1. Home
  2. revoinews
  3. કાશ્મીર પર અમેરિકાની બેશરમ પાકિસ્તાને સલાહ, ચીનના મુસ્લિમોની વધારે ચિંતા કરો
કાશ્મીર પર અમેરિકાની બેશરમ પાકિસ્તાને સલાહ, ચીનના મુસ્લિમોની વધારે ચિંતા કરો

કાશ્મીર પર અમેરિકાની બેશરમ પાકિસ્તાને સલાહ, ચીનના મુસ્લિમોની વધારે ચિંતા કરો

0
Social Share
  • કાશ્મીર પર પાકિસ્તાનના એજન્ડાની અમેરિકાએ ખોલી પોલ
  • કહ્યુ, કાશ્મીર જેટલી ચિંતા ચીનના મુસ્લિમો માટે પણ પાકિસ્તાન કરે
  • ઉઈગર મુસ્લિમો પરના સવાલ પર ઈમરાનના મોંઢામાં ભરાઈ જાય છે મગ

ન્યૂયોર્ક: કાશ્મીર પર ખોટી વાર્તાઓ સંભળાવી રહેલા પાકિસ્તાનની અમેરિકાએ ઠેકડી ઉડાડી છે. પાકિસ્તાનના બેવડા માપદંડોને ઉજાગર કરતા અમેરિકાએ ક્હ્યુ છે કે તે જેટલી ચિંતા કાશ્મીર પર વ્યક્ત કરી રહ્યા છે, તેટલી ચિંતા ચીનમાં નજરકેદ મુસ્લિમોને લઈને પણ દર્શાવે.

અમેરિકાના એક્ટિંગ આસિસ્ટન્ટ સેક્રેટરી (સાઉથ એન્ડ સેન્ટ્રલ એશિયા) એલિસ વેલ્સે ગુરુવારે આ સવાલ ઉભા કર્યા છે કે પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાનખાન ચીન સંદર્ભે કેમ બોલી રહ્યા નથી, જ્યાં 10 લાખ ઉઈગર અને અન્ય તુર્કી ભાષા બોલનારા મુસ્લિમોને નજરકેદ રાખવામાં આવ્યા છે.

કાશ્મીર પર પાકિસ્તાનના વડાપ્રધાન કથિત ચિંતાને લઈને પુછવામાં આવેલા સવાલના જવાબ આપતે એલિસ વેલ્સે કહ્યુ છે કે હું પશ્ચિમ ચીનમાં નજરકેદ કરવામાં આવેલા મુસ્લિમોને લઈને પણ આવા પ્રકારની ચિંતા વ્યક્ત કરવા ચાહીશ, જે નાઝી શિબિરો પ્રકારની પરિસ્થિતિમાં વસવાટ કરી રહ્યા છે.

તેમણે કહ્યુ કે પાકિસ્તાનને ચીનના મુસ્લિમોની વધારે ચિંતા કરવી જોઈએ, કારણ કે ત્યાં માનવાધિકારોનું ઉલ્લંઘન વધારે થઈ રહ્યું છે. વેલ્સે કહ્યુ છે કે સંયુક્ત રાષ્ટ્ર મહાસભા દરમિયાન ટ્રમ્પ વહીવટીતંત્રે આખા ચીનમાં મુસ્લિમો સાથે જ થઈ રહેલા અત્યાચાર અને ભયાનક પરિસ્થિતિના મુદ્દાને પ્રાથમિકતાથી ઉઠાવ્યો છે.

વેલ્સની પ્રતિક્રિયા એવા સમયે આસામે આવી છે કે જ્યારે પાકિસ્તાન જમ્મુ-કાશ્મીર રાજ્યને વિશેષ દરજ્જો પ્રદાન કરનારા અનુચ્છેદ-370ને સમાપ્ત કરવાના ભારતના નિર્ણય પર દુષ્પ્રચાર કરી રહ્યું છે. તે મુસ્લિમ દાંવ પણ ચાલી રહ્યું છે. તાજેતરમાં પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાનખાને ન્યૂયોર્કની પ્રેસ કોન્ફરન્સમાં કહ્યુ હતુ કે દુનિયા ચુપ છે, કારણ કે મામલો મુસ્લિમોનો છે. જો કે ચીનમાં મુસ્લિમો પર પર થઈ રહેલા અત્યાચારો પર મૌનથી પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાનખાનનો કાશ્મીર મામલે દુષ્પ્રચાર સ્પષ્ટ થઈ જાય છે.

જ્યારે પણ ચીનમાં મુસ્લિમોની પરિસ્થિતિ પર ઈમરાન ખાનને સવાલ કરવામાં આવે છે, તો તેઓ એમ કહીને પાનિયું છોડાવી લે છે કે તેમના ખુદના દેશમાં ઘણી સમસ્યાઓ છે, જેને પર તેમણે ધ્યાન આપવાનું છે.

ગત સોમવારે જ એક થિંક ટેન્કના કાર્યક્રમમાં ઉઈગરોને લઈને પુછવામાં આવેલા સવાલ પર ઈમરાનખાને ટીપ્પણી કરવાનો જ ઈન્કાર કર્યો હતો. તેમણે કહ્યુ હતુ કે પાકિસ્તાનના ચીન સાથે ખાસ સંબંધ છે અને અમે માત્ર અંગતપણે આ મુદ્દા ઉઠાવીશું. બીજી તરફ પાકિસ્તાનના સદાબહાર દોસ્ત ચીને પોતાના દેશમાં થઈ રહેલા લઘુમતીઓ પરના એક્શનને દુનિયાભરના દેશો દ્વારા વખોડવામાં આવે છે.

સંયુક્ત રાષ્ટ્રનું કહેવું છે કે ચીનમાં લગભગ 10 લાખ ઉઈગર અને અન્ય મુસ્લિમોને નજરકેદ કરવામાં આવ્યા છે. આશ્ચર્યની વાત એ છે કે ચીન પોતાના ડિટેન્શન સેન્ટરોને તાલીમ શિબિર ગણાવે છે. તેમનું કહેવું છે કે આ શિબિર દ્વારા તે કટ્ટરપંથને સમાપ્ત કરવાની સાથે જ લોકોની સ્કિલ્સ વધારી રહ્યું છે. તાજેતરમાં અમેરિકાના નેતૃત્વમાં 30થી વધારે દેશોએ શિનજિયાંગ પ્રાંતના ચીન દ્વારા મુસ્લિમો પર થઈ રહેલા અત્યાચારની ટીકા કરી હતી.

LEAVE YOUR COMMENT

Your email address will not be published.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code