કોલકત્તા: લોકસભા ચૂંટણી દરમિયાન પ. બંગાળમાં ભાજપના વધેલા જનાધારની અસર હવે ત્યાંની સ્થાનિક નિગમોની ચૂંટણી પર દેખાવા લાગી છે. મંગળવારે પશ્ચિમ બંગાળમાં ભાટપારા નગરપાલિકાની ચૂંટણી યોજાઈ હતી. ભાજપે અહીં ક્લિનસ્વિપ કરતા 26-0થી જીત પ્રાપ્ત કરીને નગરપાલિકા પર કબજો કર્યો છે. ભાજપના સૌરભસિંહ ભાટપારા નગરપાલિકાના નવા ચેરમેન બન્યા છે.
લોકસભા ચૂંટણી દરમિયાન પશ્ચિમ બંગાળમાં ભાજપે રાજ્યમાં સત્તારુઢ ટીએમસીને આકરી ટક્કર આપી હતી અને રાજ્યની 42 લોકસભા બેઠકોમાંથી 18 પર જીત પ્રાપ્ત કરી છે. જ્યારે ટીએમસીને 22 અને કોંગ્રેસને 2 બેઠકો પ્રાપ્ત થઈ છે.
લોકશભા ચૂંટણી દરમિયાન પ. બંગાળમાં ભાજપની વોટની ટકાવારીમાં જોરદાર વધારો થયો છે. ભાજપના મતોની ટકાવારી 40.3 ટકાથી વધી ગઈ છે. જ્યારે ટીએમસીના વોટની ટકાવારી ઘટીને 43.3 ટકા સુધી આવી ચુકી છે. કોંગ્રેસનો વોટ શેયર માત્ર 5.61 ટકા નોંધાયો છે.