1. Home
  2. revoinews
  3. SBIના ગ્રાહકો માટે ખુશ ખબરઃ1લી ઓક્ટોબરથી કેટલીક સેવા મફત,સર્વિસ ચાર્જમાં પણ ઘટાડો
SBIના ગ્રાહકો માટે ખુશ ખબરઃ1લી ઓક્ટોબરથી કેટલીક સેવા મફત,સર્વિસ ચાર્જમાં પણ ઘટાડો

SBIના ગ્રાહકો માટે ખુશ ખબરઃ1લી ઓક્ટોબરથી કેટલીક સેવા મફત,સર્વિસ ચાર્જમાં પણ ઘટાડો

0
Social Share
  • SBIના ગ્રાહકોને મળશે રાહત
  • સર્વિસ ચાર્જમાં થશે ઘટાડો
  • ટ્રાંજેક્શન સેવા થશે ફ્રી
  • 1લી ઓક્ટોબરથી નવા નિયમો લાગુ
  • માસિક રકમ જાળવી રાખવાની જંઝટમાંથી મળશે છૂટકારો
  • એટીએમ ચાર્જમાં પણ થશે બદલાવ

વિશ્વની સૌથી મોટી બેંક ‘સ્ટેટ બેંક ઑફ ઈન્ડિયા’ તેના સર્વિસ ચાર્જમાં ઘટાડો કરવા જઈ રહી છે તે ઉપરાંત એસબીઆઈના ગ્રાહકોને ઓછામાં ઓછું ખાતામાં રાખવામાં આવતુ બેલેન્સની માથાકૂટમાંથી છૂટકારો આપશે. યોજના મુજબ બેંક ખાતામાં મંથલી એવરજ બેલેન્સ નહી જાળવીરાખવાના ચાર્જમાં 80 ટકા સુધીનો ઘટાડો કરવામાં આવશે.તે ઉપરાંત NEFT અને RTGS જેવા ડિઝિટલ મૉડના માધ્યમથી ટ્રાન્જેંક્શન પણ સસ્તુ કરાશે,અંગ્રેજી વેબસાઈટ ફાઈનાન્શિયલ ક્સપ્રેસના જણાવ્યા મુજબ SBIના નવા સર્વિસ ચાર્જ 1લી ઓક્ટોબરથી લાગુ કરવામાં આવશે.

મિનિમમ મંથલી વરેજ બેલેન્સ ન જાળવી રાખવા પર પેનલ્ટી

મેટ્રો શહેરો અને પૂર્ણ શહેરી વિસ્તારોમાં હાલમાં એસબીઆઈ બ્રાંચની બેંકમાં ખાતા ખોલાવનારા માટે 5 હજાર અને 3 હજાર રુપિયા સુધી મંથલી બેલેન્સ રાખવુ જરુરી છે

1લી ઓક્ટોબરથી આ બેલેન્સ ઘટીને આ બન્ને વિસ્તારો માટે 3000 રુપિયા થઈ શકે છે,કોઈ પણ ગ્રાહકના ખાતાનું ઓછામાં ઓછુ બેલેન્સ 3 હજાર રુપિયાથી 75 ટકાથી ઓછુ હશે તો પેનલ્ટી 15 રુપિયા લાગી શકે છે, તે ઉપરાંત જીએસટી પણ લાગી શકે,જેમ કે 80 રુપિયા +  GST

NEFT/ RTGS ચાર્જ

એસબીઆઈ ડિઝિટલ માધ્યમથી RTGS અને NEFTના માફરત કરવામાં આવતા ટ્રાંજેક્શન ચાર્જને ફ્રી કરી ચુકી છે, જેનો અમલ 1લી જુલાઈથી થઈ ચૂક્યો છે,તે સાથે જ એસબીઆઈ બ્રાંચમાં NEFT/ RTGSના માધ્યમથી કરવામાં આવતી લેવડ-દેવડની રકમ પણ ઘટડવામાં આવી છે.


1લી ઓક્ટોબરથી બ્રેક બ્રાંચમાં NEFT/ RTGS થી કરવામાં આવતી લેવડ-દેવડમાં 10 હજાર રુપિયા સુધી કોઈ ચાર્જ લેવામાં નહી આવે.

 એસબીઆઈના એટીએમ ચાર્જ પણ 1લી ઓક્ટોબરથી બદલાય શકે છે,કસ્ટમર શહેરોના એસબીઆઈ એટીએમમાં વધુમાં વધુ  10 વખત ડેબિટ ટ્રાંજેક્શન કરી શકાશે ત્યારે બીજી જગ્યાઓ પર વધુમાં વધુ 12 ટ્રાંજેક્શન ફ્રી કરવામાં આવશે.

ચેકબુક માટેનો ચાર્જ– સેવિંગ્સ બેંક અકાઉન્ટ રાખનારા ગ્રાહકો માટે એક નાણાંકિય વર્ષમાં 10 ચેક ફ્રી હશે,ત્યાર બાદ 10 ચેક વાળી ચેકબુક 40 રુપિયા+જીએસટી અને 25 ચેક વાળી ચેકબુક માટે 75 રુપિયા+જીએસટી ચાર્જ લેવામાં આવશે, તો વળી સીનિયર સિટિઝન અને પૈકેજ અકાઉન્ટ્સ માટે આ સુવિધા ફ્રી રાખવામાં આવશે.

tags:

LEAVE YOUR COMMENT

Your email address will not be published.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code