ઓટો સેક્ટરમાં મંદી-અશોક લીલેન્ડ તેના પ્લાન્ટમાં આ મહિનામાં 18 દિવસ સુધી કામકાજ બંધ રાખશે
- ઓટો સેક્ટરમાં મંદીનો માર
- 18 દિવસ કામકાજ બંધ રાખશે અશોક લીલેન્ડ
- કર્મચારીઓને કંપનીમાંથી નોકરી છોડવાના આદેશ
- સપ્ટેમ્બરમાં 5 થી 18 દિવસ સુધી પ્લાન્ટોમાં કામ બંધ રાખવાની જાહેરાત કરી
હાલ જ્યારે દેશભરમાં મંદીનો માહોલ છે ત્યારે દરેક ક્ષેત્રમાં મંદીએ જોર પકડ્યું ત્યારે હિન્દુજા ગ્રુપની ઑટો કંપની અશોક લીલેન્ડે સપ્ટેમ્બરમાં 5 થી 18 દિવસ સુધી તેમના પ્લાન્ટોમાં કામ બંધ રાખવાની જાહેરાત કરી છે.જેના માટે કંપનીએ ઓછી માંગને કારણ ગણાવ્યું છે.
ઓટો ક્ષેત્રની મંદીથી પરેશાન કંપનીઓ સતત ઉત્પાદનમાં કાપ મૂકવા, કામના કલાકો ઘટાડવા જેવા પગલા લઈ રહી છે. હવે હિન્દુજા ગ્રુપની ઑટો કંપની અશોક લીલેન્ડે પણ સપ્ટેમ્બરમાં 5 થી 18 દિવસ સુધી તેના પ્લાન્ટને બંધ રાખવાનો નિર્ણય લીધો છે. કંપનીએ આ માટે માંગના ઘટાડાને કારણ બતાવ્યું છે. આ કંપની દેશભરમાં તેના દરેક પ્લાન્ટમાં કામકાજના દિવસોમાં ઘટાડો કરી રહી છે.
આ કંપને સૌથા વધારે પંતનગરમાં 18 દિવસો માટે કામકાજ બંધ કરવાનો નિર્મય લીધો છે ,આ ઉપરાંત અલવરમાં 10 દિવસ,ભંડારામાં પમ 10 દિવસ,એન્નોરમાં 16 દિવસ અને હોસુરના પ્લાન્ટમાં 5 દિવસ માટે કામકાજ બંધ રાખવાનો નિર્મણ કર્યો છે.
ઉલ્લેખનીય છે કે,દેશભરમાં ઑટા ઈંડસ્ટ્રીઝ ખરાબ સમયમાંથી પસાર થી રહી છે,ઑટો મોબાઈલમાં વધી રહેલી મંદીમાં મારુતિ સુઝુકી ઈન્ડિયાના 3 હજારથી પણ વધુ કર્મચારીઓને નોકરીમાંથી હાથ ધોવા પડ્યા છે.કામકાજ બંધ કરતા પહેલા અશોક લીલેન્ડે દરેક કર્મચારીઓને કંપની છોડવા માટે ઓફર કરી છે,ઉલ્લેખનીય છે કે ઉત્પાદન અને વેંચાણમાં થઈ રહેલા ઘરખમ ધટાડાના કારણે એપ્રિલ મહીનાથી અત્યાર સુધી 2 લાખથી વધુ લોકો નોકરીમાંથી બેરોજગાર બન્યા છે.
અશોક લીલેન્ડે એક્ઝિક્યુટિવ લેવલના કર્મચારીઓ માટે કંપનીમાંથી બહાર નીકળવાની યોજના જાહેર કરી છે. આ અંતર્ગત કંપનીએ કર્મચારીઓને નોટિસ ફટકારી સ્વૈચ્છિક નિવૃત્તિ યોજના અને કર્મચારીથી અલગાવ યોજના જાહેર કરી છે. કંપનીએ આ યોજના એવા સમયે રજૂ કરી છે જ્યારે કંપનીના કર્મચારીઓ બોનસ વધારવાના હેતુસર હડતાલ પર ઉતર્યા હતા.
અશોક લીલેન્ડ મુખ્યત્વે વ્યાપારી વાહનોનું ઉત્પાદન કરે છે. ઓગસ્ટમાં કંપનીનું કુલ વેચાણ 47 ટકા ઘટીને 9,231 વ્યાપારી વાહનો પર પહોંચ્યું છે. ગયા વર્ષે સમાન મહિનામાં, કંપનીએ 17,386 વાહનોનું વેચાણ કર્યું હતું. કંપનીએ એક નિવેદનમાં જણાવ્યું છે કે આ મહિનામાં મધ્યમ અને ભારે વ્યાવસાયિક વાહનોનું વેચાણ 5,349 એકમનું થયું છે.