બિહારમાં પાંચમા તબક્કાના ચાલી રહેલા વોટિંગ દરમિયાન સારણ લોકસભા વિસ્તાર હેઠળના છપરામાં પસંદગીની પાર્ટીને વોટિંગ નહીં કરવાને કારણે પુત્રે પહેલા માતા પર ભડાશ કાઢી અને પછી ઈવીએમ તોડયું.

આ ઘટના સોનપુર વિધાનસભા મતવિસ્તારના યમુના સિંહ મધ્યવિદ્યાલયના બૂથ ક્રમાંક 131 પર સવારે વોટિંગ વખતે બની હતી. મહદલ્લી ચકના વોર્ડના સદસ્યના પુત્ર રંજીત હજારાએ જણાવ્યુ છે કે પસંદગીના ઉમેદવારને વોટ નહીં આપવા મામલે બૂથ નજીક જ પોતાની માતા પર ગુસ્સો કર્યો અને બાદમાં 131 નંબરના બૂથ પર ઈવીએમ તોડી નાખ્યું હતું.
ઈવીએમ તોડનાર શખ્સની સુરક્ષાકર્મીઓએ ધરપકડ કરીને તેને પોલીસને હવાલે કર્યો છે. બાદમાં અહીં બીજું ઈવીએમ લાવીને મતદાનની પ્રક્રિયા ફરીથી શરૂ કરવામાં આવી હતી.
આરજેડીના અધ્યક્ષ લાલુ યાદવ અને ભાજપના નેતા રાજીવ પ્રતાપ રુડીનો ગઢ છે સારણ લોકસભા બેઠક. અહીંથી 12 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં છે. પરંતુ સીધો મુકાબલો એનડીએના ઉમેદવાર રાજીવ પ્રતાપ રુડી અને મહાગઠબંધનના ઉમેદવાર તથા લાલુના વેવાઈ ચંદ્રિકારાય વચ્ચે છે. સમીકરણોના હિસાબથી બંને પક્ષો વચ્ચે મોટી રસ્સાકશી છે.
Bihar: One Ranjit Paswan arrested on charges of vandalizing an EVM machine at polling booth number 131 in Chhapra. #LokSabhaElections2019 pic.twitter.com/0mqrXc4mjT
— ANI (@ANI) May 6, 2019
જાતીય સમીકરણોની દ્રષ્ટિએ અહીંની ચૂંટણીમાં રઘુવંશી અને યદુવંશી વર્ગ મોટા ફેક્ટર માનવામાં આવે છે. એનડીએને રઘુવંશી વોટર, સવર્ણ અને વૈશ્ય વોટરોના સમર્થનની વધુ આશા છે. જ્યારે મહાગઠબંધનને પોતાના વોટ સમીકરણ માય સિવાય દલિત અને અન્ય વોટરોનો ટેકો મળાની આશા છે.
સારણ લોકસભા મતવિસ્તારના અનુમાનિત આંકડા પ્રમાણે સૌથી વધારે યાદવ વોટરો છે. સારણમાં અંદાજે ચાર લાખથી વધારે યાદવ વોટરો છે. જ્યારે રાજપૂ પણ સાડા ત્રણ લાખથી વધુ છે. ત્રીજા ક્રમાંકે વૈશ્ય છે અને તેમના વોટની સંખ્યા પણ ત્રણ લાખથી વધારે છે. સવા બે લાખ મુસ્લિમ અને બે લાખ સવર્ણ વોટરો પણ સારણ બેઠક પર મહત્વના પરિબળ છે. આ સિવાય દલિત અને અન્ય જાતિઓની સંખ્યા પણ બે લાખથી ઓછી છે.