રક્ષામંત્રી રાજનાથે પાકિસ્તાન પર કટાક્ષ કરતા કહ્યું,”અમને કોઈ પરેશાન કરે, તો અમે તેને શાંતિથી બેસવા નહી દઈએ”
કેન્દ્રીય રક્ષામંત્રી રાજનાથ સિંહે શુક્રવારના રોજ પાકિસ્તાનને આડે હાથ લેતા કહ્યું કે,”અમે કોઈને પરેશાન કરતા નથી,પરંતુ જો અમને કોઈ પરેશાન કરે, તો અમે તેને શાતિંથી બેસવા નહી દઈએ”,રક્ષામંત્રીએ કોલ્લમમાં કહ્યું કે,”પાડોશી દેશના આતંકવાદી કચ્છથી લઈને કેરલ સુધી ફેલાયેલી આપણી તટરેખાઓ પર મોટી ઘટનાને અંજામ આપી શકે છે”.રાજનાથ સિંહે કહ્યું કે,”જે દેશ પોતાના શહીદ જવાનોને યાદ નથી રાખતો,તેનું દુનિયામાં કોઈ જગ્યા પર સમ્માન નથી થતું”,તે સાથે તેમણે કહ્યું કે, અમે દરિયાકાંઠાની અને દરિયાઇ સુરક્ષા માટે સંપૂર્ણ પ્રતિબદ્ધ છીએ.
પહેલા બુધવારના રોજ રાજનાથસિંહે કહ્યું હતું કે પાકિસ્તાન આતંકીઓની મદદથી ભારતને અસ્થિર કરવાના સતત પ્રયત્નો કરે છે પરંતુ ભારતે ક્યારેય તેની સાર્વભોમત્વને પડકાર્યું નથી. આ સાથે રાજનાથે પાકિસ્તાનને ચેતવણી આપી છે કે,તે 1971 ની ભૂલનું પુનરાવર્તન ન કરે, 1971 ના યુદ્ધમાં, પાકિસ્તાન બે ભાગમાં વિભાજીત થયું અને બાંગ્લાદેશ તરીકે એક નવો દેશ ઉભરી આવ્યો.