કલમ-370 હટાવવી ભારતનો આંતરીક મામલો
જમ્મુ-કાશ્મીર મામલે પાકિસ્તાનને આંચકો
યુરોપિયન થિંક ટેંકનું ભારતના પગલા સમર્થન
નવી દિલ્હી: જમ્મુ-કાશ્મીરમાંથી અનુચ્છેદ-370ના હટાવાયા બાદ પાકિસ્તાન ચચરાટ અનુભવી રહ્યું છે. પાકિસ્તાનના સત્તાધીશ દુનિયાના તમામ મંચો પર જઈને હસ્તક્ષેપની નિષ્ફળ કોશિશ કરી રહ્યા છે. પરંતુ તેમના હાથમાં માત્ર નિષ્ફળતા જ લાગી રહી છે. પાકિસ્તાનને હવે આઈનો દેખાડતા યુરોપિયન થિંક ટેન્કે પણ સ્પષ્ટ કર્યું છે કે અનુચ્છેદ-370ને હટાવવી ભારતનો આંતરીક મામલો છે.
યુરોપની થિંક ટેન્ક વોકલ યુરોપ અને યુરોપિયન કમિશનના ભૂતપૂર્વ નિદેશક બ્રાયન ટોલે કહ્યુ છે કે જમ્મુ-કાસ્મીરમાંથી અનુચ્છેદ-370ને હટાવવાથી વિસ્તારમાં શાંતિ અને સમૃદ્ધિ આવશે. વોકલ યુરોપના ચેરમેન એચ. મોલોસીએ પણ કહ્યુ છે કે પુલવામા આતંકી હુમલા બાદ ભારત આતંકની ચાદરમાં લપેટાઈ ગયું હતું. તેવામાં જમ્મુ-કાશ્મીરના સંદર્ભે ઐતિહાસિક નિર્ણય કરવાની જરૂરત હતી. અનુચ્છેદ-370ને હટાવવી આ દિશામાં સારું પગલું છે. આ નિર્ણય બાદ નિશ્ચિતપણે કાશ્મીરમાં શાંતિ આવશે. તેની સાથે જ તેમણે કહ્યુ છે કે આશા છે કે ભારત સરકાર ત્યાં ઘણી ઝડપથી ચૂંટણી પણ કરાવશે.
બ્રાયન ટોલે કહ્યુ છે કે જો ઐતિહાસિક અને કાયદાકીય રીતે જોવામાં આવે, તો ગિલગિટ અને બાલ્તિસ્તાન પણ ભારતના ભાગ છે. તેઓ કહે છે કે આ એક એવો વિસ્તાર છે કે જ્યાં આર્થિક વિકાસનો મોકો દરેકને મળવો જોઈએ. ગિલગિત-બાલ્તિસ્તાનમાં લોકોને જે મોકો મળવો જોઈતો હતો તે મળ્યો નથી. ભારત સરકારે જમ્મુ-કાશ્મીરના સંદર્ભમાં જે નિર્ણય કર્યો છે, તેનાથી સ્પષ્ટ છે કે ત્યાં ગત 70 વર્ષમાં વિકાસ થયો નથી. તેવામાં કોઈપણ સાર્વભૌમ રાષ્ટ્રનો અધિકાર છે કે તે પોતાની ભૌગોલિક સીમાના વિકાસ માટે નિર્ણય લઈ શકે છે. આવા પ્રકારની સૂરતમાં કોઈ અન્ય દેશના હસ્તક્ષેપ કરવાનો કોઈ કાયદાકીય અને નૈતિક આધાર નથી.