1. Home
  2. revoinews
  3. સહનશીલતા અને સૌજન્યનો સુમેળ એટલે આપણા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી
સહનશીલતા અને સૌજન્યનો સુમેળ એટલે આપણા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી

સહનશીલતા અને સૌજન્યનો સુમેળ એટલે આપણા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી

0
Social Share

– પાર્થ પટેલ

સ્વભાવનું સૌજન્ય અને સંસ્કારનો ઉજાશ એ વ્યક્તિના ઉંડાણમાંથી ઉઠતો રણકાર છે. પ્રતિકૂળતા કે દુન્યવી પીડા એ રણકારને નથી બોદો બનાવી શકતા કે નથી પડકારી શકતા. ધૈર્ય અને સ્મિતની સાક્ષીએ પ્રગટ થતો પ્રભાવ એમના નેતૃત્વનું નજરાણું છે.

પ્રસંગ એમના મુખ્યમંત્રી પદે આરુઢ થવાના એકાદ માસ પહેલાનો છે. પ્રદેશ પ્રમુખ તરીકે વરણી થયા પછીનો છે. એક રાતની વહેલી પરોઢની વેળા હતી. બાથરુમમાં જતા અચાનક પડી જવાયુ. પગ લપસ્યો. કપાળના ભાગે જડ પદાર્થ વાગતા મોટો ઘા થયો અને ધડધડ લોહી વહેતું થયુ. અવાજ થતા ઘરના સૌ જાગી ગયા. સારવાર માટે શીઘ્ર ઈલાજ એટલે અડધી રાતે તો સિવિલનો જ સધિયારો. લોહી નીકળતા ઘા સાથે એમણે સૌને ગભરાયા વગર શાંત રહેવા જણાવી ડ્રાયવર સાથે સિવિલનો રસ્તો પકડ્યો..

પણ અડધી રાત પછી સિવિલમાં તો બધું શાંત હતુ. તાત્કાલિક સારવારનો વિભાગ પરોઢની નિંદરમાં હતો અને પાંચમા માળના ઓપરેશન થિયેટરના દરવાજે પણ તાળુ લટકતું હતુ. ચાવી પણ નબહીં અને ફરજ પર કોઈ તહેનાત પણ ન હતું.

 

સાહેબની સાથે આવનારા આ સ્થિતિથી ધૂંધવાઈ રહ્યા હતા. ફરજ પર પદનામિત સ્ટાફને તાકીદે આવી જવા સંદેશા પર સંદેશા મોકલાઈ ગયા. સૌને મોંઢે એક જ વાત. તાત્કાલિક ઈલાજ. માથેના ભાગે ટાંકા લેવા એ સૌથી પહેલું કામ પણ આ બધા માટે થઈ રહેલો અક્ષમ્ય વિલંબ. સિવિલ આખી ઉપર તળે પણ સાહેબ તો આ બધી હલચલ ટાઢે હૈયે જોતા જાય. “હમણાં આવી જશે ડોક્ટર. ચિંતા કરોમા” એવુ કહેતા જાય. ત્યાંજ ફરજ પરના ડૉક્ટર જિક્ષેશ જેઠવા આવી પહોંચે છે. એમનો ચહેરો અતિશય ગભરાયેલો જણાય છે. સમાચાર અને સંદેશ મળતા જ મારતી મોટરે એ સિવિલ તરફ ભાગતા આવ્યા. મનમાં મોટી મથામણ હતી. મિનિસ્ટર કક્ષાના મહાનુંભાવને માથાના ભાગે થયેલી ઈજામાં ઈલાજને પ્રાધાન્ય એમની કારકિર્દીની અનન્ય ઘટના હતી. શુ થશે? આવવામાં મોડું થયુ એમની મજબૂરી હતી. સામાન્ય કેસ હોત તો વાત જૂદી હતી. અહી તો ફરજ પર બેદરકારી દાખવ્યાનો મોટો ડાઘ લાગી જાય તેમ હતું. અડધા કલાકથી ઈલાજની રાહ જોઈને બેઠેલા સાહેબ સામે એ ધ્રૂજતા શબ્દો સાથે હાજર થાય છે. “ખૂબ દિલગીર છું આવતા મોડું થયુ. વધારામાં ઓપરરેશન થિયેટરની ચાવીઓ પણ જલ્દી ન મળી. આઈ એમ સોરી. ” એવું કહુ એમણે એ શાંત ચહેરા સામે કાકલૂદી ભરી નજરે જોયું અને એમની ગભરામણના બધા જ ભારને ઉતારી દેતા હોય તેવા પ્રેમાણ શબ્દો એમના કાને પડ્યા.

“ જિક્ષેશભાઈ તમે જરા પણ ગભરાશો નહી, શાંત થઈ આપણે આ ઘાનો ઈલાજ ચાલુ કરીએ. દર્દ છે. લોહી ચપકીને જામી ગયું છે. માથામાં ઈજાના કારણે સણકા શરૂ થયા છે એ બધુ જ ખરૂ પણ હવે તમે આવી ગયા છે. તમારા કર્મઠ સ્ટાફ અને સહકાર્યકરોએ લીધેલી કાળજીથી મને સારુ છે.” શબ્દોથી શાતા વળતા જ ડૉ. જિક્ષેશે સાહેબના માથામાં થયેલા ઉંડા ઘાને ટાંકાં લઈને પાટા વડે આવૃત કર્યો અને સૌને શાંતિ થઈ.

ડૉ. જિક્ષેશ આ પ્રસંગને હજૂ પણ ભૂલ્યા નથી ને એમના હ્યદયમાં સાહેબે પ્રગટ કરેલી સ્વભાવની સૌજન્યતા, મનની મોકળાશ અને સહનશીલતાનો સુમેળ હજુય સતત અકબંધ રહી ધબકતો રહ્યો છે. પોતાની આ લાગણીને વ્યક્ત કરતો પ્રતિભાવ આજે ગુજરાતના મુખ્યમંત્રી પદે આરુઢ વિજયભાઈની સહનશીલતા અને સૌજન્યથી સભર સંસ્કાર જ્યોતને પ્રગટ કરે છે.

મુખ્યમંત્રી વિજય રૂપાણીનું જીવન, તેમનો સ્વભાવ અને તેમના આદર્શોને જે બે વાક્યોમાં વ્યક્ત કરવા હોય તો એવું કહી શકાય કે..

ગુણની ઉપર ગુણ કરે, એ તો વેવારાં વટ્ટ

અવગુણ ઉપર ગુણ કરે, ખરી ખત્રિયાં વટ્ટ

 

 

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code