UNમાં ભારતે પાકિસ્તાનને આડે હાથ લીધું-કહ્યું,”અલ કાયદા- ISIS આતંકીઓને પેન્શન આપે છે”
સંયૂક્ત રાષ્ટ્રમાં ભારતે પાકિસ્તાનને સખ્ત વળતો જવાબ આપ્યો છે,શુક્રવારે ઈમરાન ખાને સંયૂક્ત રાષ્ટ્રમાં ભારત પર કાશ્મીરની જનતા પર અત્યાચાર કરવાનો આરોપ લગાવ્યો હતો, ત્યારે શુક્રવારના રોજ ભારતે તેનો મૂહતોડ જવાબ આપ્યો છે.
સંયૂક્ત રાષ્ટ્રમાં ભારતની પ્રથમ સચિવ વિદિશઆ મૈત્રાએ કહ્યું કે ઈમરાન ખાને સંયૂક્ત રાષ્ટ્રમા મંચનો ખોટો ઉપયોગ કર્યો છે,આતંકવાદને લઈને ભારતે પાકિસ્તાન પર અનેક ગંભીરત સવાલ ઉઠાવ્યા છે,વિદિશા મૈત્રાએ કહ્યું કે, શું પાકિસ્તાન આ તથ્યની પૃષ્ઠી કરી શકે કે, તે આજે યૂન દ્વારા ઘોષિત કરવામાં આવેલા 130 આતંકવાદીઓ અને 25 આતંકી સંગઠનોનું ઘર છે.
વિદિશા મૈત્રાએ વધુમાં કહ્યું કે “શું પાકિસ્તાન એ વાતથી સંમત થશે કે વિશ્વની તે એકમાત્ર એવી સરકાર છે કે જે યૂએન દ્વારા પ્રતિબંધિત અલ-કાયદા અને આઇએસઆઈએસના આતંકીઓને પેન્શન આપે છે. શું પાકિસ્તાન સમજાવી શકે છે કે, કેમ અહિયા ન્યૂયોર્કમાં તેમની હબીબ બેંક પર આતંકી ધિરાણ માટે દંડ ફટકારવામાં આવ્યો હતો અને પછી બેંકને બંધ કરવી પડી. ” વિદિશા મૈત્રાએ એમ પણ કહ્યું કે શું પાકિસ્તાન આ વાતનો ઇનકાર કરી શકે કે તે ઓસામા બિન લાદેનનો ખુલ્લો સમર્થક હતો.
ભારતે સંયુક્ત રાષ્ટ્રમાં પાકિસ્તાનમાં લઘુમતીઓ પરના થતા અત્યાચારનો મુદ્દો પણ ઉઠાવ્યો હતો. વિદિશા મૈત્રાએ કહ્યું કે, “પાકિસ્તાનમાં આજે લઘુમતીઓની સંખ્યા માત્ર 3 ટકા બાકી રહી છે, જે 1947 માં 23 ટકા હતી. ખ્રિસ્તીઓ, શીખ, અહમદિયાઓ, હિન્દુઓ, પશ્તૂનો, સિંધીઓ અને બલૂંચોને બદનામી કાયદા દ્વારા ત્રાસ આપવામાં આવી રહ્યો છે. અને ઘર્મ પરિવર્તન કરવાની ફરજ પડવામાં આવી રહી છે