- માયાવતીએ કોંગ્રેસ-બીજેપી પર કર્યો શાબ્દીક પ્રહાર
- એસસી-એસટી એક્ટ પર સુપ્રીમ કોર્ટનો નિર્ણય બીજેપી અને કોંગ્રેસની પોલ ખોલે છે
- શિક્ષણની કથળેલી હાલત પર નિરાશા દર્શાવી
- નીતિ આયોગની સ્કુલની શિક્ષા સંબંધી રૈકિંગ બાબત પર આપ્યુ ભાષણ
- સ્કુલ એજ્યુકેશન ક્વોલિટી ઈન્ડેક્સમાં ઉત્તર પ્રદેશ સોથી નીચા સ્તરે આવ્યું છે,
- કેરલ પ્રથમ સ્થાને છે,રાજસ્થાન બીજા અને કર્ણાટક ત્રીજા સ્થાને
દેશના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની 150મી જન્મ જયંતી પર બહુજન પાર્ટીની અધ્યક્ષ અને પૂર્વ મુખ્યમંત્રી માયાવતીએ બુધવારના રોજ કોંગ્રેસ અને બીજેપી પર નિશાન સાધતા કહ્યું હતુ કે, “નીતિ આયોગની સ્કુલની શિક્ષા સંબંધી રૈકિંગની બાબતે ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડ દેશભરમાં સૌથી નીચા સ્તરે છે,અને તેના માટે જવાબદાર કોણ છે”.
માયાવતીએ શિક્ષણની કથળેલી હાલત પર ભડાશ કાઢતા કહ્યું કે, “નીતિ યોગની સ્કુલ શિક્ષણ સંબંધીત રૈકિંગના મામલામાં ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડ દેશભરમાં સૌથી નીચા સ્થાને છે,અને તે માટે જવાબદાર કોણ છે,દેશ અને પ્રદેશમાં સૌથી વધુ સમય સુધી શાસન કરનારી પાર્ટીઓ, ખાસ કરીને કોંગ્રેસ અને બીજેપી, આજે ગાંધી જયંતીના દિવસે શું તેઓ જનતાને જવાબ આપી શકશે કે આવી શરમ જનક જાહેર કટોકટીની સ્થિતિ કેમ છે”?
ઉત્તર પ્રદેશમાં શિક્ષણની કથળેલી હાલત પર નિરાશા વ્યક્ત કરતા માયાવતી
માયાવતીનું શિક્ષણને લઈને આકરા પ્રહાર કરતું આ નિવેદેન ત્યારે જ આવ્યું છે કે,જ્યારે છેલ્લા બે દિવસથી નીતિ આયોગ તરફથી તૈયાર કરેલા સ્કુલ એજ્યુકેશન ક્વોલિટી ઈન્ડેક્સમાં 20 મોટા મોટા રાજ્યોની સરખામણીમાં ઉત્તર પ્રદેશ સોથી નીચા સ્તરે આવ્યું છે, જ્યારે કેરલ પ્રથમ સ્થાને છે,રાજસ્થાન બીજા અને કર્ણાટક ત્રીજા સ્થાને આવ્યું છે,આ ઈન્ડેક્સમાં મોટા રાજ્યોમાં ઝારખંડ 16માં ત્યારે બિહાર 17માં સ્થાન પર જોવા મળ્યું હતું
માયાવતીએ પોતાના બીજા એક ટ્વિટમાં એસટી-એસસી એક્ટને લઈને સુપ્રીમ કોર્ટે આપેલા નિર્ણયને લઈને પ્રતિક્રિયા વ્યક્ત કરતા વર્તમાન બીજેપી સરકાર અને ભૂતકાળની કોંગ્રેસ સરકરાને આડે હાથ લીધી હતી,પૂર્વ સીએમ માયાવતીએ કહ્યું કે, “સુપ્રીમ કોર્ટે એસસી-એસટી કાનુન 1989ની જાગવાઈઓનું પુનઃસ્થાપન કરતા ગઈકાલે પોતાના નિર્ણયમાં દલિત સમાજની કડવી જીવનની વાસ્તવિકતાઓ અને સંઘર્ષોના સંબંધમાં જે તથ્યો ચકાસી લેવામાં આવ્યા છે, તે ખાસ કરીને સત્તાધારી ભાજપ અને કોંગ્રેસના દલિત પ્રત્યેના પ્રેમને ખુલ્લો પાડે છે, દેશ અને સમાજની જાગૃતિ મહત્વપૂર્ણ છે”
સુપ્રીમ કોર્ટે એક દિવસ અગાઉ નુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ 1989ના કાયદા હેઠળ પોતાના પહેલા ચૂકાદાને ખસેડી નાખ્યો છે,તે ચૂકાદામાં આ કાનુન હેઠળ આરોપીની ધરપકડ પૂર્વે તપાસની વાત કરવામાં આવી હતી, સર્વોચ્ચ અદાલતે કહ્યું કે,આવો કોઈ નિર્દેશ પસાર થવો જોઈતો નહોતો.
અદાલતે તે દિશા અને નિર્દેશોને યાદ કર્યા જેમાં સરકારી કર્મચારીઓ અને ખાનગી વ્યક્તિઓની ધરપકડ માટે અગાઉ મંજૂરી આપવામાં આવી હતી,અદાલતે એફઆઈઆર નોંધાવતા પહેલા પ્રાથમિક તપાસ કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. હવે એસસી-એસટી એક્ટ હેઠળ કોઈ પણ પ્રકારની તપાસ કર્યા વગર સીધે-સીધી ધરપકડ કરી શકાય છે.