1. Home
  2. revoinews
  3. વિધાનસભા ચૂંટણીના પરિણામ: ઓડિશામાં સતત પાંચમી વખત નવીન સરકાર, આંધ્રમાં ચંદ્રાબાબુની હાર, જગનને બહુમતી
વિધાનસભા ચૂંટણીના પરિણામ: ઓડિશામાં સતત પાંચમી વખત નવીન સરકાર, આંધ્રમાં ચંદ્રાબાબુની હાર, જગનને બહુમતી

વિધાનસભા ચૂંટણીના પરિણામ: ઓડિશામાં સતત પાંચમી વખત નવીન સરકાર, આંધ્રમાં ચંદ્રાબાબુની હાર, જગનને બહુમતી

0
Social Share

આંધ્રપ્રદેશ વિધાનસભા ચૂંટણીઓમાં વાઈએસઆર કોંગ્રેસને બહુમતી મળી ગઈ છે. જગનમોહન રેડ્ડીની પાર્ટી વાઈએસઆર કોંગ્રેસ 147 બેઠકો પર આગળ ચાલી રહી છે. 2014માં ચંદ્રાબાબુ નાયડુની ટીડીપીને બહુમતી મળી હતી. આંધ્રપ્રદેશમાં સરકાર બનાવવા માટે 175 બેઠકોવાળી વિધાનસભામાં 88 બેઠકો મળવી જરૂરી છે. ચંદ્રાબાબુ નાયડુ આજે મુખ્યપ્રધાન પદેથી રાજીનામું આપે તેવી શક્યતા છે.

જ્યારે ઓડિશામાં બીજેડીના નવીન પટનાયકની સતત પાંચમી વખત સરકાર બનવા જઈ રહી છે. આ પહેલા 2000, 2004, 2009 અને 2014માં સરકાર બનાવી ચુક્યા છે. તેમની પાર્ટી બીજેડીને 100 બેઠકો પર સરસાઈ મળતી દેખાઈ રહી છે. ઓડિશામાં સરકાર બનાવવા માટે 147 ધારાસભ્યોવાળી વિધાનસભામાં 74 બેઠકો મળવી જરૂરી છે.

તો અરુણચાલ પ્રદેશમા ભાજપ અને સિક્કિમમાં એસડીએફ આગળ ચાલી રહ્યા છે.

આંધ્રપ્રદેશ

કુલ બેઠક- 175

બહુમતી- 88

વિધાનસભાની સ્થિતિ

પક્ષ 2019ના ટ્રેન્ડ (175/175 બેઠક) 2014નું પરિણામ 2014માં વોટ શેયર
ટીડીપી 26 102 44.9 %
વાઈએસઆર કોંગ્રેસ 147 67 44.6%
ભાજપ 00  04 2.2%
અન્ય 02 02 2%

ટીડીપી અને વાઈએસઆર કોંગ્રેસમાં મુકાબલો


આંધ્રપ્રદેશ વિધાનસભાની 175 બેઠકો માટે 11 એપ્રિલે 79.88 ટકા વોટિંગ થયુ હતું. 2014 કરતા તે લગભગ એક ટકો વધારે હતું. રાજ્યમાં લગભગ 3.13 કરોડ મતદાતાઓએ 2118 ઉમેદવારોનું રાજકીય ભાવિ નક્કી કરવા માટે વોટિંગ કર્યું હતું.

જગનમોહન રેડ્ડીએ ત્રણ હજાર કિલોમીટરની પદયાત્રા કરીને રાજ્યમાં ચંદ્રાબાબુની સરકારના ભ્રષ્ટાચાર સામે મોટી મુહિમ છેડી હતી.

જાણકારો પ્રમાણે, 2014ની ચૂંટણીમાં આંધ્રપ્રદેશમાં ટીડીપીની સરકાર આવવાનું મોટું કારણ કોંગ્રેસની વિરુદ્ધની એન્ટિ ઈન્કમ્બન્સી અને પાર્ટીના રાજ્યને વિશેષ દરજ્જો અપાવવા જેવા વાયદા હતા.
જો કે 2018માં ટીડીપીએ વિશેષ રાજ્યના મુદ્દા પર એનડીએ સાથે ગઠબંધન તોડયું હતું. જગનમોહન રેડ્ડીએ આ મુદ્દાને પણ પોતાના ભાષણોમાં ખૂબ ઉછાળ્યો હતો.

ઓડિશા

કુલ બેઠક – 147

બહુમતી – 74

વિધાનસભાની સ્થિતિ

પક્ષ 2019ના ટ્રેન્ડ (144/146* બેઠક) 2014નું પરિણામ 2014માં વોટ શેયર
બીજેડી 100 117 43.9 %
કોંગ્રેસ 15 16 26%
ભાજપ 26 10 18.2%
અન્ય 03 4 11.9%

પતકુડા બેઠક પર બીજેડીના ઉમેદવાર બેદ પ્રકાશ અગ્રવાલના નિધનને કારણે ચૂંટણી ટાળવામાં આવી હતી. ઓડિશા વિધાનસભાની 146 બેઠકો માટે ચાર તબક્કામાં 73.88 ટકા મતદાન થયું હતું. 2014માં 73.9 ટકા મતદાન થયું હતું.

સિક્કિમ

કુલ બેઠક – 32

બહુમતી- 17

વિધાનસભાની સ્થિતિ

પક્ષ 2019ના ટ્રેન્ડ (11/32) 2014 2014 માં વોટ શેયર
એસડીએફ 06  22 55.8%
એસકેએમ 05 10 41.4%
નોટા 00 4460 વોટ 1.4%

સિક્કિમમાં વિધાનસભાની 32 બેઠકો માટે 11 એપ્રિલે 78.72 ટકા મતદાન થયું હતું. આ મતદાન ગત ચૂંટણી કરતા 4.78 ટકા ઓછું હતું. 201માં 83.5 ટકા મતદાન થયું હતું.

પક્ષ 2019ના વલણ(15/57*) 2014માં બેઠક 2014માં વોટ શેયર
કોંગ્રેસ 00 42 50%
ભાજપ 12 11 31.1%
પીપીએ 00 5 9.1%
અન્ય 03 2 5%

અરુણાચલ પ્રદેશ

કુલ બેઠક – 60

બહુમતી- 31

વિધાનસભાની સ્થિતિ

અરુણાચલ પ્રદેશની 60માંથી 57 બેઠકો પર ચૂંટણી થઈ છે. 11 એપ્રિલે 74.03 ટકા મતદાન થયું હતું. ગત ચૂંટણીની સરખામણીએ સાત ટકા વોટિંગ વધુ થયું હતું. ત્રણ બેઠકો પર ભાજપના ઉમેદવારો બિનહરીફ ચૂંટાયા છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code