અમદાવાદ ખાતે ડૉ. કોનરાડ એલ્સ્ટનું ‘Ayoddhya, the Unasked Question’ વિષય પર એક ભાષણ યોજાશે. 6 ઓક્ટોબર, 2019ના રોજ સવારે 10 વાગ્યે ભવન્સ કોલેજ ઓડિટોરિયમ, ખાનપુર- અમદાવાદ ખાતે ડૉ. કોનરાડ એલ્સ્ટનું ભાષણ યોજાશે. આ કાર્યક્રમનું આયોજન ભારતીય વિચાર મંચ દ્વારા કરવામાં આવ્યું છે.
એક તરફ અયોધ્યા વિવાદની સુનાવણી તેના આખરી તબક્કામાં છે અને સુપ્રીમ કોર્ટ નવેમ્બર માસના આખરમાં અયોધ્યા રામજન્મભૂમિ વિવાદ મામલે ચુકાદો આપે તેવી પણ શક્યતા છે. ત્યારે Ayoddhya, the Unasked Question વિષય પર હિંદુત્વની વિચારધારાના પ્રખર સંશોધક વિચારક ડૉ. કોનરાડ એલ્સ્ટનું ભાષણ ઘણું વિચારપ્રેરક બની રહેશે.
ડૉ. કોનરાડ એલ્સ્ટનો જન્મ 7 ઓગસ્ટ, 1959ના રોજ લ્યુવેન, બેલ્જિયમમાં એક ફ્લેમિશ (ડચ સ્પીકિંગ બેલ્જિયન) કેથોલિક પરિવારમાં થયો હતો. તેમણે લ્યુવેનની કેથોલિક યુનિવર્સિટીમાંથી દર્શનશાસ્ત્ર, ચાઈનીઝ અને ઈન્ડો- ઈરાનિયન સ્ટડીમાં સ્નાતક સુધીનો અભ્યાસ કર્યો છે. બાદમાં તે યુનિવર્સિટીમાંથી તેમણે પીએચડી પણ કર્યું હતું.
ભારતમાં બનારસ હિંદુ યુનિવર્સિટીમાં પોતાના પ્રવાસ દરમિયાન તેઓ ભારતની કોમવાદી સમસ્યાઓથી પરિચિત થયા અને તેમણે પોતાનું પહેલું પુસ્તક અયોધ્યા વિવાદ સંદર્ભે લખ્યું હતું.
ઘણાં બેલ્જિયન અને ભારતીય અખબારોમાં કોલમિસ્ટ તરીકે આર્ટિકલ્સ લખવા દરમિયાન તેમણે ઘણીવાર ભારતની મુલાકાત લીધી અને અહીંની જાતીય-ધાર્મિક-રાજકીય પરિસ્થિતિનો અભ્યાસ કરવાના ક્રમમાં ઘણાં ભારતીય નેતાઓ અને વિચારકોના ઈન્ટરવ્યૂ પણ કર્યા છે.
ડૉ. કોનરાડ એલ્સ્ટે અત્યાર સુધીમાં 15 પુસ્તકો લખ્યા છે, જે મુખ્યત્વે ભારતીય રાજનીતિ અને કોમવાદ પર કેન્દ્રીત છે. તેના સિવાય તેમના અનેક લેખ મુખ્ય અખબારોમાં પ્રકાશિત થતા રહ્યા છે. 1992માં તેમણે લખેલું પુસ્તક અયોધ્યા એન્ડ આફ્ટર, ઈશ્યુસ બિફોર હિંદુ સોસાયટી ઘણું ચર્ચામાં રહ્યું હતું.
તેમાના કેટલાક પુસ્તકો ભારતમાં ઘણાં લોકપ્રિય થયા છે-
Ayodhya and After: Issues Before Hindu Society
Negationaism in India – Concealing the Record of Islam
Psychology of Prophetism – A Secular Look at the Bible
Update on the Aryan Invasion Debate
Ayodhya: The Case Against the Temple
BJP vis-�-vis Hindu Resurgence
The Demographic Siege
Who is a Hindu?
Ayodhya, The Finale – Science versus Secularism the Excavations Debate