1. Home
  2. revoinews
  3. દેશના 15 રાજ્યો ભારે વરસાદને પગલે હાઈ એલર્ટઃ મુંબઈ અને ગુજરાતમાં પાણી જ પાણી
દેશના 15 રાજ્યો ભારે વરસાદને પગલે હાઈ એલર્ટઃ મુંબઈ અને ગુજરાતમાં પાણી જ પાણી

દેશના 15 રાજ્યો ભારે વરસાદને પગલે હાઈ એલર્ટઃ મુંબઈ અને ગુજરાતમાં પાણી જ પાણી

0
Social Share

 દેશભરમાં વરસાદે માહોલ જમાવ્યો છે ત્યારે ભારતીય હવામાન વિભાગે ભારે વરસાદના પગલે લોકોને સતર્ક રહેવાની સુચના આપી છે, ભારતીય હવામાન વિજ્ઞાન વિભાગના  અનુમાન પર નજર કરીએ તો દેશના કુલ 15 રાજ્યો પર વરસાદનું તાંડવ મંડળાય રહ્યું છે, આગળના 24 કલાક સુધી મુંબઈ, ઓડીશા,મધ્ય પ્રદેશ,ગુજરાત,ગોવા,ઉત્તર મધ્ય મહારાષ્ટ્ર, વિદર્ભ,રાઠવાડા,છત્તીસગઢ,, અને ઉત્તર તટીય આંઘ્ર પ્રદેશમાં વધુ વરસાદની આગાહી કરવામાં આવી છે.

હાઈ એલર્ટ પર છે ગુજરાતઃ- ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પાછળના દિવસોમાં પડેલા વધુ વરસાદને લઈને હાઈએલર્ટ જાહેર કર્યું છે, આવરાન દિવસોમાં ગુજરાતની જનતાએ અતિભારે વરસાદ સહન કરવો પડશે, ગુજરાત આગળના 5 દિવસ સુઘી હાઈ અલર્ટ પર છે,જેમાં દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં ભારેથી અતિભારે ધોધમાર વરસાદ નોંધાયો છે ત્યારે વડોદરા શહેરની વાત કરીયે તો વડોદરાની પરિસ્થિતી કથળી છે ત્યા ચારેબાજુ પાણી જ પાણી જોવા મળી રહ્યું છે,વિશ્વાનિત્રીનું પાણી શહેરમાં ભળી ગયુ છે.

મુંબઈમાં વરસાદથી લોકો ત્રાહીત્રામઃ- બીજી બાજુ જોવા જઈએ તો મુંબઈ અને તેના આસપાસના વિસ્તારોમાં  છેલ્લા 24 કલાકમાં અતિભારે વરસાદ પડવાના કારણે લોકોએ હાલાકી ભોગવવી પડી છે ત્યારે હવામાન વિભાગે આગળના 6 કલાક સુધી મુંબઈમાં હજુ વધુ વરસાદ પડવાની આગાહી કરી છે.

મુંબઈના મલાડ વિસ્તારમાં સતત વરસી રહેલા વરસાદના પગલે ચોફેર પાણી ભરાયા છે, જેના કારણે સ્થાનિક લોકોએ ખુબ હાલાકી ભોગવવી પડી છે, ત્યારે થાણેમાં આજરોજ દરેક સરકારી શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી છે સતત વરસાદના પગલે આ નિર્ણય લેવામાં આવ્યો છે.

ઓડીશામાં પણ હાઈ એલર્ટઃ- ભારતીય હવામાન વિભાગે ઓડીશાને અનરાધાર વરસાદના કારણે હાઈએલર્ટ જાહેર કર્યું છે, ઓડીશા સરકારે 5 જીલ્લાના કલેક્ટરોને ભારે વરસાદની શક્યતાને લઈને સાવચેત રહેવાની સુચના આપી છે,એક પત્રમાં એસઆરસી એ મલકાનગરી,કોરાપુટ,નબરંગપુર, કાલાહાંડી અને નુઆપાડાના કલેક્ટરને આદેશ આપ્યા છે કે આ જીલ્લામાં પુરની પરિસ્થિતી પણ સર્જાઈ શકે છે માટે સતર્ક રહેવું.

પૂર્વોત્તર વિસ્તારોમાં ચક્રવાતથી મંડળાય રહ્યો છે ખતરોઃ-પૂર્વોત્તર અને તેની સાથે જોડાયેલા મધ્ય પ્રદેશના  કેટલાક ભાગોમાં ચક્રવાતી પવનનું ક્ષેત્ર વિકસીત થયું છે,ત્રીજુ ચક્રવાતી હવાઓનું ક્ષેત્ર મધ્ય લેવલે આંઘ્ર કોસ્ટથી બંગાલની ખાડી પર બન્યું છે જેને લઈને અતિશય વરસાદની શક્યતાઓ સેવી રહી છે, વનારા દિવસોમાં  વિસ્તારોમાં ભારથી પણ ભારે વરસાદ થઈ શકે છે.

મધ્ય પ્રદેશમાં વરસાદ યથાવતઃ- 3 ઓગસ્ટના રોજ ભોપાલ સહિત રાજ્યના વધુ વિસ્તારોમાં ધીમો ધીમો વરસાદ યથાવત રહેવાની શક્યતાઓ છે ત્યારે પશ્ચિમિ વિસ્તારોમાં વરસાદનું પ્રમાણ વધુ જોવા મળ્યું છે, ક્યાક ધીમી ધારે વરસાદ સતત ચાલું જ છે તો ક્યાક ધોધમાર વરસાદ પડી રહ્યો છે.


રાજસ્થાનમાં વરસાદનું જોર સતત ચાલુઃ-  રાજસ્થાનના પુર્વ ભાગોમાં આગલાના 4-5 દિવસ સુધી મધ્યમ ધારે સતત વરસાદ વરસવાની શક્યતાઓ છે, અર્થાત આવનાર આખુ અઠવાડીયું રાજ્સથાનમાં સારો એવો વરસાદ લઈને આવશે. રાજસ્થાનના ઉત્તર અને મધ્ય જીલ્લાઓમાં પણ 6,7 અને 8 ઓગસ્ટના રોજ વિજળી ગાજવાની સાથે વરસાદ થવાની શક્યતા છે, ખાસ કરીને શ્રીગંગા નગર,બીકાનેર,ચરુ જેવા વિસ્તારોમાં સારો એવો વરસાદ પડશે.

દેશભરના ઘણા રાજ્યોમાં વરસાદ યથાવત છે તો 15 રાજ્યોમાં વરસાદને લઈને હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે,હવામાન વિભાગ દ્વારા આ 15 રાજ્યમાં આગામી દિવસોમાં વરસાદને પગલે હાઈ એલર્ટ જાહેર કરીને લોકોને સતર્ક રહેવાની અને સાવચેતી રાખવાની સુચના આપવામાં આવી છે, તો મુંબઈમાં હાલની પરિસ્થિતી પાણી પાણી જેવી છે ,અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ છે ,રાહદારીઓ અને વાહન ચાલકો પરેશાનીનો સામનો કરી રહ્યા છે ત્યારે ગુજરાતમાં પણ ચોમાસું બરાબર જમ્યું છે વડોદરા સહિત દક્ષિણ ગુજરાતમાં છેલ્લા 5-6 દિવસથી સતત વરસાદ વરસી રહ્યો છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code