આજે એટલે કે 8 ઓક્ટોબરે વિજયાદશમી અને એરફોર્સ ડેના પ્રસંગે ભારતને પહેલું રફાલ જેટ મળવાનું છે. સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ ફ્રાંસ પહોંચી ચુક્યા છે. તેઓ આ રફાલમાં ફ્રાંસના એરબેઝથી ઉડાણ પણ ભરશે. જો કે ભારતને આ રફાલ આગામી વર્ષે ડિલિવર કરવામાં આવશે.
રફાલ બે એન્જિનવાળું યુદ્ધવિમાન છે. જે નિર્માણ દસોલ્ટ નામની એક ફ્રાંસની કંપનીએ કર્યું છે. તેમા મિટિઓર અને સ્કાલ્પ મિસાઈલોની તેનાતી કરવામાં આવી છે. જેના કારણે આનાથી ભારતને હવામાંથી હવામાં પ્રહાર કરવાની અદભૂત ક્ષમતા આપશે. કહી શકાય છે કે આ બંને મિસાઈલો રફાલની યુએસપી છે.
ફ્રાંસ પહોંચ્યા બાદ રાજનાથસિંહે ખુશી વ્યક્ત કરતા કહ્યુ છે કે રફાલ ભારત આવી રહ્યું છે અને કાલ (8 ઓક્ટોબર)એ તેને હેન્ડઓવર કરવામાં આવશે. તમામ આના માટે ઉત્સાહિત છે અને જે સ્વાભાવિક છે. તમારે પણ આ સેરિમની જોવી જોઈએ.
એમબીડીએના ઈન્ડિયા ચીફ લુઈક પીડેવાશે પ્રમાણે, મિટિઓરની વિઝ્યુઅલ રેન્જ મિસાઈલ તરીકે દુનિયાની સૌથી મારક મિસાઈલ માનવામાં આવે છે. જ્યારે સ્કાલ્પ ઘણી અંદર સુધી જઈને પ્રહાર કરવામાં સક્ષમ છે. ફ્રાંસ ભારતને 36 રફાલ સપ્લાય કરશે. આવો જાણીએ છીએ કે રફાલ જેટની ઘણી ખૂબીઓ છે અને તેનાથી ભારતને હવામાં લડવાની ક્ષમતા કેવી રીતે મળશે?
રફાલ એક એવું યુદ્ધવિમાન છે જેને દરેક પ્રકારના મિશન પર મોકલી શકાય છે. ભારતીય વાયુસેનાની તેના પર ઘણાં સમયથી નજર હતી.
તે એક મિનિટમાં 60 હજાર ફૂટની ઊંચાઈ સુધી જઈ શકે છે. તેની ફ્યૂલ કેપેસિટી 17 હજાર કિલોગ્રામ છે.
રફાલ જેટ દરેક પ્રકારની મોસમમાં એક સાથે ઘણાં કામ કરવા માટે સક્ષણ છે. માટે તેને મલ્ટિરોલ ફાઈટર એરક્રાફ્ટના નામથી પણ ઓળખવામાં આવે છે.
તેમા સ્કાલ્પ મિસાઈલ છે જે હવામાથી જમીન પર પ્રહાર કરવા માટે સક્ષમ છે.
રફાલની મારક ક્ષમતા 3700 કિલોમીટર સુધી છે, જ્યારે સ્કાલ્પની રેન્જ 300 કિલોમીટર છે.
વિમાનમાં ફ્યૂલ ક્ષમતા-17000 કિલોગ્રામ છે.
તે એન્ટિ શિપ એટેકથી લઈને પરમાણુ એટેક, ક્લોઝ એર સપોર્ટ અને લેઝર ડાયરેક્ટ લોંગ રેન્જ મિસાઈલ એટેકમાં પણ અવ્વલ છે.
તે 24500 કિલોગ્રામ સુધીનુ વજન લઈ જવા માટે સક્ષમ છે અને 60 કલાકનું વધારાનું ઉડ્ડયન પણ કરી શકે છે.
તેની સ્પીડ 2223 કિલોમીટર પ્રતિ કલાક છે.
ભારતને મળનારા રફાલ જેટમાં થશે આ 6 પરિવર્તન :
ઈઝરાયલી હેલમેટ માઉન્ટેડ ડિસ્પ્લે
રડાર વોર્નિંગ રિસીવર્સ
લૉ બેન્ડ જેમર્સ
10 કલાકની ફ્લાઈટ ડેટા રેકોર્ડિંગ સિસ્ટમ
ઈન્ફ્રા-રેડ સર્ચ
ટ્રેકિંગ સિસ્ટમ