ફરહાન અખ્તરમી અપકમિંગ ફિલ્મ ‘તૂફાન’ રિલીઝ પહેલા જ વિવાદમાં- સોશિયલ મીડિયા પર બોયકોટની માંગ,જાણો કારણ
- ફરહાન અખ્તરની ફિલ્મ ‘તૂફાન’ વિવાદમાં
- સોશિયલ મીડિયા પર ફિલ્મ બોયકોટ કરવાની માંગ
મુંબઈઃ-બોલિવૂડમાં અનેક ફિલ્મો એવી જોવા મળે છે જે વિવાદમાં સપડાઈ હોય, કોઈ પણ ફિલ્મમાં જો દેશ કે ઘર્મની સંસ્કૃતિનું અપમાન થાય તેવી કોઈ પણ શક્યતાઓ રહેલી હોય તો લોકો દ્વારા તેનો વિરોધ કરીને તેના બહિષ્કારની માંગ કરવામાં આવે છે.ત્યારે હવે અભિનેતના ફરહાન અખ્તરની અપકમિંગ ફિલ્મ તૂફાનને લઈને વિરોધ નોંધાયો છે.
ફરહાન અખ્તરની ફિલ્મ ‘તુફાન’ હજુ તો રિલીઝ થાય તે પહેલા જ વિવાદમાં સપડાઈ છે, આ ફિલ્મ રિલીઝ થતા પહેલા જ સોશિયલ મીડિયા પણ તેને બોયકોટ કરવાની માંગ ઉઠવા પામી છે,આ ફિલ્મને અનેક લોકો સંસ્કૃતિની વિરુધ્ધ ગણાવી રહ્યા છે અને પ્રતિબંધ મૂકવાની માંગણી કરી રહ્યા છે.
આ ફિલ્મમાં ફરહાન સાથે મૃણાલ ઠાકર પણ જોવા મળે છે. આ ફિલ્મ 16 મી જુલાઈએ એમેઝોન પ્રાઇમ વિડિઓ પર રીલિઝ થવાની છે. આ ફિલ્મ આ પહેલા વર્ષ 2020 ના ઓક્ટોબરમાં અને ત્યાર બાદ મે 2021 માં રિલીઝ થવાની હતી, પરંતુ અનેક સ્થિતિને ધ્યાનમાં લેતા મુલતવી રાખવામાં આવી હતી. ફિલ્મના નિર્દેશક રાકેશ ઓમપ્રકાશ મેહરા છે, ત્યારે ફાઈનલી આ ફિલ્મ હવે 16 જુલાઈના રોજ રિલીઝ થવા જઈ રહી છે પરંતુ રિલીઝ પહેલા જ ફિલમ ચર્ચામાં આવી છે.
ફરહાન ‘તૂફાન’ના નિર્માતામાંના એક છે. આ ફિલ્મ એક બોક્સરની વાર્તા પર આઘારિત છે. ફરહાન અખ્તર રાષ્ટ્રીય કક્ષાના બોક્સરની ભૂમિકા ભજવશે. કેટલાક લોકો સોશિયલ મીડિયા પર ફિલ્મનો બહિષ્કાર કરી રહ્યા છે.
આ મામલે એક યુઝરે લખ્યું છે, લવ જેહાદને પ્રોત્સાહન આપતી દરેક ફિલ્મનો બહિષ્કાર અને હિન્દુ ફોબિક છે.તો એક બીજા એક યુઝરે લખ્યું છે, તોફાનનો બહિષ્કાર કરો.
This Anti-CAA Protestor #FarhanAkhtar shall be BOYCOTTED completely and we have to boycott his coming film.
Even Trailer seeing is HARAM. 😡😡😡
No ONE, Even Single One shall see film of this JEHADI.#BoycottToofaan #BoycottToofan
— HinduSpeaks (@speaks_hindu) July 11, 2021
આ સાથે જ અનેક લોકો ટ્વિટ કરીને આ ફિલ્મનો બહિષ્કાર કરવાની માંગ કરી રહ્યા છે.
#boycotttoofan. hindu girls never neded any Muslim for love or marriage..we have more then 50 caste in general sc st obc in our hindu community. We can chose 1 & marry with them. don't promote love jihad through movies. our innocent small teenage girl doesn't know this propogenda
— jagritee singh (@jagriteesingh12) July 10, 2021
અનેક યૂઝર્સએ ફિલ્મને લઈને કેટલીક વાતે વિરોધ નોંધાવ્યો છે,
Boycott every films which promotes lovejihad nd Hinduphobic
Today in Hindu-majority country of India,insult nd mockery of Hindu dharm,Hindu deities nd Hindu customs is going on unabated through mediums like Web series,movies, SM
Let us all raise our voice together #BoycottToofan pic.twitter.com/v2RN7htFLR— 💞 Jerry🇮🇳 💞 (@An_Unknowngirl) July 10, 2021
આ ફિલ્મમાં ફરહાન એક બોક્સરની ભૂમિકામાં છે અને પરેશ રાવલ તેનો કોચ છે. અન્ડરવર્લ્ડની વાર્તા પણ ફિલ્મમાં બતાવવામાં આવી છે. મૃણાલ ઠાકુર ફરહાનની સામે જોવા મળે છે. આ મુંબઈના ઝૂંપડપટ્ટીની વાર્તા છે જેમાં ફરહાન અખ્તર પાસે અન્ડરવર્લ્ડ અથવા બોક્સિંગ વચ્ચેનો માર્ગ પસંદ કરવાનો વિકલ્પ છે.