1. Home
  2. revoinews
  3. ડીઆરડીઓ કરી રહ્યું છે વધુ એક મિસાઈલનું નિર્માણ – ‘એર-લોન્ચ મિસાઈલ’માં દુરથી દુશ્મનોના ટેન્કનો નાશ કરવાની ક્ષમતા
ડીઆરડીઓ કરી રહ્યું છે વધુ એક મિસાઈલનું નિર્માણ – ‘એર-લોન્ચ મિસાઈલ’માં દુરથી દુશ્મનોના ટેન્કનો નાશ કરવાની ક્ષમતા

ડીઆરડીઓ કરી રહ્યું છે વધુ એક મિસાઈલનું નિર્માણ – ‘એર-લોન્ચ મિસાઈલ’માં દુરથી દુશ્મનોના ટેન્કનો નાશ કરવાની ક્ષમતા

0
Social Share
  • ડીઆરડીઓ કરી રહ્યું છે વધુ એક મિસાઈલનું નિર્માણ
  • ‘એર-લોન્ચ મિસાઈલ’ હશે અનેક સુવિધાથી સજ્જ
  • 10 કિ.મી.થી વધુના સ્ટેન્ડ ઓફ અંતર સાથે દુશ્મનોની ટેન્કને નાશ કરશે

ચીન સાથે ચાલી રહેલા તણાવ વચ્ચે અનેક નવી મિસાઈલનું નિર્માણ કરવામાં આવ્યું ત્યારે હવે પૂર્વી લદ્દાખમાં ચાલી રહેલા તણાવ વચ્ચે ભારતનું સંરક્ષણ સંશોધન વિકાસ સંગઠન નવી એર-લોન્ચ મિસાઇલનું નિર્માણ કરી રહ્યું છે, જેમાં 10 કિ.મી.થી વધુના સ્ટેન્ડ ઓફ અંતર સાથે દુશ્મનોની ટેન્ક પર વાર કરવાની ક્ષમતા હશે . આવનારા બે મહિનામાં તેનું પરીક્ષણ કરવામાં આવશે.આ અગે  બુધવારના રોજ અધિકારીઓ દ્રારા આ માહિતી આપવામાં આવી હતી.

આ અઠવાડીયાની શરૂઆતમાં, ભારતે સ્વદેશી સ્ટેન્ડ ઓફ એન્ટિ-ટેન્ક મિસાઇલનું સફળતાપૂર્વક પરીક્ષણ કરવામાં આવ્યું છે.ડીઆરડીઓએ આ મિસાઇલ ભારતીય વાયુ સેના માટે વિકસાવી છે.

મળતી માહિતી પ્રમાણે કહેવામાં આવી રહ્યું  છે કે નવી એર-લોન્ચ થયેલ મિસાઇલને રશિયન મૂળના એમઆઇ -35 હેલિકોપ્ટરમાં જોડવામાં આવશે, જેમાં દુશ્મનને વધુ સારી સ્ટેન્ડ-ઓફ રેન્જથી નાશ કરવાની ક્ષમતા હશે.

એમઆઇ -35 પર હાલની રશિયન મૂળની શર્ટમ મિસાઇલ પાંચ કિ.મી.ની રેન્જમાં ટેન્કને નિશાન બનાવી શકે છે. ગનશીપના અન્ય હથિયારો અલગ અલગ કેલિબરના રોકેટ, 500 કિલો બોમ્બ, 12.7 એમએમની બંદૂકો અને 23 એમએમની તોપ શામેલ છે. ડિસેમ્બરમાં પહેલીવાર એમ -35 હેલિકોપ્ટરના ગનશીપ સાથે તેને લોન્ચ કરવામાં આવશે.

સાહીન-

tags:

LEAVE YOUR COMMENT

Your email address will not be published.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code