1. Home
  2. revoinews
  3. અફવાઓ પર ઘ્યાન ન આપવા અપીલઃકાશમીરમાં પરિસ્થિતી સામાન્ય
અફવાઓ પર ઘ્યાન ન આપવા અપીલઃકાશમીરમાં પરિસ્થિતી સામાન્ય

અફવાઓ પર ઘ્યાન ન આપવા અપીલઃકાશમીરમાં પરિસ્થિતી સામાન્ય

0
Social Share

જમ્મુ-કાશમીરમાં શુક્રવારના તંગ માહોલ પછી શનિવાર 3 ઓગસ્ટના રોજ કાશમીરી લોકોનું જીવન રોજીંદા મુજબ શરુ થઈ ચુક્યું છે,આજ રોજ કાશમીરમાં તનાવ મુક્ત વાતાવરણ જોવા મળ્યું છે ,પેટ્રોલ પંપ પર સામાન્ય ભીડ જોવા મળી હતી, શુક્રવારની સાંજે  એટીએમ પર જે લાંબી લાઈનો લાગી હતી તે પણ શનિવારે સવારે ઓછી થઈ ગઈ હતી.

જમ્મુ-કાશમીરમાં ગઈકાલે શુક્રવારના રોજ માહોલ ગરમાયો હતો, આતંકી હુમલાને લઈને અનેક લોકોમાં ચિંતા વ્યાપી હતી ત્યારે એક સર્ચ ઓપરેશન દરમિયાન અનેક  હથિયારો જપ્ત કર્યા હતા જેને લઈને કાશમીરમાં વાતાવરણ તંગ બન્યું હતું. ત્યારે આજે શનિવારના રોજ જનજીવન ફરીથી રાબેદા મુજબ શરુ થયુ છે,શ્રીનગરમાં પણ શનિવારે માહોલમાં તનાવ જોવા મળ્યો નહતો, વિદ્યાર્થીઓ  સ્કુલમા જવા લાગ્યા છે, લોકો પેટ્રોલ પંપ પર ગાડીઓ લઈને રોજની જેમ આવતા થયા હતા ત્યારે તંગ વાતાવરણને લઈને જે લોકો પૈસા ઉપાડવા માટે શુક્રવારના રોજ લાઈનમાં ઊભા હતા તે લોકોએ પણ લાઈન ઓછી કરી હતી અને રાહતના શ્વાસ લીધા હતા, આ ઉપરાંત રાશન પાણીની દુકાનોમાં પણ છૂટાછવાયા લોકો જોવા મળ્યા હતા, ત્યારે ગઈકાલે તો લોકો ઘરની જરુરી ચીજ વસ્તુ ખરીદવામાં પડાપડી કરી રહ્યા હતા.

 મળતી માહિતી મુજબ રાજ્યભરમાં ઈન્ટરનેટ સેવાઓ પણ સામાન્ય દિવસની જેમ શરુ રાખવામાં આવી છે,ઉલ્લેખનીય છે કે જમ્મુ કાશમીરના રાજ્યપાલ સત્યપાલ મલિકે મોડી રાત્રે એક સુચના જાહેર કરી હતી કે “પ્રસાશન તરફથી જાહેરાત કરવાનો હેતું અમરનાથ યાત્રીઓની સુરક્ષા છે,રાજ્યપાલે વધુમાં કહ્યુ હતુ કે અફવા પર ધ્યાન ન  આપતા રાજ્યની શાંતિ બનાવી રાખવી જોઈએ”.

 ત્યારે તંગ માહોલની વચ્ચે 2જી ઓગસ્ટના રોજ જમ્મુ-કાશમીર પ્રસાશન દ્વારા જાહેરાત કર્યા બાદ અમરનાથના દશર્ન કરનારા યાત્રીઓની સંખ્યામાં માટો ઘટાડો થયો હતો, માત્ર 704 યાત્રીઓ એ જ બાબા બર્ફાનીના દર્શન કર્યા હતા. જેમાંથી બાલટાલ તરફથી અમરનાથની ગુફામાં તો માત્ર 596 યાત્રીઓ જ પહોચી શક્યા હતા, તો પહલગામ તરફથી 108 શ્રધ્ધાળુંઓએ બાબાના દર્શન કર્યા હતા, આ દરેક યાત્રીઓને હેલિકોપ્ટરના માધ્યમથી ગુફા સુધી પહોંચાડવામાં આવ્યા હતા,આતંકી ખતરાને જોતા કોઈ યાત્રી ચાલતા યાત્રા નથી કરી રહ્યું.

ઉલ્લેખનીય છે કે  આ વર્ષે 2જી ઓગસ્ટ સુધી 3 લાખ 43 હજાર 587 યાત્રીઓ એ  પવિત્ર અમરનાથ ગુફાના દર્શન કર્યા છે, અમરનાથ શ્રાઈન વેબસાઈટ પ્રમાણે  30 જુલાઈથી અમરનાથ ગુફામાં જનારા યાત્રીઓની સંખ્યામાં સતત ઘટાડો જોવા મળ્યો છે, 30 જુલાઈના રોજ 10,360 યાત્રીઓ અહિ પહોચ્યા હતા જ્યારે 31 જુલાઈએ 7917 યાત્રીઓ આવ્યા હતા ત્યારે આ સંખ્યા ઘટીને 1લી ઓગસ્ટના રોજ માત્ર 3196 યાત્રીઓ એ દર્શન કર્યા હતા, તો વળી ગઈ કાલે 2જી ઓગસ્ટના રોજ તો આ આંકડો માત્રને માત્ર 704 પર આવી ગયા હતો.

આ પહેલા આતંકી ખતરાને લઈને જમ્મુ કાશમીર પ્રસાશન તરફથી સુચના જાહેર કરવામાં આવી હતી જેમાં લખવામાં આવ્યું હતુ કે “ આતંકી ખતરો, ખાસ કરીને અમરનાથ યાત્રાને નિશાનો બનાવવા પર ખુફિયા એંજન્સીએ તાજી ઘટના અને સુરક્ષાની પરિસ્થિતીને ધ્યાનમાં રાખતા મરનાથ યાત્રીઓ અને પ્રવાસીઓના રક્ષણમાં સુચના આપવામાં આવે છે કે તેઓ તાત્કાલીક ઘોરણે બને ત્યા સુઘી પોતાના વતન પાછા ફરે અને ઘાટી પરથી રવાના થાય ”

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code