1. Home
  2. revoinews
  3. બીસીસીઆઈએ આઈપીએલના ઓફિશિયલ પાર્ટનર તરીકે CREDની જાહેરાત કરી
બીસીસીઆઈએ આઈપીએલના ઓફિશિયલ પાર્ટનર તરીકે CREDની જાહેરાત કરી

બીસીસીઆઈએ આઈપીએલના ઓફિશિયલ પાર્ટનર તરીકે CREDની જાહેરાત કરી

0
Social Share
  • આઈપીએલનું ઓફિશિયલ પાર્ટનર બન્યું CRED
  • BCCIના અધ્યક્ષ સૌરવ ગાંગુલીએ પાઠવ્યા અભિનંદન
  • 19 સપ્ટેમ્બરથી યુએઈમાં રમાશે આઈપીએલની સીઝન

મુંબઈ: કોરોના મહામારી વચ્ચે 19 સપ્ટેમ્બરથી UAEમાં શરૂ થનારી ઈન્ડિયન પ્રીમિયર લીગની આગામી સીઝન માટે ભારતીય ક્રિકેટ બોર્ડએ ઓફિશિયલ પાર્ટનર CREDને જાહેર કર્યું છે. જો કે, આઈપીએલની આગામી ત્રણ સીઝન માટે આઈપીએલનો સત્તાવાર પ્રાયોજક રહેશે.

બીસીસીઆઇની આ ડીલ માટે અધ્યક્ષ સૌરવ ગાંગુલીએ બીસીસીઆઈને અભિનંદન પાઠવ્યા છે. જે અંગે ગાંગુલીએ ટ્વિટર પર લખ્યું કે, મુશ્કેલ બજારો હોવા છતાં આ ડીલને સીલ કરવા બદલ બોર્ડને અભિનંદન!

આ ડીલ વિશેની સત્તાવાર માહિતી આપતી વખતે આઈપીએલના ચેરમેન બ્રિજેશ પટેલે કહ્યું કે, ઇન્ડિયન પ્રીમિયર લીગ 2020થી 2022ના ઓફિશિયલ પાર્ટનર તરીકે CREDના આવવાથી અમને ખૂબ આનંદ થાય છે. આઈપીએલ દુનિયાની સૌથી નવીન રમત લીગોમાંથી એક છે અને અમે એક ક્રેડના રૂપમાં બ્રાંડ જોડાવવાથી ખૂબ જ ખુશ છીએ. મને ખાતરી છે કે દેશભરમાં ઘણા લોકો આના પર ધ્યાન આપશે, જયારે અમે આ રોમાંચક ટૂર્નામેન્ટની શરૂઆત કરીશું.

નોંધપાત્ર વાત એ છે કે, આ પહેલા બીસીસીઆઈએ આઈપીએલ માટે અન્ય કંપની ડ્રીમ 11, અનએકેડમી સાથે ડીલ પણ કરી હતી. ભારતમાં કોરોના મહામારીને કારણે ઇન્ડિયન પ્રીમિયર લીગની આગામી સીઝન આ વર્ષે 19 સપ્ટેમ્બરથી યુએઈમાં રમાશે. જેના માટે તમામ ટીમોના ખેલાડીઓ દુબઈ પહોંચી ગયા છે. તેની અંતિમ મેચ 10 નવેમ્બરના રોજ રમાશે. આમ યુએઈના ત્રણ મેદાનો – દુબઇ, અબુધાબી અને શારજાહમાં આ ટૂર્નામેન્ટ 53 દિવસ સુધી રમવામાં આવશે.

કોરોનાવાયરસના કારણે ક્રિકેટ મેચો પણ એટલા પ્રમાણમાં થતી નથી જેટલી કોરોનાવાયરસના ઉદ્ભવ પહેલા થતી હતી. કોરોનાવાયરસનું સંકટ ક્રિકેટની રમત પર લાગતા ક્રિકેટ પ્રેમીઓને પણ લાંબો સમય ક્રિકેટ મેચ નિહાળ્યા વગર રહેવું પડ્યું છે.  હાલ આઈપીએલ યોજાવાને લઈને અને ક્રિકેટના સમાચાર આવતા ક્રિકેટ પ્રેમીઓમાં ખુશીનો માહોલ છે અને આઈપીએલ મેચ રમાય તેની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે ચીનની કેટલીક કંપની પર ભારત સરકાર દ્વારા પ્રતિબંધ લગાવી દેવામાં આવતા આઈપીએલના સ્પોન્સર શોધવા પણ કપરું કામ બન્યું હતુ પણ આખરે આઈપીએલમાં CRED પણ ભાગીદાર બનતા ફરીવાર ક્રિકેટ રમતની પહેલા જેવી રોનક જોવા મળી શકે છે.

_Devanshi

LEAVE YOUR COMMENT

Your email address will not be published.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code