- દેશના 11 રાજ્યોમાં રિકવરી રેટ 75 ટકાથી પણ વધુ
- છેલ્લા 24 કલાકમાં કુલ 62 હજાર દર્દીઓ થયા સાજા
- વેપારના હબ ગણાતા મુંબઈમાં પણ કોરોનાના કેસમાં જોવા મળ્યો સુધારો
- દેશમાં અત્યEર સુધી 21.57 લાખ જેટલા દર્દીઓ કોરોનાને માત આપી ચૂક્યા છે
સમગ્ર વિશ્વ હાલ કોરોના મહામારીની ઝપેટમાં છે, દિવસે ને દિવસે કોરોનાના સંક્રમિતોની સંખ્યામાં વધારો થતો જોવા મળી રહ્યો છે, જો કે વધતા કેસની સાથે સાથે ભારતમાં રિકવરી રેચ પણ વધેલો જોવા મળે છે, જો કોરોનાના દર્દીઓની સાજા થવાની વાત કરીએ તો છેલ્લા 24 કલાકમાં જ 62 હજાર દર્દીઓ કોરોનાને હરાવી સ્વસ્થ થયેલા જોવા મળ્યા છે.
દેશના કુલ 11 રાજ્યોમાં કોરોનાના દર્દીઓની સાજા થવાની ટકાવારી 75 ટચકાથી પણ વધુ નોંધાઈ છે જેમાં દેશની રાજધાની દિલ્હી મોખરે રહી છે અહી 90 ટકા દર્દીઓ કે જેઓ કોરોનાની સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ હતા તેઓને રજા આપવામાં આવી ચૂકી છે.
મધ્ય પ્રદેશ- અહી હાલ માત્ર 50 ટકા જેટલા એક્ટિવ કેસ સિંગરૌલીમાં જોવા મળે છે,અહીં કેસની સંખ્યા 290થી વધુ છે જેમાં 150 હાલ સારવાર લઈ રહ્યા છે, મધ્ય પ્રદેશના ભિંડમાં સોથી સારો રિકવરી રેટ જોવા મળી રહ્યો છે, કારણ કે અહી કુલ કેસની સંખ્યા 534 હતી જેમાંથી 510 લોકો તદ્દન સાજા થઈ ચૂક્યા છે એમ કહી શકાય કે 95 ટકાથી વધુ દર્દીઓએ કોરોનાને માત આપી છે.
બિહારઃ છેલ્લા 1 દિવસમાં 2 હજાર 400થી પણ વધુ કેસ સામે આવ્યા છે જો કે તેના સામે રિકવરી રેટ પરણ વધેલો જોઈ શકાય છએ, કુલ 3 હજાર 585 દર્દીઓએ કોરોનાને માત આપી છે, રાજ્યના રાજ્યના 13 જિલ્લામાં રિકવરી રેટ 80%થી પણ વધુ જોવા મળ્યો છે।
મહારાષ્ટ્રઃ અહીંયા 24 કલાકમાં સૌથી વધુ 14 હજાર 647 કેસ સામે આવ્યા છે. રાજ્યમાં અત્યાર સુધી 1 લાખ 41 હજાર કેસ માત્ર પૂણેમાં જ નોંધાયા છે.આ જિલ્લામાં સરેરાશ દરરોજ 2 થી 3 હજાર કેસ સામે આવી રહ્યા છે. જો કે, હાલ રાયગઢની સંક્રમણની સૌથી વધુ ટકાવારી 33% છે. એટલે કે અહીંયા દર 100 લોકોની તપાસ પર 33 લોકો સંક્રમિત જોવા મળે છે,જો કે એક સારી બાબત એ પણ છે કે,ગઢચિરૌલીનો રિકવરી રેટ ખુબ સારો છે.
ઉત્તરપ્રદેશઃ આ રાજ્યમાં છેલ્લા બે અઠવાડીયામાં અદાજે 4 હજારથી વધુ કેસ સામે આવ્યા છે જો કે 70% દર્દીઓ સાજા પણ થઈ ચુક્યા છે. આ રાજ્યમાં સૌથી સારો રિકવરી રેટ હાપુડાનો રહ્યો છે જ્યા 91.5% દર્દીએ કોરોનાને હરાવ્યો છે.
સાહીન-