Homerevoinewsછત્તીસગઢમાં સુરક્ષાદળોની મોટી સફળતાઃઅથડામણમાં સાત નક્સલી ઠાર

છત્તીસગઢમાં સુરક્ષાદળોની મોટી સફળતાઃઅથડામણમાં સાત નક્સલી ઠાર

છત્તીસગઢમાં હમેંશા નક્સલી ને સેનાઓ વ્ચે અથડામણ થતી રહ્તી હોય છે ને નક્સલીઓને ઠાર મારવાની અનેક ઘટના બનતી રહેતી હોય છે ત્યારે છત્તીસગ માં સુરક્ષા દળોને મોટી સફળતા પ્રાપ્ત થઈ છે. જીલ્લા રિઝર્વ ગાર્ડ (ડીઆરજી) એ આથડામણમાં સાત નક્સલીઓને ઠાર માર્યા છે. રાજનંદ ગામના નાગનાડી પોલીસ સ્ટેશનમાં સર્ચ ઓપરેશન ચાલી રહ્યું હતુ તે સમયે  નક્સલવાદીઓ પાસેથી હથિયારો પણ ઝપ્ત કરવામાં આવ્યા છે.

છત્તીસગઢના ડાયરેક્ટર જનરલ ઓફ પોલીસ ડી.એમ. અવસ્થીએ જણાવ્યું છે કે નક્સલીઓ સાથે થયેલી એથડામણમાં 7 નક્સલીઓ માર્યા ગયા છે. સીતાગોટા વન વિસ્તારમાં જિલ્લા રિઝર્વ ગાર્ડ સાથે નક્સલવાદીઓ સાથેની આ અથડામણમાં કોઈ જાનહાનિ થયાના સમાચાર નથી. આ અથડામણ બાદ પોલીસે નક્સલવાદીઓ પાસેથી મોટી  સંખ્યામાં હથિયારો અને બ્લાસ્ટની સામગ્રીઓ જપ્ત કરવામાં આવી છે.

RELATED ARTICLES

Most Popular

Recent Comments