1. Home
  2. revoinews
  3. એરસ્ટ્રાઈક વધુ વેધક બનશે : પોખરણમાં સુખોઈ-30એમકેઆઈ દ્વારા ઈઝરાયલી સ્પાઈસ બોમ્બના દેશી વર્ઝનનું સફળ પરીક્ષણ
એરસ્ટ્રાઈક વધુ વેધક બનશે : પોખરણમાં સુખોઈ-30એમકેઆઈ દ્વારા ઈઝરાયલી સ્પાઈસ બોમ્બના દેશી વર્ઝનનું સફળ પરીક્ષણ

એરસ્ટ્રાઈક વધુ વેધક બનશે : પોખરણમાં સુખોઈ-30એમકેઆઈ દ્વારા ઈઝરાયલી સ્પાઈસ બોમ્બના દેશી વર્ઝનનું સફળ પરીક્ષણ

0
Social Share

પાકિસ્તાનના બાલાકોટમાં આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદના ઠેકાણાઓ પર હુમલામા વપરાયેલા ઈઝરાયલી બનાવટના સ્પાઈસ બોમ્બના દેશી વર્ઝનનું ભારતે સફળ પરીક્ષણ કર્યું છે. ડીઆરડીઓ દ્વારા રાજસ્તાનના પોખરણમાં સુખોઈ-30એમકેઆઈ યુદ્ઘવિમાન દ્વારા 500 કિલોગ્રામી શ્રેણીના ગાઈડેડ બોમ્બને છોડવામાં આવ્યો હતો. આ બોમ્બ દેશમાં જ વિકસિત કરવામાં આવ્ય છે અને તે સ્પાઈસ બોમ્બથી વધુ ઘાતક છે.

સંરક્ષણ મંત્રાલયે કહ્યું છે કે ગાઈડેડ બોમ્બે સફળતાપૂર્વક રેન્જ પ્રાપ્ત કરતા લક્ષ્ય પર સટીક નિશાન સાધ્યું છે. મંત્રાલયે એક નિવેદનમાં કહ્યું છે કે બોમ્બ છોડવાના પરીક્ષણ દરમિયાન મિશનના તમામ ઉદેશ્યોને પૂર્ણ કરવામાં આવ્યા છે. આ પ્રણાલી વિભિન્ન યુદ્ધક હથિયારોને લઈ જવામાં સક્ષમ છે.

ડીઆરડીઓના આ 500 કિલોગ્રામ વજનના દેશી ગાઈડેડ બોમ્બને જોધપુરથી ઉડાણ ભરનારા સુખોઈ-30એમકેઆઈ યુદ્ધવિમાન દ્વારા 30 કિલોમીટર પહેલા છોડવામાં આવ્યો હતો. આ બોમ્બ તેના પૂર્વનિર્ધારીત લક્ષ્યાંક પર ત્રાટક્યો હતો. આ સ્માર્ટ ગાઈડેડ બોમ્બ દુશ્મના વિસ્તારની એરફીલ્ડને તબાહ કરવાની સાથે દુશ્મના ઠેકાણાઓને નજીકથી નષ્ટ કરી શકે છે.

આ ગાઈડેડ બોમ્બના મળવાથી એરફોર્સની મારક ક્ષમતા ઘણી વધી જશે. આ બોમ્બને ડીઆરડીઓની હૈદરાબાદ ખાતેની લેબોરેટરીમાં બનાવવામાં આવ્યો છે. આગામી દિવસોમાં આનાથી બેગણા વધુ વજનનો બોમ્બ વિકસિત કરીને તેનું પરીક્ષણ કરવાની તૈયારી થઈ રહી છે.

ગાઈડેડ બોમ્બના પરીક્ષણને એવા સમયે કરવામાં આવ્યું છે કે જ્યારે બે દિવસ પહેલા જ ભારતીય વાયુસેનાએ અંડમાન-નિકોબાર ટાપુસમૂહમાં એક સુખોઈ વિમાનથી સુપરસોનિક બ્રહ્મોસ ક્રૂઝ મિસાઈલના હવાઈ સંસ્કરણનું સફળ પરીક્ષણ કર્યું હતું.

પુલવામા આતંકવાદી હુમલાના જવાબમાં ભારત તરફથી 26 ફેબ્રુઆરીએ કરવામાં આવેલી બાલાકોટ એરસ્ટ્રાઈખમાં જે સ્પાઈસ બોમ્બનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, તેને ભારતીય વાયુસેના હવે આ એડવાન્સ બોમ્બને ઈઝરાયલ પાસેથી ખરીદવા જઈ રહી છે. ભારતીય વાયુસેના પોતાના હથિયારોને વધુ એડવાન્સ બનાવવાના ઉદેશ્યથી ઈઝરાયલ પાસેથી સ્પાઈસ-2000 બોમ્બ ખરીદી રહી છે. આ બોમ્બને કોઈપણ ઈમારતને ધ્વસ્ત કરવા માટે યોજનાબદ્ધ રીતે લગાવી શકાય છે. આ બોમ્બનું જૂનું સંસ્કરણ પહેલા કોઈ ઈમારતને ભેદવામાં અને બાદમાં ઈમારતની અંદર વિસ્ફોટ કરવામાં સક્ષમ હતા.

પાકિસ્તાનના બાલાકોટમાં ભારતીય વાયુસેનાની એરસ્ટ્રાઈકમાં મોટી સંખ્યામાં જૈશ-એ-મોહમ્મદના આતંકવાદીઓ માર્યા ગયા હતા. સ્પાઈસ – 2000 બોમ્બે પાકિસ્તાનમાં એરસ્ટ્રાઈક દરમિયાન લક્ષ્ય પર નિશાન સાધતા પહેલા એક મીટર સુધીનો ખાડો બનાવ્યો હતો. બાદમાં સરકારે દાવો કર્યો કે ત્યાં મોટા પ્રમાણમાં આતંકી ઠેકાણાઓને નષ્ટ કરવામાં આવ્યા છે.

સ્પાઈસ અંગ્રેજીમાં SPICE શબ્દ – Smart, Precise Impact, Cost-Effectiveથી બને છે અને તેને ઈઝરાયલે વિકસિત કર્યો છે. સ્પાઈસ બોમ્બ ત્રણ પ્રકારના છે. સ્પાઈસ – 1000, સ્પાઈસ- 2000 અને સ્પાઈસ- 250. સ્પાઈસ-2000નું વજન 900 કિલોમગ્રામ હોય છે. જેમાં આગળના હિસ્સામાં એમકે-84, બીએલયુ-109 અને આરએપી-2000 સહીત ઘણાં પ્રકારના બોમ્બ લાગેલા હોય છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code