ગૃહમંત્રી અમિત શાહ જલ્દીથી થશે એઈમ્સ હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ

નવી દિલ્લી: ગૃહમંત્રી અમિત શાહએ કોરોનાવાયરસને માત આપી દીધી છે, એઈમ્સ હોસ્પિટલ દ્વારા જાણ કરવામાં આવી છે કે તેઓ કોરોનાવાયરસથી સંક્રમિત થયા હતા પણ હવે તેઓ સ્વસ્થ છે અને જલ્દીથી તેમને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવશે.

એઈમ્સના ચેરપર્સન આરતી વિજ દ્વારા આ જાણકારી આપવામાં આવી છે અને કહેવામાં આવ્યું છે કે ગૃહમંત્રી અમિત શાહને જલ્દીથી ડિસ્ચાર્જ કરવામાં આવશે.

સૂત્રોના કહેવા અનુસાર કોરોનાવાયરસને માત આપ્યા બાદ ગૃહમંત્રી અમિત શાહ જલ્દીથી ઓફિસમાં પરત ફરી શકે છે અને કામગીરી શરૂ કરી શકે છે.

ઉલ્લેખનીય છે કે થોડા દિવસો પહેલા તેઓ ગૃહમંત્રી અમિતશાહ કોરોનાવાયરસથી સંક્રમિત થયા હતા અને તે બાદ તેઓને દિલ્લી એઈમ્સમાં દાખલ કરવામાં આવ્યા હતા.

RELATED ARTICLES

Most Popular