1. Home
  2. revoinews
  3. આમિર ખાનની ફિલ્મ લાલસિંહ ચડ્ડા હવે આ તારીખે થશે રીલીઝ
આમિર ખાનની ફિલ્મ લાલસિંહ ચડ્ડા હવે આ તારીખે થશે રીલીઝ

આમિર ખાનની ફિલ્મ લાલસિંહ ચડ્ડા હવે આ તારીખે થશે રીલીઝ

0
Social Share
  • આમિર ખાનની લાલસિંહ ચડ્ડાને લઇ મોટી જાહેરાત
  • ફિલ્મ સમિક્ષક તરણ આદર્શે સોશિયલ મીડિયા પર ફિલ્મની નવી રિલીઝ ડેટ કરી જાહેર
  • આ ફિલ્મ 2021ના ડીસેમ્બરમાં થશે રીલીઝ

મુંબઈ: કોરોના મહામારીને કારણે મોટાભાગની ફિલ્મો ઓટીટી પ્લેટફોર્મ પર રીલીઝ કરવામાં આવી છે. અથવા તેની તારીખો બદલવામાં આવી છે.. હાલની સ્થિતિને જોતા લોકોની સુરક્ષા મહત્વની છે. આમિર ખાનની બહુચર્ચિત ફિલ્મ લાલસિંહ ચડ્ડા રિલીઝની ફેંસ આતુરતાથી રાહ જોતા હતા પરંતુ ફેંસ માટે એક ખરાબ સમાચાર છે. આ ફિલ્મ નાતાલ પર રીલીઝ થવાની હતી હવે તેની તારીખ પાછી ઠેલવવામાં આવી છે.. મેકર્સે આ ફિલ્મ અંગે જાહેરાત કરી છે. ફિલ્મ સમિક્ષક તરણ આદર્શે સોશિયલ મીડિયા પર ફિલ્મની નવી રિલીઝ ડેટ જાહેર કરી છે. હવે લાલસિંહ ચડ્ડા ફિલ્મ 2021ના ડિસેમ્બરમાં રિલીઝ કરાશે. કારણકે મેકર્સ એવું નથી ઇચ્છતા કે આ ફિલ્મ ઓટીટી પ્લેટફોર્મ પર રીલીઝ થાય..જેથી આ ફિલ્મની રીલીઝ ડેટને પોસ્ટપોન કરવામાં આવી છે..

લોકડાઉન બાદ આમિર ખાને ફિલ્મનું શૂટિંગ શરૂ કરી દીધું છે. આમિર ખાનની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર સામે આવી છે જેમાં તે તુર્કીમાં જોવા મળી રહ્યા છે. આમ પણ આમિર ખાનને ક્રિસમસ સાથે પુરાણો નાતો છે. આ સમયગાળામાં રિલીઝ થયેલી તેની અગાઉ ફિલ્મો અત્યંત સફળ રહી હતી. ટોમ હોક્સની ફોરેસ્ટ ગમ્પ પર આધારિત લાલસિંહ ચડ્ડાનો કેટલાક ભાગ લોકડાઉન અગાઉ ચંદીગઢ અને કોલકાતામાં શૂટ થયો હતો.

આ ફિલ્મમાં આમિરની સાથે કરીના કપૂર, મોના સિંહ કામ કરી રહ્યા છે. અતુલ કુલકર્ણી દ્વારા પ્રોડ્યુસ કરાયેલી ફિલ્મનું નિર્દેશન અદ્વેત ચંદને કર્યું છે. તો પ્રિતમે તેનું સંગીત આપ્યું છે.

_DEVANSHI

LEAVE YOUR COMMENT

Your email address will not be published.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code