1. Home
  2. “મોદી ફરીથી ચૂંટાય તો બળવો એક સારો વિકલ્પ”બકવાસને 2014માં AAPમાં જોડાનારા જનરલ પનાગનું પ્રોત્સાહન

“મોદી ફરીથી ચૂંટાય તો બળવો એક સારો વિકલ્પ”બકવાસને 2014માં AAPમાં જોડાનારા જનરલ પનાગનું પ્રોત્સાહન

0
Social Share

ભારતમાં લોકશાહીના સૌથી મોટા પર્વ લોકસભાની ચૂંટણીના છ તબક્કા પૂર્ણ થયા છે અને સાતમા તબક્કા માટે 19મી મેના રોજ મતદાન થવાનું છે. ત્યારબાદ 23 મેના રોજ મતગણતરી બાદ પરિણામ જાહેર થવાનું છે. પરંતુ ભારતમાં લોકશાહી, હિંદુફોબિક અને સ્યૂડો સેક્યુલર બુદ્ધિજીવી-બુદ્ધિપરોપજીવીઓ અને કથિત એક્ટિવિસ્ટો જાતભાતના નિવેદનો કરી રહ્યા છે. 23મી મેએ શું પરિણામ આવશે, તેને લઈને ભારતના હિંદુફોબિક લોબિસ્ટોના ચહેરાઓ શંકા-કુશંકાથી આચ્છાદિત છે. મોદીના ટેકેદારો  કરતા મોદીને ધિક્કારનારાઓ તેમના ફરીથી સત્તામાં આવવાને લઈને શક્યતાઓ વચ્ચે પોતાના મગજ પરનો કાબુ ગુમાવી રહ્યા છે.

ત્યારે દુનિયાની પ્રોફેશનલ આર્મીમાંથી એક ભારતીય સેનાના એક ભૂતપૂર્વ લેફ્ટિનેન્ટ જનરલ એચ. એસ. પનાગે બેફામ કહી શકાય તેવું નિવેદન કર્યું છે. લેફ્ટિનેન્ટ જનરલ એચ. એસ. પનાગે સૂચન કર્યું છે કે જો પીએમ મોદી ફરીથી સત્તામાં આવે, તો બળવો સારો વિકલ્પ બની શકે છે.

પહેલા તેમણે ટ્વિટર પર લેફ્ટિસ્ટ પ્રોપેગેન્ડા વેબસાઈટ ધ વાયરનો એક આર્ટિકલ The Great Divider of India is Now Dividing its Armed Forces- શેયર કર્યો હતો. આ આર્ટિકલ ટાઈમ મેગેઝીનના હિંદુફોબિક આર્ટિકલનું વિસ્તરણ છે.

તેમના ટ્વિટ પર પ્રતિક્રિયા આપતા ટ્વિટર યૂઝરે પોતાની ચિંતા વ્યક્ત કરતા જણાવ્યુ હતુ કે જો 23મી મેએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરીથી સત્તામાં આવે છે, તો તેમને હટાવવા માટે ક્રાંતિ, કદાચ બળવો જરૂરી છે. સેવાનિવૃત્ત સૈન્ય અધિકારી લેફ્ટિનન્ટ જનરલ પનાગે ટ્વિટર યૂઝરના દ્રષ્ટિકોણને ઈન્કિલાબ લખીને પ્રોત્સાહીત કર્યો છે.

જો કે લોકશાહી ઢબે ચૂંટાયેલી સરકાર પોતાને નહીં ગમતી હોવાના કારણે તેની સામે સામે બળવાને પ્રોત્સાહીત કરતું ટ્વિટ તેમણે ડિલિટ કર્યું હતું. લેફ્ટિનેન્ટ જનરલ પનાગે બાદમાં પોતાની વાતને ફેરવી તોળીને આધુનિક સંદર્ભમાં ઈન્કિલાબની પરિભાષા સમજાવવાની કોશિશ કરી હતી.

તેમણે ટ્વિટર યૂઝરની બળવાવાળી ટીપ્પણીને યોગ્ય ઠેરવવાની કોશિશ કરી અને ભગતસિંહના સૂત્ર ઈન્કિલાબ જિંદાબાદનો ઉપયોગ કરવાનો તેમનો વાસ્તવિક મતલબ શું હતો તે જણાવ્યું હતું. પરંતુ અહીં વિરોધાભાસ એ છે કે ભગતસિંહે બળજબરીથી સત્તા પર રહેલા સામે ક્રાંતિની આગેવાની કરી હતી અને લેફ્ટિનેન્ટ જનરલ એચ. એસ. પનાગે લોકશાહી ઢબે ચૂંટાયેલી સરકાર સામે કથિત ઈન્કિલાબની વાત કરી હતી.

જો કે આ પહેલીવાર નથી કે જ્યારે આ એક્સ સર્વિસમેને પોલિટિકલ પોઈન્ટ્સ સ્કોર કરવા માટે આવી હરકત કરી હોય. ઓક્ટોબર-2017માં ભારતીય વાયુસેનાનું એક ચોપર અરુણાચલ પ્રદેશના દુર્ગમ વિસ્તારોમાં ક્રેશ થયું હતું. શહીદોના મૃતાવશેષોને એરલિફ્ટ કરવામાં આવ્યા હતા. ત્યારે લેફ્ટિનેન્ટ જનરલ પનાગે ગેરમાર્ગે દોરતી કોફીનની તસવીરો શેયર કરીને સરકાર અને સેના જાણીજોઈને શહીદોનું અપમાન કરી રહી હોવાનું દર્શાવવાની કોશિશ કરી હતી. લેફ્ટિનેન્ટ જનરલ પનાગ ખુદ ભારતીય સેનામાં મોટી જવાબદારીઓ નિભાવી ચુક્યા છે.

21 ડિસેમ્બર-1969ના રોજ પનાગ શીખ રેજીમેન્ટની ચોથી બટાલિયનમા કમિશન ઓફિસર તરીકે સામલે થયા હતા. તેઓ ઈન્ફન્ટ્રી બ્રિગેડ, 31 આર્મ્ડ ડિવિઝનને કમાન્ડ કરી ચુક્યા છે. સધર્ન કમાન્ડના સ્ટ્રાઈક ફોર્મેશન Commanded XXI Corpsનું પણ નેતૃત્વ કરી ચુક્યા છે. તેઓ નોર્ધન અને સેન્ટ્રલ કમાન્ડના જીઓસી પણ રહી ચુક્યા છે. લેફ્ટિનેન્ટ જનરલ એચ. એસ. પનાગ સેનાના મુખ્યમથક ખાતે પર્સપેક્ટિવ પ્લાનિંગના એડિશનલ ડાયરેક્ટર જનરલ તરીકે કાર્યરત હતા. તેઓ 31 ડિસેમ્બર-2008ના રોજ રિટાયર થયા અને બાદમાં Armed Forces Tribunalની ચંદીગઢ બેચમાં જૂન-2009માં પ્રશાસનિક સદસ્ય તરીકે નિયુક્તિ પામ્યા હતા. આર્મ્ડ ફોર્સિસ ટ્રિબ્યૂનલમાંથી નિવૃત્ત થયા બાદ જાન્યુઆ-2014માં તેઓ આમ આદમી પાર્ટીના સદસ્ય બન્યા હતા. 2014માં તેમની પુત્રી ગુલ પનાગ માટે આમ આદમી પાર્ટી તરફથી લેફ્ટિનેન્ટ જનરલ એચ. એસ. પનાગ પ્રચાર પણ કરી ચુક્યા છે. જો કે 2014માં ગુલ પનાગની ભાજપના કિરણ ખેર સામે હાર થઈ હતી.

LEAVE YOUR COMMENT

Your email address will not be published.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code