થિમ્પૂ: વિદેશ પ્રધાન એસ. જયશંકરે ભૂટાન નરેશ જિગ્મે ખેસર નામગ્યાલ વાંગચુક સાથે મુલાકાત કરી અને તેમને કહ્યુ હતુ કે વિશેષ દ્વિપક્ષીય મિત્રતાને હંમેશા હિમાલયના દેશના રાષ્ટ્રધ્યક્ષના પ્રબુદ્ધ માર્ગદર્શનનો લાભ મળ્યો છે. જયશંકરે વિદેશ પ્રધાન તરીકે 30 મેના રોજ કાર્યભાર સંભાળ્યો હતો. મંત્રાલયના કાર્યભારને સંભાળ્યા બાદ તેઓ પોતાની પહેલી વિદેશ યાત્રા હેઠળ શુક્રવારે ભૂટાન પહોંચશે. વિદેશ પ્રધાને શુક્રવારે ટ્વિટ કર્યું કે ભૂટાન નરેશ જિગ્મે ખેસર નામગ્યાલ વાંગચુક સાથે મુલાકાતનું સૌભાગ્ય પ્રાપ્ત થું. ભારત અને ભૂટાન વચ્ચે વિશેષ મિત્રતાને હંમેશા જ ડ્રક ગ્યાલપોસ (ભૂટાનના રાષ્ટ્રાધ્યક્ષ)ના પ્રબુદ્ધ માર્ગદર્શનથી લાભ મળ્યો છે.
તેમણે ટ્વિટ કર્યું છે કે બેહદ વિનીત ભૂટાનના મહારાણી ગ્યાલત્સુએન સાથે પણ મુલાકાતનું સૌભાગ્ય મળ્યું. ડ્રક ગ્યાલસીથી પણ વાતચીત થઈ. જયશંકરે શુક્રવારે ભૂટાનના વડાપ્રધાન લોટે શેરિંગ સાથે પણ મુલાકાત કરી અને દ્વિપક્ષીય સંબંધોના મહત્વના તત્વો પર ચર્ચા કરી છે. તેમણે પોતાના ભૂટાની સમકક્ષ ટાંડી દોરજી સાથે પણ વાતચીત કરી છે અને વિકાસ ભાગીદારી તથા હાઈડ્રોપાવર પર ભાર મૂકવાની સાથે પારસ્પરીક હિતોના મુદ્દા પર પણ ચર્ચા કરી હતી. શનિવારે જયશંકર ભારત આવવા માટે રવના થયા હતા.
વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવીશ કુમારે શનિવારે ટ્વિટ કરીને કહ્યુ હતુ કે ભૂટાન સામ્રાજ્યની એક દિવસીય યાત્રા પુરી કર્યા બાદ વિદેશ પ્રધાન ડૉ. એસ. જયશંકરને ભૂટાનના વિદેશ પ્રધાન ટાંડી દોરજીએ વિદાય આપી હતી. આ પ્રવાસ બંને દેશોને નજીક લાવ્યો છે અને તેણે ભારતની પાડોશી પ્રથમની નીતિ પ્રત્યે પોતાની નિષ્ઠાને રેખાંકીત કરી છે.
ભૂટાન ભારતનું નજીકનું મિત્ર દેશ છે. બંને દેશો વચ્ચે દ્વિપક્ષીય સંબંધ ગત કેટલાક વર્ષોમાં વધુ સારા થયા છે. 2014માં વડાપ્રધાન તરીકે કાર્યભાર સંભાળ્યા બાદ નરેન્દ્ર મોદીની પહેલી વિદેશ યાત્રા ભૂટાનની જ હતી.