પુસ્તકમાં સુબ્રમણ્યમ સ્વામીનો દાવો: ટીમ મોદીમાં અયોગ્યો અને ચમચાઓની ભરમાર, પ્રધાનો તથા સાથી પણ નથી આપતા સાચી સલાહ!
“રિસેટ- રિગેનિંગ ઈન્ડિયાઝ ઈકોનોમિક લેગેસી”
સુબ્રમણ્યમ સ્વામીના પુસ્તકનું 30 સપ્ટેમ્બરે વિમોચન
ભાજપા રાજ્યસભાના સાંસદ અને ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન સુબ્રણ્યમ સ્વામીનો દાવો છે કે વડાપ્રધાન મોદીની ટીમમાં અયોગ્ય અને ચમચાઓની ભરમાર છે. સ્વામીનો દાવો છે કે પીએમ મોદીના સહયોગી પ્રધાન અને સલાહકાર પણ તેમને ન તો સાચી સલાહ આપી રહ્યા છે અને ન તો તેમને સચ્ચાઈથી રૂબરૂ કરે છે.
પોતાના નવા પુસ્તક રિસેટ- રિગેનિંગ ઈન્ડિયાઝ ઈકોનોમિક લેગેસી-માં સ્વામીએ લખ્યું છે કે નરેન્દ્ર મોદી તેમના પુરોગામી ડૉ. મનમોહનસિંહથી બિલકુલ વિપરીત છે. માઈક્રો ઈકોનોમિક્સથી તો તેઓ અનૌપચારીકપણે પરિચિત છે. પરંતુ મેક્રો ઈકોનોમિક્સની અંતરક્ષેત્રીય ગતિશીલ જટિલતાઓથી તેઓ વાકેફ નથી. તેમ છતાં તેમણે પોતાના કઠિન પરિશ્રમ અને જનમાનસની વચ્ચે લોકપ્રિય છબીના દમ પર ઘણાં સુધારાત્મક પગલા ઉઠાવ્યા છે. તેઓ નાણાંના મામલામાં ઈમાનદાર છે.
ધ પ્રિન્ટમાં પ્રકાશિત થયેલા સ્વામીની પુસ્તકના અવતરણો પ્રમાણે, શૈક્ષણિકરૂપથી આંશિકપણે પાછળ હોવાના કારણે પીએમ મોદી પતાના મિત્રો અને જડહીન પ્રધાનો પર વધારે નિર્ભર રહે છે. આ લોકો તેમને અર્થવ્યવસ્થાના મામલામાં ન તો સચ્ચાઈ જણાવે છે અને ન તો તેમને મેક્રો ઈકોનોમિક્સની યોગ્ય વ્યાખ્યા કરીને તેમને યોગ્ય સલાહ આપી શકે છે. આની તેમને સૌથી વધારે જરૂરત છે. તેના દમ પર આ આર્થિક સંકટમાંથી પાર જઈ શકાય છે.
ભાજપના સાંસદે લખ્યુ છે કે અયોગ્ય સલાહકારોના કારણે જ તેમણે નોટબંધી અને જીએસટીના કારણે ઘણી મુશ્કેલીઓ જોઈ છે. જો કે બંનેએ અર્થવ્યવસ્થાની ગતિને તેજ કરી દીધી છે. પરંતુ એક વડાપ્રધાન તરીકે નરેન્દ્ર મોદી એક દબંગ શખ્સિયત છે, જે કોઈપણ રાજકીય પ્રતિસ્પર્ધા વગર જીતતા રહે છે.
સ્વામીએ પોતાના પુસ્તકમાં લખ્યું છે કે રાજકીય રીતે મુખર મોદીને અર્થવ્યવસ્થા જેવા જટિલ વિષય પર અનિર્વાચિત રાજકીય સલાહકાર અને સહયોગીઓ પર નિર્ભર રહેવું પડે છે. આના સંદર્ભે તેઓ પણ ખૂબ ઓછું જાણે છે.
સુબ્રમણ્યમ સ્વામી પ્રમાણે, આમાથી કેટલાકને તો મોટા પગાર અને ભથ્થા પર નિયુક્ત કરવામાં આવ્યા છે. પરંતુ હકીકતમાં તેઓ ડરપોક અર્થશાસ્ત્રી છે, જે વડાપ્રધાનને એ બાબતો જણાવે છે કે જેને તેઓ સાંભળવા ચાહે છે. આ દેશને અંધારામાં રાખનારી ભયાનક સ્થિતિ જેવું છે. રૂપા પબ્લિકેશન દ્વારા પ્રકાશિત સુબ્રમણ્યમ સ્વામીના આ પુસ્તકનું લોકાર્પણ 30 સપ્ટેમ્બરે મુંબઈમાં કરવામાં આવશે.