- દેશ નેટ એક્સપોર્ટર બન્યો
- મુંબઈમાં છેલ્લા ત્રણ મહિના પછી નોંધાયા માત્ર 700 કેસ
- મુંબઈમાં કોરોના સંક્રમણની ગતિ ધીમી પડી
સમગ્ર દેશમાં કોરોનાનો કહેર વર્તાઈ રહ્યો છે ત્યારે છેલ્લા ઘણા મહિનાથી મહારાષ્ટ્ર રાજ્યનું મુંબઈ મહાનગર કોરોનાનું નવું હોસ્પોટ બન્યુ હતું, પરંતુ હવે છેલ્લા ત્રણ મહિનામાં પ્રથમ વખત એવું બન્યું છે કે,અંહી માત્ર 700 જેટલા જ નવા કોરોનાના દર્દીઓ સામે આવ્યા છે,આ આંકડો જોતા એમ કહી શકાય કે દેશની આર્થિક રાજધાની મુંબઈમાં કોરોનાની ગતિ ધીમી પડી છે,
ત્યારે હવે બીજી તરફ દેશ સ્વદેશી વસ્તુઓ અપનાવી રહ્યો છે અને આત્મનિર્ભરની દિશામાં આગળ વઘી રહ્યો છે, ભારત દેશ હવે નેટ એક્સપોર્ટર બની ચૂક્યો છે.એટલે કે દેશ હવે વિદેશી ચીજ વસ્તુઓની આયાત ખુબ જ નહીવત પ્રમાણમાં કરી રહ્યો છે તેથી વિશેષ કે ભારત હવે નિકાસની દિશામાં ખુબૂ જ ઝડપથી આગળ વધી રહ્યો છે.ભારતમાંથી અનેક ચીજ-વસ્તુઓની માંગણી બીજા દેશ કરી રહ્યા છે ત્યારે ભારત બને ત્યા સુધી સ્વેદેશી વસ્તુઓ જ અપનાવવાના પ્રયત્નમાં છે.જેથી હવે દેશની આર્થિક ગતિ સીધી દિશામાં જોવા મળી રહી છે.
ભારત હવે અનેક ચીજ વસ્તુઓની ખરીદી ઓછી કરી રહ્યું છે તેની સામે વેંચાણ વધુ કરી રહ્યું છે,છેલ્લા ઘણા સમયથી દેશમાં લોકડાઉનના કારણે આર્થિક ગતિવિધિઓ અટકી હતી પરંતુ લોકડાઉનને જ્યારે અનલોક કરીને ખુલ્લુ મૂકવામાં આવ્યું છએ ત્યારથી દેશની ઉત્પાદન ગતિવિધિઓમાં વધારો થયેલો જોઈ શકાય છે,તો બીજી તરફ કોરોના સંક્રમણના જોખમ વચ્ચે પણ ભારત દેશ તેની આર્થિક સ્થિતિને સ્થિર રાખવામાં સફળ બની રહ્યો છે.
દેશની સરકાર દ્રારા જનતા માટે અનેક સુવિધાઓ આપવામાં આવી રહી છે,અનેક અવનવી યોજનાઓ હેઠળ દેશની જનતાને લાભ મળી રહ્યા છે,લોકડાઉન જેવી સ્થિતિમાં સરકાર દ્રારા મફ્ત અનાજનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું,આ સાથે જ આત્મનિર્ભર ભારતની દિશામાં પણ વેગ મળ્યો છે,આ પહેલા જ સેનામાં સ્વદેશી મિસાઈલનો સમાવેશ કરવામાં આવ્યો હતો,જનું નામ ઘ્રુવાસ્ત્ર છે,જે દુશ્મનોની ટેન્કનો સરળતાથી નાશ કરે છે,આ રીતે આ મિસાઈલ પણ સ્વદેશી વસ્તુનું શ્રેષ્ઠ ઉદાહરણ પુરુ પાડે છે.
મોદી સરકાર દ્રારા 59 જેટલી ચાઈનિઝ એપ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો ત્યાર બાદ ફરી 47 જેટલી એપ બેન કરવાની કવાયત હાથ ધરવામાં આવી છે ત્યારે હવે આ ટેકનિકલ બાબતે પણ ભારત આત્મનિર્ભર દિશામાં આગળ વધી રહ્યું છે.ટિકટોક જેવી વિદેશી એપ બંધ થતા જ ભારતીય એપ રોપોસો,મિત્રો અને ચિંગારી જેવી એપ એ સોશિયલ મીડિયામાં પોતાનું સ્થાન બનાવ્યું હતું.
સાહીન-