અગસ્તા વેસ્ટલેન્ડ કેસ : જેલમાં જ રહેશે વચેટિયો ખ્રિશ્ચિયન મિશેલ, જામીન પર સુનાવણી ટળી
અગસ્તા વેસ્ટલેન્ડ વીવીઆઈપી હેલિકોપ્ટર ખરીદીના 3600 કરોડ રૂપિયાના સોદા સંબંધિત મામલામાં કથિત વચેટિયા ખ્રિશ્ચિયન મિશેલની જામીન અરજી પર દિલ્હીની રૉઉજ એવેન્યૂ કોર્ટમાં સુનાવણી ટળી છે.
સુનાવણી ઈડીની માગણી પર ટાળવામાં આવી છે. કોર્ટે હવે 28 ઓગસ્ટે આ મામલે સુનાવણી કરવાનું નિર્ધારીત કર્યું છે. મિશેલે પોતાની અરજીમાં કહ્યુ છે કે તેની સાથે જોડાયેલી તપાસ પુરી થઈ ગઈ છે. તેને વધુ સમય સુધી જેલમાં બંધ રાખવાનો કોઈ ઉદેશ્ય નથી.
મહત્વપૂર્ણ છે કે સ્પેશયલ સીબીઆઈ ન્યાયાધીશ અરવિંદ કુમારે બંને એજન્સીઓ ઈડી અને સીબીઆઈને નોટિસ જાહેર કરતા અરજી પર તેમની પાસેથી જવાબ માંગ્યો હતો અને મામલામાં આગામી સુનાવણી માટે 19 ઓગસ્ટનો સમય આપ્યો હતો.
મિશેલે કહ્યુ છે કે તેની વિરુદ્ધ લગાવવામાં આવેલા આરોપોની પુષ્ટિ માટે કોર્ટની સામે કોઈ ખાસ સામગ્રી રજૂ કરવામાં આવી નથી. મહત્વપૂર્ણ છે કે આના પહેલા ઈડી અને સીબીઆઈ આ મામલામાં મિશેલની 600 કલાક સુધી પૂછપરછ કરી ચુકી છે.
મિશેલના વકીલ અલ્જો કે. જોસેફે આ વાતની જાણકારી આપી છે. મિશેલે દાખલ કરવામાં આવેલી પોતાની જામીન અરજીમાં આ વાતનો ઉલ્લેખ કર્યો છે. અરજી પ્રમાણે, અરજદારની કસ્ટડીમાં બંને એજન્સીઓએ 600 કલાક પૂછપરછ કરી. આજ સુધી અરજદારની કસ્ટડીની અવધિ 375 દિવસની થઈ ચુકી છે. આમા દુબઈની જેલમાં વિતાવવામાં આવેલી અવધિ પણ સામેલ છે.
મિશેલે અરજીમાં એ પણ દાવો કર્યો છે કે તેણે સાક્ષીઓને તોડવાની કોઈ કોશિશ કરી નથી અને પુરાવા સાથે પણ છેડછાડ કરી નથી. તેણે કોઈપણ રીતે ન્યાયિક પ્રક્રિયામાં અડચણ થાય તેવું કર્યું નથી.