ગુજરાતના 4 ટોચના પ્રદુષિત શહેરો હવે પ્રદુષણ મૂક્ત બનશે-કેન્દ્ર સરકાર કરશે મદદ
- ગુજરાતના 4 ટોચના પ્રદુષિત શહેરો હવે પ્રદુષણ મૂક્ત બનશે
- અમદાવાદ,સુરત,રાજકોટ અને વદાડરા પ્રદુષિત શહેરોમાં સમાવેશ
સમગ્ર દેશમાં કોરોના મહામારી વર્તાઈ રહી છે તો બીજી તરફ વાયુ પ્રદુષણને લઈને ચિંતા વ્યાપી છે,એક તરફ દિવાળીનો તહેવાર નજીક હોવાથી હવામાં પ્રદુષણ વધવાનો કહેર પણ વર્તાઈ રહ્યો છે,
સમગ્ર પ્રદૂષણની દ્રષ્ટિએ ગુજરાતના ચાર ટોચના શહેરોને નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલે સૌથી વધુ પ્રદૂષિત શહેરો તરીકે જોહેર કર્યા છે. જેના કારણે હવે રાજ્ય સરકારે હવે સમય મર્યાદામા ફટાકડા ફોડવાની મંજુરી આપી છે. ટોચના પ્રદુષિત ચાર શહેરોમાં અમદાવાદ પ્રથમ સ્થાને છે, બીજા સ્થાને સુરત ,ત્રીજા સ્થાને રાજકોટ અને ચોથા સ્થાન પર છેલ્લા ચોથા સ્થાન પર વડોદરાનો સમાવેશ થાય છે.
ગુજરાતના ટોચના આ 4 પ્રદુષિત શહેરો માટે કેન્દ્ર સરકારે 202.5 કરોડની ગ્રાન્ટ મંજૂર દીધી છે. ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડને આ ફંડ મોકલીને તેનો સારો ઉપયોગ પ્રદુષણ ઘટાડવાને લઈને કરવાની જવાબદારી આપી છે.
સરકાર તરફથી પ્રદુષણને નાથવા માટે આપવામાં આવેલી ગ્રાન્ટનો પ્રથમ હપ્તો મળી ચૂક્યો છે, આ માટે શહેરોના કોર્પોરેશનને વાયુ પ્રદુષણ ઘટાડવા અંગે અને તેમાં સુધારા અંગેની જવાબદારી સોંપવામાં આવી રહી છે.કેન્દ્ર સરકારે આપેલી ગ્રાન્ટમાંથી 24 કલાક કાર્યરત રહીને પ્રદૂષણની માત્રા માપી શકાય એવા મશીનો પર્યાપ્ત માત્રામાં લાવવામાં આવશે.
સાહીન-