આજના સમયમાં હૃદયથી જોડાયેલી સમસ્યાઓ ખુબ જ વધી રહી છે…બદલાતી જીવનશૈલી અને બહારની ખાણી-પીણીની આદતોના કારણે હૃદયથી જોડાયેલી સમસ્યાઓ સામાન્ય થઇ ગઈ છે..સ્વસ્થ રહેવા માટે ખાણી-પીણીનું વિશેષ ધ્યાન રાખવાની જરૂર છે..બીમારીઓથી દુર રહેવા માટે હૃદયનું સ્વસ્થ રહેવું ખુબ જ જરૂરી છે…આજે અમે તમને જણાવીશું હૃદયને સ્વસ્થ રાખવા માટે ડાયટમાં કંઈ વસ્તુઓને સામેલ કરવી જોઈએ…આ વસ્તુઓનું સેવન કરવાથી હૃદય સ્વસ્થ રહે છે..અને બીમારીઓ ઘણી દુર રહે છે ….
ઓછી ફેટ વાળી વસ્તુઓનું સેવન કરો
હૃદયને સ્વસ્થ રાખવા માટે ઓછી ફેટ વાળી વસ્તુઓને ડાયટમાં સામેલ કરવી જોઈએ..ફળો અને શાકભાજીમાં સેચુરેટેડ ફેટ ખુબ જ ઓછી માત્રામાં જોવા મળે છે..ફળો અને શાકભાજીનું સેવન સ્વાસ્થ્ય માટે ખુબ જ ફાયદાકારક હોય છે….
સુકો મેવો
સુકા મેવાનું સેવન હૃદય માટે ફાયદાકારક હોય છે. હૃદયને સ્વસ્થ્હ રાખવા માટે દરરોજ સુકા મેવાનું સેવન કરવું જોઈએ. નિયમિત રૂપથી માર્યાદિત માત્રામાં સુકા મેવાનું સેવન કરવાથી ઘણી બીમારીઓથી બચી શકાઈ છે..સુકામેવામાં વિટામીન – ઈ, મેંગ્નેશિયમ અને પોટેશિયમની માત્રા વધુ પ્રમાણમાં જોવા મળે છે..જો હૃદયની કોશિકાઓને મજબુત રાખવા અને રક્તના પ્રવાહને સરખી રીતે રાખવામાં મદદ કરે છે..
સોયા પ્રોટીન
સોયા પ્રોટીનનું સેવન હૃદય માટે ફાયદાકારક હોય છે. દરરોજ 15 ગ્રામ સોયા પ્રોટીનનું સેવન કરવાથી કોલેસ્ટ્રોલ કંટ્રોલમાં રહે છે.. હૃદયના દર્દીઓએ પોતાના ડાયટમાં સોયા પ્રોટીનને સામેલ કરવું જોઈએ..
ઓટ્સ
ઓટસનું સેવન સ્વાસ્થ્ય માટે ફાયદાકારક હોય છે..રોજ ૩ ગ્રામ બીટા ગ્લુકનનું સેવન કરવું જોઈએ બીટા ગ્લુકન એક સોલ્યુબલ ફાઈબર છે જે ઓટસમાં મોજુદ હોય છે. હૃદયને સ્વસ્થ રાખવા માટે દરરોજ ઓટ્સનું સેવન કરવું જોઈએ …
મગફળી અને દાળ
હૃદયને સ્વસ્થ રાખવા માટે ડાયટમાં મગફળી અને દાળને સામેલ કરો… મગફળી અને દાળ સ્વાસ્થ્ય માટે ફાયદાકારક હોય છે.. મગફળી અને દાળના સેવનથી પાચન તંત્ર પણ સરખી રીતે કામ કરે છે…
_Devanshi