- દેશ આજે દિવાળીનો તહેવાર ઉજવી રહ્યો છે
- પીએમ મોદી સહીત અનેક નેતાઓએ પાઠવી શુભેચ્છા
- દિવાળીના તહેવાર પર દેશવાસીઓને આપી શુભકામના
દિલ્લી: આજે દેશભરમાં દિવાળીનો તહેવાર ઉજવાઈ રહ્યો છે. આ પ્રસંગે મંદિરો અને ઘરોને દીવડાઓ અને રોશનીથી શણગારવામાં આવે છે. તો, રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ સહિત ઘણા નેતાઓએ દિવાળીના આ શુભ પ્રસંગે રાષ્ટ્રને અભિનંદન પાઠવ્યા છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દિવાળીના તહેવાર પર દેશવાસીઓને શુભેચ્છા પાઠવી છે. તેમણે લોકોના જીવનમાં ખુશી અને સમૃદ્ધિની પ્રાર્થના કરતા પોતાના શુભકામના સંદેશને ટવિટ કર્યું છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરીને દિવાળીના તહેવારની લોકોને શુભેચ્છા પાઠવી અને કહ્યું હતું કે, આ તહેવાર લોકોના જીવનમાં ખુશી અને સમૃદ્ધિ લાવે. લોકોનું જીવન વધુ ઉજવળ બને. તેમણે દેશના દરેક નાગરિકને સ્વસ્થ અને સમૃધ્ધ બને તેવી શુભકામના આપી છે.
सभी देशवासियों को दीपावली की हार्दिक मंगलकामनाएं।
Wishing everyone a Happy Diwali! May this festival further brightness and happiness. May everyone be prosperous and healthy.
— Narendra Modi (@narendramodi) November 14, 2020
દિવાળીની શુભેચ્છા પાઠવતા રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે લોકોને પ્રદૂષણ અંગે સાવચેતી રાખવાની વિનંતી કરી છે. રાષ્ટ્રપતિએ ટ્વિટ કરીને કહ્યું કે, ‘દિવાળીના શુભ પ્રસંગે હું તમામ દેશવાસીઓ અને વિદેશમાં વસતા તમામ ભારતીયોને હાર્દિક અભિનંદન અને શુભેચ્છા પાઠવું છું. હું ઈચ્છું છું કે, સુખ અને પ્રકાશનો આ મહાપર્વ દેશના દરેક ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ લાવે. દિવાળી સ્વચ્છતાનો પણ ઉત્સવ છે, તેથી આપણે પ્રદૂષણ મુક્ત, પર્યાવરણને અનુકૂળ અને સ્વચ્છ દિવાળી ઉજવીને પ્રકૃતિનું સન્માન કરવું જોઈએ.
दीवाली स्वच्छता का भी उत्सव है इसलिए हम प्रदूषण से मुक्त, पर्यावरण के अनुकूल और स्वच्छ दीवाली मनाकर प्रकृति का भी सम्मान करें।
— President of India (@rashtrapatibhvn) November 14, 2020
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે લોકોને શુભેચ્છા આપતા કહ્યું કે, ‘દિવાળીનો આ પવિત્ર પર્વ તમામ દેશવાસીઓના જીવનમાં સુખ અને સમૃદ્ધિ લાવે, દરેકને સારા સ્વાસ્થ્યની પ્રાર્થના કરું છે. દીપોત્સવની હાર્દિક શુભકામનાઓ. ‘
दीपावली का यह पवित्र पर्व सभी देशवासियों के जीवन में सुख और समृद्धि लाए, सभी के उत्तम स्वास्थ्य की कामना करता हूँ।
दीपोत्सव की हार्दिक शुभकामनाएं। pic.twitter.com/xbKReqxV9e
— Amit Shah (@AmitShah) November 14, 2020
આ પહેલા દિવાળીની પૂર્વસંધ્યા પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે દેશવાસીઓને અપીલ કરી કે, આ તહેવારના દિવસે સૈનિકોના સન્માનમાં એક દીવો જરૂરથી પ્રગટાવો. તેમણે કહ્યું કે, સૈનિકોની અનુકરણીય બહાદુરી માટે શબ્દો દ્વારા કૃતજ્ઞતાની લાગણી ન્યાય કરી શકતી નથી.
મોદીએ ટ્વિટ કર્યું, “આ દિવાળીએ આપણે બધા એક દીવો તે સૈનિકોના સન્માનમાં પ્રગટાવીએ જે નિડર થઈને દેશની રક્ષા કરે છે. સૈનિકોની અનુકરણીય બહાદુરી માટે તેમના પ્રત્યે શબ્દોથી કૃતજ્ઞતાની ભાવના તેમને ન્યાય આપી શકતી નથી. અમે સરહદો પર ઉભા રહેલા સૈનિકોના પરિવારજનો માટે પણ આભારી છીએ.’’
_Devanshi