ઝોમેટો પાસેથી 100 રુપિયાનું રિફંડ માંગ્યું,પછી એવું તો શું થયું કે, 100 ના ચક્કરમાં આ વ્યક્તિએ ગુમાવ્યા 77 હજાર રુપિયા ,
નવી દિલ્હીઃ-બિહારની રાજધાની પટનાથી એક ચોંકાવનારો કીસ્સો સામે આવ્યો છે,જ્યા એક વ્યક્તિને ઝોમેટોમાંથી ફુડ મંગાવવાનું ખુબ મોંધુ પડ્યુ છે,પટનાના એક એન્જિનિયરે ઝોમેટોમાંથી 100 રુપિયાનું ફુડ પાર્સલ મંગાવ્યું હતું, જો કે તે પૈસાનું રિફંડ ઈચ્છતો હતો,પરંતુ 100 રુપિયા પરત મળવાના બદલે તેના પોતાના 77 હજાર રુપિયા તેણે ગુમાવ્યા હતા.
પટનાના એક વિષ્ણું માનક એન્જિનિયરે ઝોમેટો ફુડ ડિલિવરી એપના માધ્યમથી ફુડનો ઓર્ડર કર્યો હતો, જ્યારે ડિલિવરી બૉય ફુડ પેકેટ લઈને તેના પાસે આવ્યો ત્યારે વિષ્ણું તેણે મંગાવેલા ફુડની ક્વોલિટિથી અસંતૂષ્ટ હતો, જેથી તેણે ફુડ પેકેટ પરત લઈ જવા કહ્યું,ત્યાર બાદ ડિલિવરી બૉયે તેને ઝોમેટો કસ્ટમર કેર સર્ચ કરવાનું કહ્યું,તેણે વિષ્ણુંને ગુગલ સર્ચમાં રહેલા પહેલા નંબર પર ડાયલ કરવાનું અને તેના આદેશોનું પાલન કરવાનું જણાવ્યું.
વિષ્ણુંએ ડિલિવરી બૉયના કહ્યા મુજબ કર્યું,ત્યાર બાદ તેને એક અજાણ્યા ઈસમનો ફોન આવ્યો,જેણે તેની ઓળખ ઝોમેટો ક્સટમર કેર એક્ઝીક્યૂટિવ તરીકે આપી અને કહ્યું,100 રુપિયાનો રિફંડ મેળવવા તમારા અકાઉન્ટમાંથી 10 રુપિયા ચાર્જ લેવામાં આવશે,ત્યાર પછી ફોન કરનારા ઈસમે વિષ્ણુંને 10 રુપિયા જમા કરવા માટે એક લીંક મોકલી હતી,વિષ્ણુંએ કઈ પણ વિચાર્યા અને સમજ્યા વગરજ તે લીંક પર ક્લીક કરીને 10 રુપિયા જમા કરાવી દીધા.
આ લેનદેન પત્યાની થોડીક જ મિનિટ પછી વિષ્ણુંના ખાતામાંથી કેટલાક ટ્રાંજેક્શન કરીને 77 હજાર રુપિયા કાઢી લેવામાં આવ્યા,પેટીએમના માધ્યમથી આ રુપિયાનું ટ્રાંજેક્શન કરવામાં આવ્યું,અને 77 હજાર રુપિયાનું ટ્રાંજેક્શન થોડીક જ મિનિટોમાં થઈ ગયું અને વિષ્ણુંમા ખાતામાંથી 77 હજાર રુપિયા ગાયબ થઈ ગયા,આ ઘટના વિતેલી 10મી સપ્ટેમ્બરના રોજ બનવા પામી હતી,અને વિષ્ણું ત્યારથી પોલીસ,બેંક અને અનેક મંચના દરવાજા ખટખટાવી રહ્યો છે જો કે હજુ સુધી તેને સફળતા મળી નથી.