ગુજરાત એટીએસ અને યુપી એસટીએફ દ્વારા કચ્છ જિલ્લાના અબડાસામાં એક યુવકની અટકાયત કરીને તેની પૂછપરછ હાથ ધી છે. આશંકા વ્યક્ત કરવામાં આવી છે કે આ ઝડપાયેલો યુવક ભારતીય સેનાની હિલચાલની જાણકારી પાકિસ્તાનને આપતો હતો.
અબડાસામાં ઝડપેયાલા યુવાનના તાર પાકિસ્તાની જાસૂસી સંસ્થા આઈએસઆઈ સાથે સંકળાયેલા હોવાની એજન્સીઓને આશંકા છે. આ શખ્સ સેનાના જવાનોને હનીટ્રેપમાં ફસાવાનું ષડયંત્ર રચતો હોવાની પણ આશંકા છે. આ મામલામાં યુવાનની પૂછપરછ શરૂ કરવામાં આવી છે.
યુપીની એસટીએફે સેનાના જવાનોને હની ટ્રેપમાં ફસાવવાના રેકેટને ઝડપી પાડયું હતું અને તેના તાર ગુજરાત સુધી જોડાયેલા હોવાનું ઉજાગર થયું છે.
અબડાસાનો અટકાયત કરાયેલો શખ્સ આ હનીટ્રેપમાં પણ સામેલ હોવાનું યુપી એસટીએફની તપાસમાં ખુલ્યું હતું. તેના પછી યુપી એસટીએફ અને ગુજરાત એટીએસની ટુકડીએ સંયુક્ત કાર્યવાહી કરીને અબડાસામાં આરોપી શખ્સની અટકાયત કરી છે અને તેની પૂછપરછ હાથ ધરી છે.