BJP અધ્યક્ષ અમિત શાહ અને રવિશંકર પ્રસાદે આપ્યું રાજ્યસભામાંથી રાજીનામું

બીજેપી અધ્યક્ષ અમિત શાહ અને બીજેપીના વરિષ્ઠ નેતા રવિશંકર પ્રસાદે રાજ્યસભામાંથી રાજીનામું આપી દીધું છે. તેની સાથે જ ડીએમકે નેતા કનિમોઝીએ પણ રાજ્યસભામાંથી રાજીનામું આપ્યું છે.

અમિત શાહ ગુજરાતના ગાંધીનગરની સંસદીય સીટ જીતીને લોકસભા પહોંચ્યા છે, જ્યારે રવિશંકર પ્રસાદ બિહારના પટનાસાહિબથી કોંગ્રેસના ઉમેદવાર શત્રુઘ્ન સિંહાને હરાવીને લોકસભા પહોંચ્યા છે. જ્યારે કનિમોઝી તમિલનાડુની થોટ્ટુકુડીથી 2019ની ચૂંટણીમાં જીતીને લોકસભા પહોંચ્યા છે.

ઉલ્લેખનીય છે કે 54 વર્ષીય અમિત શાહ પહેલીવાર લોકસભા માટે ચૂંટાયા છે, જ્યારે રવિશંકર પ્રસાદ પણ પહેલીવાર જ લોકસભા માટે ચૂંટાયા છે. ઉપરાંત, ડીએમકેના 51 વર્ષીય કનિમોઝીએ પણ લોકસભા ચૂંટણીમાં પહેલીવાર જ વિજયગાથા લખી છે.

RELATED ARTICLES

Most Popular