લોકસભા ચૂંટણી 2019: BJPએ 7 ઉમેદવારોનું વધુ એક લિસ્ટ કર્યું જાહેર, ગોરખપુરથી રવિકિશનને ટિકિટ
ભારતીય જનતા પાર્ટી (બીજેપી)એ લોકસભા ચૂંટણી 2019 માટે ઉત્તરપ્રદેશના 7 ઉમેદવારોનું એક લિસ્ટ જાહેર કર્યું છે. આ લિસ્ટમાં નીચે મુજબના ઉમેદવારોને યુપીની બેઠકો પરથી લોકસભા ચૂંટણી માટે બીજેપીની ટિકિટ આપવામાં આવી છે.
- રવિકિશન ગોરખપુર સીટ પરથી બીજેપી ઉમેદવાર
- દેવરિયાથી રમાપતિ ત્રિપાઠીને ટિકિટ
- સંત કબીરનગરથી પ્રવીણ નિષાદ રહેશે બીજેપીના ઉમેદવાર
- જૈનપુરથી કેપી સિંહને બીજેપીની ટિકિટ
- આંબેડકર નગરથી મુકુટ બિહારીને ટિકિટ
- ભદોહીથી રમેશ બિંદ બન્યા બીજેપીના ઉમેદવાર
- પ્રતાપગઢથી સંગમલાલ ગુપ્તાને બીજેપીની ટિકિટ