ડૉ. મનમોહન વૈદ્ય, સરકાર્યવાહ, આરએસએસ
ચૂંટણીનો શંખ વાગી ચુક્યો છે. તમામ પક્ષ પોતપોતાની સંસ્કૃતિ અને પરંપરા મુજબ ચૂંટણી ભાષણો પણ આપી રહ્યા છે. એક પક્ષના નેતાએ કહ્યુ કે આ ચૂંઠણીમાં તમારે ગાંધી અથવા ગોડસેની વચ્ચે પસંદગી કરવાની છે. એક વાત મે જોઈ છે. જે ગાંધીજીના અસલી અનુયાયી છે, તેઓ પોતાના આચરણ પર વધારે ધ્યાન આપે છે, તેઓ ક્યારેય ગોડસેનું નામ સુદ્ધાં લેતા નથી. સંઘમાં પણ ગાંધીજીની ચર્ચા તો અનેક વાર થતી જોઈ છે, પરંતુ ગોડસેના નામ પર ચર્ચા મે ક્યારેય સાંભળી નથી. પરંતુ પોતાના રાજકીય સ્વાર્થ માટે ગાંધીજીનું નામ વટાવવા માટે આવા-આવા લોકો ગોડસેનું નામ વાંરવાર લે છે, જેમનું આચરણ અને તેમની નીતિઓનો ગાંધીજીના વિચારોથી દૂર-દૂર સુધી કોઈ સારોકાર દેખાતો નથી. તેઓ તો સરાસર અસત્ય અને હિંસાનો આશ્રય લેનારા અને પોતાના સ્વાર્થ માટે ગાંધીજીનો ઉપયોગ કરનારા જ હોય છે.
એક અખબારના તંત્રીએ, જે સંઘના સ્વયંસેવક પણ છે, કહ્યુ કે એક ગાંધીવાદી વિચારકના લેખ અમારા દૈનિકમાં પ્રકાશિત થઈ રહ્યા છે. આ તંત્રીએ એમ પણ કહ્યુ કે તે ગાંધીવાદી વિચારકે લેખ લખવાની વાત કરતી વખતે એ કહ્યુ હતુ કે સંઘ અને ગાંધીજી વચ્ચેના સંબંધ કેવા હતા, તે હું જાણું છું તેમ છતાં હું અજાણ્યા કેટલાક પાસાઓ સંદર્ભે લખીશ. આ સાંભળીને મેં પ્રશ્ન કર્યો કે સંઘ અને ગાંધીજીના સંબંધ કેવા હતા, આ તે વિચારક ખરેખર જાણે છે? લોકો જાણ્યા વગર, અભ્યાસ કર્યા વગર પોતાની ધારણાઓ બનાવી લે છે. સંઘ સંદર્ભે તો અનેક વિદ્વાન સ્કોલર ગણાતા લોકો પણ પુરું અધ્યયન કરવાનું કષ્ટ ઉઠાવ્યા વગર અથવા, સિલેક્ટિવ અભ્યાસના આધારે અથવા એક વિશિષ્ટ દ્રષ્ટિકોણથી લખેલા સાહિત્યના આધારે જ પોતાના ‘વિદ્વતાપૂર્ણ’ (?) વિચાર વ્યક્ત કરે છે. પરંતુ હકીકત એ છે કે આ વિચારોની સત્ય સાથે કોઈ લેવાદેવા હોતી નથી.
મહાત્મા ગાંધીજીના કેટલાક અભિપ્રાયોથી તીવ્ર અસંમતિ હોવા છતાં પણ સંઘ સાથે સંબંધ કેવા હતા, તેના પર ઉપલબ્ધ જાણકારી પર નજર નાખવી જોઈએ. ભારતની આઝાદી માટે અંગ્રેજો વિરુદ્ધ સંઘર્ષમાં જનાધારને વ્યાપક બનાવવાના શુદ્ધ ઉદેશ્યથી મુસ્લિમોના કટ્ટર અને જેહાદી માનસિકતાવાળા હિસ્સાની સામે તેમની શરણાગતિથી સંમત નહીં થવા છતાં પણ, આઝાદીના આંદોલમાં સર્વ સામાન્ય લોકોના સહભાગી થવા માટે ચરખા જેવા સહજ ઉપલબ્ધ અમોઘ સાધન અને સત્યાગ્રહ જેવી સહજ સ્વીકાર્ય પદ્ધતિ આપી, તે તેમની મહાનતા છે. ગ્રામ સ્વરાજ્ય, સ્વદેશી, ગૌરક્ષા, અસ્પૃશ્યતા નિર્મૂલન વગેરે તેમના આગ્રહના વિષયોથી ભારતના મૂળભૂત હિંદુ ચિંતનથી તેમનો લગાવ અને આગ્રહના મહત્વને કોઈ નકારી શકે નહીં. તેમનું ખુદનું મૂલ્યાધારિત જીવન અનેક યુવક-યુવતીઓને આજીવન વ્રતધારી બનીને સમાજની સેવામાં લાગવાની પ્રેરણા આપનારું હતું.
1921ના અસહયોગ આંદોલન અને 1930ના સવિનય કાનૂન ભંગ આંદોલન- આ બંને સત્યાગ્રહોમાં ડોક્ટર હેડગેવાર સહભાગી બન્યા હતા. આ કારણે તેમને 19 ઓગસ્ટ, 1921થી 12 જુલાઈ, 1922 સુધી અને 21 જુલાઈ, 1930થી 14 ફેબ્રુઆરી, 1931 સુધી બે વખત સશ્રમ કારાવાસની સજા પણ થઈ.
મહાત્મા ગાંધીજીને 18 માર્ચ, 1922ના રોજ છ વર્ષની સજા થઈ. ત્યારથી તેમની મુક્તિ સુધી દર મહીનાની 18મી તારીખને ગાંધી દિન તરીકે મનાવવામાં આવતી હતી. 1922ના ઓક્ટોબર માસમાં ગાંધી દિનના પ્રસંગે આપવામાં આવેલા ભાષણમાં ડોક્ટર હેડગેવારજીએ કહ્યુ હતે કે આજનો દિવસ અત્યંત પવિત્ર છે. મહાત્માજી જેવા પુણ્યશ્લોક પુરુષના જીવનમાં વ્યાપ્ત સદગુણોને શ્રવણ અને ચિંતનો આ દિવસ છે. તેમના અનુયાયી કહેવડાવામાં ગૌરવ અનુભવ કરનારાના માથા પર તો તેમના આ ગુણોનું અનુકરણ કરવાની જવાબદારી વિશેષ કરીને છે.
1934 વર્ધામાં શ્રી જમનાલાલ બજાજને ત્યાં જ્યારે ગાંધીજીનો નિવાસ હતો, ત્યારે નજીકમાં સંઘની શીત શિબિર ચાલી રહી હતી. ઉત્સુકતાવશ ગાંધીજી ત્યાં ગયા, અધિકારીઓએ તેમનું સ્વાગત કર્યું અને સ્વયંસેવકોની સાથે તેમનો વાર્તાલાપ પણ થયો. વાર્તાલાપ દરમિયાન શિબિરમાં અનુસૂચિત જાતિમાંથી પણ સ્વયંસેવક છે, અને તેમને કોઈપણ પ્રકારના ભેદભાવ કર્યા વગર બધાં ભાઈચારાથી સ્નેહપૂર્વક એકસાથે રહે છે, તમામ કાર્યક્રમ સાથે કરે છે, ત્યારે તેમણે ખૂબ ખુશી વ્યક્ત કરી.
સ્વતંત્રતા બાદ જ્યારે ગાંધીજીનો નિવાસ દિલ્હીમાં હરિજન કોલોનીમાં હતો, ત્યારે સામે મેદાનમાં સંઘની પ્રભાત શાખા ચાલતી હતી. સપ્ટેમ્બરમાં ગાંધીજીએ મુખ્ય સ્વયંસેવકો સાથે વાત કરવાની ઈચ્છા વ્યક્ત કરી. તેમને ગાંધીજીએ સંબોધિત કર્યા, વર્ષો પહેલા હું વર્ધામાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના એક શિબિરમાં ગયો હતો. તે સમયે આના સંસ્થાપક શ્રી હેડગેવાર જીવિત હતા. સ્વર્ગીય શ્રી જમાનાલાલ બજાજ મને શિબિરમાં લઈ ગયા હતા અને હું એ લોકના કડક અનુશાસન, સાદગી અને અસ્પૃશ્યતાની પૂર્ણ સમાપ્તિ જોઈ અત્યંત પ્રભાવિત થયો હતો. ત્યારથી સંઘ ઘણો વધી ગયો છે. હું તો હંમેશાથી એ માનું છું કે જે પણ સંસ્થા સેવા અને આત્મત્યાગના આદર્શથી પ્રેરીત છે, તેની શક્તિ વધે જ છે. પરંતુ સાચા સ્વરૂપમાં ઉપયોગી થવા માટે ત્યાગ ભાવની સાથે ધ્યેયની પવિત્રતા અને સાચા જ્ઞાનના સંયોજનની આવશ્યકતા છે. આવો ત્યાગ, જેમાં આ બંને ચીજોનો અભાવ હોય, સમાજ માટે અનર્થકારી સિદ્ધ થાય છે. આ સંબોધન ગાંધી સમગ્ર વાંગમયના ખંડ-89માં 215-217 પૃષ્ઠ પર પ્રકાશિત છે.
30 જાન્યુઆરી, 1948ના રોજ સરસંઘચાલક શ્રીગુરુજી મદ્રાસમાં એક કાર્યક્રમમાં હતા, જ્યારે તેમને ગાંધીજીના નિધનના સમાચાર મળ્યા તેમણે તાત્કાલિક વડાપ્રધાન પંડિત નહેરુ, ગૃહપ્રધાન સરદાર પટેલ અને ગાંધીજીના સુપુત્ર દેવદાસ ગાંધીને ટેલિગ્રામ કરીને શોક સંવેદના મોકલી. તેમા શ્રીગુરુજીએ લખ્યું, પ્રાણઘાતક ક્રૂર હુમલાના ફળસ્વરૂપ એક મહાન વિભૂતિની દુખદ હત્યાના સમાચાર સાંભળીને મને ઘણો આઘાત લાગ્યો. વર્તમાન કઠિન પરિસ્થિતિમાં આનાથી દેશની અપરિમિત હાનિ થઈ છે. અથુલનીય સંગઠકની વિદાયથી જે રિક્તતા પેદા થઈ છે, તેને પૂર્ણ કરવી અને જે ગુરુત્તર ભાર ખભા પર આવી પડયો છે, તેને પૂર્ણ કરવાનું સામર્થ્ય ભગવાન આપણને પ્રદાન કરે.
ગાંધીજી પ્રત્યે સમ્માન સ્વરૂપે શોક વ્યક્ત કરવા માટે 13 દિવસ સુધી સંઘના દૈનિક કાર્યને સ્થગિત કરવાની સૂચના તેમણે દેશભરના સ્વયંસેવકોને આપી. બીજા દિવસે 31 જાન્યુઆરી, 1948ના રોજ શ્રી ગુરુજીએ વડાપ્રધાન અને ગૃહ પ્રધાનને એક વિસ્તૃત પત્ર લખયો તેમા તેઓ લખે છે કે – કાલે ચેન્નઈમાં એક ભયંક વાત સાંભળી કે કોઈ અવિચારી ભ્રષ્ટ હ્રદય વ્યક્તિએ પૂજ્ય મહાત્માજી પર ગોળી ચલાવી તે મહાપુરુષના આકસ્મિક અસામયિક નિધનનું નીરઘૃણ કૃત્ય કર્યું. આ નિંદા કૃત્ય સંસારની સમક્ષ પોતાના સમાજ પર કલંક લગાવનારું થયું છે. આ તમામ જાણકારી જસ્ટિસ ઓન ટ્રાયલ નામના પુસ્તકમાં અને શ્રી ગુરુજી સમગ્રમાં ઉલબ્ધ છે. 6 ઓક્ટોબર, 1969માં મહાત્મા ગાંધીજીની જન્મશતાબ્દીના સમયે મહારાષ્ટ્રના સાંગલીમાં ગાંધીજીની પ્રતિમાનું શ્રી ગુરુજી દ્વારા અનાવરણ કરવામાં આવ્યું. તે સમયે શ્રી ગુરુજીએ કહ્યુ – આજે એક મહત્વપૂર્ણ અને પવિત્ર અવસર પર એકત્રિત થયા છીએ. એકસો વર્ષ આજના દિવસે સૌરાષ્ટ્રમાં એક બાળકનો જન્મ થયો હતો. તે દિવસે અનેક બાળકોનો જન્મ થયો હશે, પરંતુ આપણે તેમની જન્મશતાબ્દી મનાવતા નથી. મહાત્મા ગાંધીજીનો જન્મ સામાન્ય વ્યક્તિની જેમ થયો, પરંતુ તેઓ પોતાના કર્તવ્ય અને અંતકરણના પ્રેમથી પરમશ્રેષ્ઠ પુરુષની કોટિ સુધી પહોંચ્યા. તેમનું જીવન પોતાની સમ્મુખ રાખી, પોતાના જીવનને આપણે તેવી રીતે ઢાળીએ.
તેમના જીવનનું જેટલું વધારેમાં વધારે અનુસરણ આપણે કરી શકીએ, એટલું કરીએ, લોકમાન્યટીળક પછી મહાત્મા ગાંધીએ પોતાના હાથમાં સ્વતંત્રતા આંદોલનના સૂત્ર સંભાળ્યા અને આ દિશામાં ઘણી કોશિશ કરી. શિક્ષિત-અશિક્ષિત સ્ત્રી-પુરુષોમાં આ પ્રેરણા નિર્માણ કરી કે અંગ્રેજોનું રાજ્ય હટવું જોઈએ, દેશને સ્વતંત્ર કરવો જોઈએ અને સ્વના તંત્રથી ચાલવા માટે જે કંઈ મૂલ્ય આપવું પડશે, તે અમે આપીશું. મહાત્મા ગાંધીએ માટીને સોનું બનાવી. સાધારણ લોકોમાં અસાધારણત્વ નિર્માણ કર્યં. આ તમામ વાતાવરણથી જ અંગ્રેજોને હટવું પડયું.
તેઓ કહેતા હતા કે – હું કટ્ટર હિંદુ છું, માટે માત્ર માનવો પર જ નહીં, સંપૂર્ણ જીવમાત્રને પ્રેમ કરું છું. તેમના જીવન અને રાજનીતિમાં સત્ય તથા અહિંસાને જે પ્રધાનતા પ્રાપ્ત થઈ, તે કટ્ટર હિંદુત્વને કારણે જ મળી.
જે હિંદુ ધર્મના સંદર્ભે આપણે આટલું બોલીએ છીએ, તે ધર્મના ભવિષ્ય પર તેમણે ફ્યૂચર ઓફ હિંદુજ્મ શીર્ષક હેઠળ પોતાના વિચાર વ્યક્ત કર્યા છે. તેઓ લખે છે કે –હિંદુ ધર્મ એટલે નહીં થંભનારો, આગ્રહ સાથે વધનારો, સત્યની ખોજનો માર્ગ છે. આજે આ ધર્મ થાકેલો, આગળ જવાની પ્રેણા આપવામાં સહાયક પ્રતીત થતો અનુભવમાં આવતો નથી. તેનું કારણ છે કે આપણે થાકી ગયા છીએ, પરંતુ ધર્મ થાકતો નથી. જે ક્ષણે આપણો થાક દૂર થશે, તે ક્ષણે હિંદુ ધર્મનો મોટો વિસ્ફોટ થશે, જે ભૂતકાળમાં ક્યારેય થયું નથી, એટલા મોટા પરિમાણમાં હિંદુ ધર્મ પોતાના પ્રભાવ અને પ્રકાશથી દુનિયામાં ચમકી ઉઠશે. મહાત્માજીની આ ભવિષ્યવાણી પૂર્ણ કરવાની જવાબદારી આપણી છે.
દેશને રાજકીય સ્વતંત્રતા હોવી જોઈએ, આર્થિક સ્વતંત્રતા હોવી જોઈએ. તેવી રીતે ધાર્મિક સ્વતંત્રતા હોવી જોઈએ કે કોઈ કોઈનું અપમાન કરી શકે નહીં, ભિન્ન-ભિન્ન પંથના, ધર્મના લોકો સાથે-સાથે રહી શકે. વિદેશી વિચારોની ગુલામીમાંથી પોતાની મુક્તિ થવી જોઈએ। ગાંધીની આ શીખ હતી. હું ગાંધીને અનેકવાર મળી ચુક્યો છું. તેમની સથે ઘણી ચર્ચા પણ કરી છે. તેમણે જે વિચાર વ્યક્ત કર્યા, તેના જ અભ્યાસથી હું એ કહી રહ્યો છું. માટે અંતકરણની અનુભૂતિથી મને મહાત્માજી પ્રત્યે નિતાંત આદર છે.
ગુરુજી કહે છે, મહાત્માજી સાથે મારી આખરી મુલાકાત 1947માં થઈ હતી. તે સમયે દેશને આઝાદી મળવાથી શાસન સૂત્ર સંભાળવાને કારણે નેતાગણ ખુશીમાં હતો. તે વખતે દિલ્હીમાં હુલ્લડો થઈ ગયા. હું તે સમયે શાંતિ સ્થાપિત કરવાનું કામ કરી રહ્યો હતો. ગૃહ પ્રધાન સરદાર પટેલ પણ કોશિશ કરી રહ્યા હતા અને તે કામમાં તેમને સફળતા મળી. આવા વાતાવરણમાં મારી મહાત્મા ગાંધી સાથે મુલાકાત થઈ હતી.
મહાત્માજીએ મને કહ્યું- જોવો આ શું થઈ રહ્યું છે?
મે કહ્યુ- આ આપણું દુર્ભાગ્ય છે. અંગ્રેજ કહેતા હતા કે અમારા જવા પર તમે લોકો એકબીજાના ગળા કાપશો. આજે પ્રત્યક્ષ રીતે તે થઈ રહ્યું છે. દુનિયામાં આપણી ફજેતી થઈ રહી છે. તેને રોકવી જોઈએ.
ગાંધીજીએ તે દિવસે પોતાની પ્રાર્થના સભામાં મારા નામનો ઉલ્લેખ ગૌરવપૂર્ણ શબ્દોમાં કર્યો, મારા વિચાર લોકોને જણાવ્યા અને દેશની થઈ રહેલી ફજેતી રોકવા માટે પ્રાર્થના કરી. તે મહાત્માના મુખથી મારો ગૌરવપૂર્ણ ઉલ્લેખ થયો, આ મારું સૌભાગ્ય હતું. આ સારા સંબંધોથી જ હું કહુ છું કે આપણે તેનું અનુસરણ કરવું જોઈએ.
હું જ્યારે વડોદરામાં પ્રચારક હતો, ત્યારે (1987-90) સહસરકાર્યવાહ શ્રી યાદવરાવ જોશીનું વડોદરામાં વ્યાખ્યાન હતું. તેમાં શ્રી યાદવરાવજીએ મહાત્મા ગાંધીજીનો ઘણાં સમ્માન સાથે ઉલ્લેખ કર્યો. વ્યાખ્યાન બાદ કાર્યાલયમાં એક કાર્યકર્તાએ તેમને પુછું કે આજે તમે મહાત્મા ગાંધીજીનો જે ઉલ્લેખ કર્યો તે શું મનથી કર્યો હતો? તેના પર યાદવરાવજીએ કહ્યુ કે મનમાં નહીં હોવા છતાં પણ માત્ર બોલવા માટે બોલું તેવો કોઈ રાજકીય નેતા નથી. જે કહું છું તે મનથી જ કહું છું. પછી તેમણે સમજાવ્યું કે જ્યારે કોઈ વ્યક્તિનો આપણે આદર-સમ્માન વ્યક્ત કરી છીએ, તેનો અર્થ એ નથી કે તેમના તમામ વિચારોથી આપણે સંમત હોઈએ છીએ. એક વિશિષ્ટ પ્રભાવી ગુણ માટે આપણે તેમને યાદ કરીએ છીએ, આદર્શ માનીએ છીએ. જેવું પિતામહ ભીષ્મને આપણે તેમની કઠોર પ્રતિજ્ઞાની દ્રઢતા માટે અવશ્ય સ્મરણ કરીએ છીએ, પરંતુ રાજસભામાં દ્રૌપદીના વસ્ત્રાહરણ સમયે તેઓ તમામ અન્યાય મૌન થઈને જોતા રહ્યા, તેનું સમર્થન આપણે કરી શકીએ નહીં. તેવી રીતે કટ્ટર અને જેહાદી મુસ્લિમ નેતૃત્વ સંદર્ભે ગાંધીજીના વ્યવહાર સંદર્ભે ઘોર અસંમતિ છતાં, સ્વતંત્રતા આંદોલનમાં જનસામાન્યના સહભાગી થવા માટે તેમના દ્વારા આપવામાં આવેલા અવસર, સ્વતંત્રતા માટે સામાન્ય લોકોમાં તેમના દ્વારા પ્રજ્વલિત કરવામાં આવેલી જ્વાળા, ભારતીય ચિંતન પર આધારીત તેમના અનેક આગ્રહના વિષય, સત્યાગ્રહના માધ્યમથી વ્યક્ત કરવામાં આવેલો જનાક્રોશ – આ તેમું યોગદાન નિશ્ચિતપણે વખાણવા લાયક અને પ્રેરણાદાયી છે.
આ તમામ તથ્યોને ધ્યાનમાં લીધા વગર સંઘ અને ગાંધીજીના સંદર્ભે ટીપ્પણી કરવી અસત્ય અને અયોગ્ય જ કહી શકાય છે.
(સૌજન્ય: સ્વદેશ ઈન્દૌર)