- કોરોના ટેસ્ટની ગતિ વધી
- અત્યાર સુધી 10 કરોજથી વધુ કોરોના ટેસ્ટ કરાયા
- કોરોનાને પહોંચી વળવા ટેસ્ટની ગતિ વધારવી સારો માર્ગ
દેશમાં કોરોના વાયરસના કેસ સતત વધી રહ્યા છે, જેના કારણે સરકારે કોરોના સંક્રમિતોની ભાળ મેળવવા કોરોના પરિક્ષણની ગતિ વધારી હતી અને જેમાં સફળતા પણ મળી રહી છે, કોરોનાના દર્દીઓની ભાળ મેળવીને તેને આઈસોલેશન હેઠળ રાખતા સંક્રમણ ઓછુ ફેલાય રહ્યું છે સરકારે આ માર્ગને વધુ પ્રોત્સાહન આપ્યું છે જેનું પરિણામ આજે સકારાત્મક જોવા મળી રહ્યું છે,
કેન્દ્રી સ્વાસ્થ મંત્રાલય એ જણાવ્યું કે, જાન્યુઆરી મહિનામાં જ્યા એક જ વ્યક્તિની તપાસ કરવામાં આવી હતી જેની સરખામણીમાં આજ સુધી કુલ 10 કરોડ 77 લાખ લોકોના કોરોના ટેસ્ટ કરાવાયા છે,
મંત્રાલયે આ અંગે જણાવ્યું હતું કે, પરીક્ષણના પરિણામે કોરોનાનો પોઝિટિવિટી રેટ સતત નીચે આવતો જોવા મળી રહ્યો છે.હાલમાં દેશમાં કોરોના પોઝિટિવિટીનો દર ઘટીને 7.54 ટકા થયો છે. ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચએ જારી કરેલા રિપોર્ટ પ્રમાણે 29 ઓક્ટોબર સુધી કોરોનાના કુલ 10 કરોડ 77 લાખ 28 હજારથી પણ વધુ નમૂનાઓ લઈ તેનું પરીક્ષણ કરવામાં આવ્યું છે. જેમાં વિતેલા દિવસે 11,64,648 નમૂનાઓનું પરીક્ષણ કરવામાં આવ્યું હતુ.
Total 10,77,28,088 samples tested for #COVID19 up to 29th October. Of these 11,64,648 samples were tested yesterday: Indian Council of Medical Research (ICMR) pic.twitter.com/raCvZ7hAt3
— ANI (@ANI) October 30, 2020
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના જણાવેલા આંકડાઓ પ્રમાણે, છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 48,648 નવા કેસ સામે આવ્યા છે. તે જ સમયે 563 લોકોનાં કોરોનાના કારણે મોત નીપજ્યાં છે. દેશમાં કોવિડ -19 દ્વારા અત્યાર સુધીમાં કુલ 80,88,851 લોકો સંક્રમિત થયા છે.જો કે તેના સામે 73 લાખથી વધુ લોકો કોરોનામાંથી સાજા થયા છે, જેમાં છેલ્લા 2 જ દિવસમાં 57 હજારથી વધુ દર્દીઓએ કોરોનાને માત આપી છે.
સાહીન-