારતીય વાયુસેનાના કુલ 12625 અધિકારીઓના પદોમાંથી માત્ર 483 પદો ખાલી છે. એટલે કે ત્રણેય સૈન્ય પાંખમાં કુલ મળીને 9427 પદો ખાલી છે.

સંરક્ષણ રાજ્યપ્રધાન શ્રીપદ નાઈકે કહ્યુ છે કે ત્રણેય સૈન્ય પાંખમાં પર્સનલ બિલો ઓફિસર રેન્કના ઘમાં પદો ખાલી છે. ભૂમિસેનામાં પીબીઓઆર માટે 1223381 પદ છે, તેમાંથી હાલ 1185146 પદો પર જવાન છે. એટલે કે 38325 પદો ખાલી છે.

નૌસેનામાં પીબીઓઆર માટે 74,046 પદોમાંથી 57240 પદો ભરેલા છે, એટલે કે ખાલી પદ 16806 છે.

ભારતીય વાયુસેનામાં પીબીઓઆર માટે 142917 પદ છે અને તેમાંથી 129094 પદો ભરેલા છે. એટલે કે 13823 પદો હજી ખાલી છે.

આ સિવાય 1718 પદ એપીએસ નોનરેગ્યુલર જેસીઓ અને 10486 જવાન હજી સેનાની વિભિન્ન સંસ્થાઓમાં પ્રારંભિક ટ્રેનિંગ કરી રહ્યા છે.

tags:

LEAVE YOUR COMMENT

Your email address will not be published.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code