1. Home
  2. revoinews
  3. રાજ્યસભામાં ટ્રિપલ તલાક બિલ પારીત: પક્ષમાં 99 વિપક્ષમાં 84 વોટ
રાજ્યસભામાં ટ્રિપલ તલાક બિલ પારીત: પક્ષમાં 99 વિપક્ષમાં 84 વોટ

રાજ્યસભામાં ટ્રિપલ તલાક બિલ પારીત: પક્ષમાં 99 વિપક્ષમાં 84 વોટ

0
Social Share

ટ્રિપલ તલાક બિલ રાજ્યસભામાં વોટિંગ બાદ પારીત થયું છે. બિલની તરફેણમાં 99 વોટ અને વિપક્ષમાં 84 વોટ પડયા છે. લોકસભામાં આ બિલ 26 જુલાએ પારીત થઈ ચુક્યું છે અને હવે એક વખતમાં ત્રણ વખત તલાક કહીને છૂટાછેડા આપવા ગુનો ગણાશે. આ મામલે ત્રણ વર્ષની સજા અને દંડની જોગવાઈ પણ બિલમાં સામેલ કરવામાં આવી છે. લોકસભામાં મંજૂર કરાવાયા બાદ સરકારે ટ્રિપલ તલાક બિલને રાજ્યસભામાં રજૂ કર્યું છે. કેન્દ્રીય કાયદા પ્રધાન રવિશંકર પ્રસાદે બિલને રજૂ કર્યું છે. તેમણે કહ્યુ છે કે એક તરફ આપણી દીકરીઓ ગોલ્ડ મેડલ લાવી રહી છે, ફાઈટર પ્લેન ઉડાડી રહી છે અને બીજી તરફ પરંપરાના નામ પર તેમની આઝાદી છીનવાઈ રહી છે.

રાજ્યસભામાં વોટિંગ-

ટ્રિપલ તલાક પર ફાઈનલ વોટિંગ પુરું, સાંસદો પાસેથી ચબરખીઓ પાછી લેવાઈ. ચબરખીઓની ગણતરી થઈ રહી છે.

ટ્રિપલ તલાક બિલ પારીત થવાનું લગભગ નિશ્ચિત

રાજ્યસભામાં ટ્રિપલ તલાક બિલના વોટિંગ વખતે વિપક્ષી એકતા ધ્વસ્ત

ટ્રિપલ તલાક બિલ પર વિપક્ષના અત્યાર સુધીના તમામ મોટા સંશોધન પ્રસ્તાવ પડયા

ટ્રિપલ તલાક પર દિગ્વિજય સિંહ અને હુસૈન દલવઈના સંશોધન પ્રસ્તાવ પડયા

પીડીપી અને બીએસપીએ મતદાનમાં ભાગ લીધો નથી. એનસીપીના સાંસદો પણ ગૃહમાં હાજર નથી.

ટ્રિપલ તલાક બિલ પાસ કરાવવાની દિશામાં પહેલું પગલું આગળ વધ્યું.

સિલેક્ટ કમિટીને નહીં મોકલવાના પ્રસ્તાવને 100 વોટ મળ્યા. સિલેક્ટ કમિટીને નહીં મોકલવા માટે 84 વોટ મળ્યા.

JDU, AIADMK, TRSએ કર્યું વોકઆઉટ

તમામ સાંસદોને ચબરખી વહેંચવામાં આવ્યું, સ્પીકેર તમામ સાંસદોને પોતાના બેઠક પર બેસવાનું જણાવ્યું

AIADMKનું સંશોધન સિલેક્ટ કમિટીને મોકલવાનો પ્રસ્તાવ પડયો

ટ્રિપલ તલાક બિલ પર ચબરખીઓ દ્વારા વોટિંગની પ્રક્રિયા શરૂ

રાજ્યસભામાં શિરોમણિ અકાલી દળે ટ્રિપલ તલાક બિલનું સમર્થન કર્યું છે. રાજ્યસભામાં સાંસદ નરેશ ગુજરાલે કહ્યુ છે કે ટ્રિપલ તલાકના ક્રિમિનલાઈઝેશન કરવાની જોગવાઈનું સ્વાગત છે.

રાજ્યસભામાં વિપક્ષના નેતા ગુલામ નબી આઝાદે કાયદાને પોલિટિકલી મોટિવેટેડ ગણાવ્યો.

શિવસેનાના સાંસદ સંજય રાઉતે કહ્યુ કે ટ્રિપલ તલાક બાદ કલમ-370 પણ જશે, કલમ-35એ પણ જશે.

ટીએમસીના સાંસદ ડોલા સેનના નિવેદન પર હંગામો થયો હતો. તેમણે કહ્યું હતું કે નાગપુરમાં તમારી એક સંસ્થા છે, તેમના ચીફે કહ્યુ હતુ કે પતિ અને પત્ની સામાજીક કરારથી જોડાયેલા છે અને જો મહિલા પોતાની ડ્યૂટી નથી નિભાવતી તો તેને છોડી દેવી જોઈએ. ડોલા સેનના આ નિવેદન પર ગૃહમાં જોરદાર હંગામો થવા લાગ્યો. તેમણે કહ્યું કે બિલમાં ટ્રિપલ તલાકને અપરાધ ગણાવતી જોગવાઈ છે. માટે બિલને સિલેક્ટ કમિટીમાં મોકલવું જોઈએ.

રાજ્યસભામાં લંચ બ્રેક માટે હંગામો થયો હતો. વિપક્ષી લંચ બ્રેકની માગણી કરી રહ્યા હતા. ઉપસભાપતિએ કહ્યુ કે લંચ માટે ગૃહ સ્થગિત નહીં થાય અને સતત બિલ પર ચર્ચા થશે. તેના પછી લંચ માટે ગૃહની કાર્યવાહી બે વાગ્યા સુધી સ્થગિત કરી દેવામાં આવી છે.

મુખ્તાર અબ્બાસ નક્વીએ કહ્યુ કે ખોટું કરનારને બક્ષવામાં આવશે નહીં.

રાજ્યસભામાંથી જેડીયુએ વોકઆઉટ કર્યું.

કોંગ્રેસને 42 મિનિટનો સમય ફાળવવામાં આવ્યો.

કાયદા પ્રધાન રવિશંકર પ્રસાદે ટ્રિપલ તલાક બિલને નારી ગરિમા અને નારી ઉત્થાનનો સવાલ ગણાવ્યો

LEAVE YOUR COMMENT

Your email address will not be published.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code